Surya Grahan 4 December 2021 time in India: કાલે પૂર્ણ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં કેટલો વાગે થશે અને શું થશે તેની અસરો?
વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂને થયું હતું. હવે 4 ડિસેમ્બરે આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થનાર છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમયાનુસાર, આ પૂર્ણ સૂર્ય ગ્રહણ સવારે 10.59 મિનિટ પર શરૂ થશે અને બપોરે 3.07 મિનિટે પુરું થશે.
Surya Grahan December 2021: વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂને થયું હતું. હવે 4 ડિસેમ્બરે આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થનાર છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમયાનુસાર, આ પૂર્ણ સૂર્ય ગ્રહણ સવારે 10.59 મિનિટ પર શરૂ થશે અને બપોરે 3.07 મિનિટે પુરું થશે. સૂર્ય ગ્રહણનો સમય લગભગ 4 કલાક 8 મિનિટનો હશે. શાસ્ત્રો અનુસા, જ્યાં ગ્રહણ દેખાતું નથી ત્યાં સુતક કાળ માન્ય નથી. તેથી તેનો સુતક કાળ ભારતમાં પણ ગણવામાં આવશે નહીં. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં થશે, તેથી આ ગ્રહણની અસર આ રાશિ અને નક્ષત્રમાં જન્મેલા લોકો પર સૌથી વધુ રહેશે.
(Surya Grahan December 2021 Date, Timing in India): વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ (Solar Eclipse 2021) 4 ડિસેમ્બર શનિવારના દિવસે થનાર છે. 4 ડિસેમ્બરે થનાર આ ગ્રહણ 15 દિવસોની અંદર થનાર આ બીજું ગ્રહણ છે. અગાઉ 19 નવેમ્બરે ચંદ્ર ગ્રહણ હતું. આ ગ્રહણ ખગ્રાસ એટલે કે પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે. આવો જાણીએ સૂર્ય ગ્રહણ ભારતમાં કેટલા વાગે થશે (Surya Grahan kitne baje lagega) અને ભારત પર તેની શું અસર થશે. દુનિયાના કયા ભાગોમાં વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સારી રીતે જોવા મળશે અને તમે લાઈન ક્યાંથી આ ખગોળીય ઘટનાને જોઈ શકો છો. જાણો તમારા દરેક સવાલના જવાબ...
સૂર્યગ્રહણ ક્યારે અને ક્યાં દેખાશે? (Surya Grahan/Solar Eclipse Timings in India)
ભારતીય સમયાનુસાર (Surya Grahan 2021 Timings) આ પૂર્ણ સૂર્ય ગ્રહણ સવારે 10.59 મિનિટ પર શરૂ થશે અને બપોરે 3.07 મિનિટે પુરું થશે. સૂર્ય ગ્રહણનો સમય લગભગ 4 કલાક 8 મિનિટનો રહેશે. આ ગ્રહણ એન્ટાર્કટિકા ઉપરાંત દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને દક્ષિણ એટલાન્ટિકના દેશોમાં દેખાશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વહેલી સવારના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતમાં નજર ના આવવાના કારણે ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના કામ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
શું સૂતક કાળ માનવામાં આવશે? (Surya Grahan 2021 Sutak Kaal)
4 ડિસેમ્બરે થનાર સૂર્ય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. ભારતમાં જોવા ન મળવાને કારણે આ વખતે સુતકના નિયમ (Sutak Kaal) ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ ગ્રહણ કાળ દરમિયાન માંગલિક કાર્યો પર પ્રતિબંધ રહેશે નહીં. સુતક કાળની માન્યતા ન હોવાને કારણે મંદિરોના દરવાજા બંધ કરવામાં આવશે નહીં અને પૂજા પર પ્રતિબંધ રહેશે નહીં.
આ સૂર્ય ગ્રહણની ખાસ વાતો (Surya Grahan 4 December 2021)
આ ગ્રહણ વૃશ્વિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં થશે. આ ગ્રહણની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સૂર્યનો સંયોગ કેતુ સાથે બનવા જઈ રહ્યો છે. આ ગ્રહણમાં ચંદ્રમા અને બુધનો યોગ પણ થશે. સૂર્ય અને કેતુનો પ્રભાવ હોવાના કારણે દુર્ઘટનાઓ થવાની સંભાવના બની શકે છે. તેના સિવાય આ દિવસે સૂર્ય ગ્રહણની સાથે શનિ અમાવસ્યાનો પણ અદ્દભુત સંયોગ બની રહ્યો છે. શનિ દેવને સૂર્યનો પુત્ર કહેવામાં આવે છે. એવામાં આ ગ્રહણનો પ્રભાવથી શનિ અને સૂર્ય બન્નેની કૃપા પ્રાપ્ત થઈ શકે છે.
કેમ થાય છે સૂર્ય ગ્રહણ? (What is Solar eclipse)
સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે, જ્યારે સૂર્ય, ચંદ્રમા અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે. આ ખગોળીય ઘટના સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાને કારણે થાય છે. આ દરમિયાન, ચંદ્ર સૂર્યના કિરણોને અવરોધે છે અને પૃથ્વીના ભાગો પર તેનો પડછાયો પાડે છે. જો કે, ચંદ્રનો પડછાયો આખી પૃથ્વીને ઢાંકી શકે તેટલો મોટો નથી. એટલા માટે ગ્રહણ દરમિયાન અમુક ચોક્કસ વિસ્તારમાં અંધારું છવાયેલું રહે છે.
કેમ થાય છે પૂર્ણ સૂર્ય ગ્રહણ? ( Purn Surya Grahan or Total Solar Eclipse 2021)
જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી લે છે અને સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી, ત્યારે આ ઘટનાને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર સૂર્યને આંશિક રીતે આવરી લે છે, ત્યારે આ ઘટનાને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે, ચંદ્ર સૂર્યના મધ્ય ભાગને આવરી લે છે અને સૂર્ય એક વલયની જેમ દેખાય છે, ત્યારે આ ખગોળીય ઘટનાને વલયાકાર સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ (Live Streaming of Solar Eclipse 2021)
ટેલિસ્કોપની મદદથી સૂર્યગ્રહણ જોશો તો ખુબસૂરત રીતે જોવા મળશે. તમે તેને www.virtualtelescope.eu પર વર્ચુઅલ ટેલિસ્કોપની મદદથી જોઈ શકો છો. તેના સિવાય તમે તેને યૂટ્યૂબ ચેનલ CosmoSapiens, Slooh પર લાઈવ પણ જોઈ શકો છો.
સૂર્ય ગ્રહણ પુરું થયા પછી કરો આ ઉપાય (Surya Grahan Upaay & Mantra)
ગ્રહણના ખરાબ પ્રભાવોથી બચવા માટે મહા મૃત્યુંજપ મંત્રનો જાપ કરો. ગ્રહણકાળ પછી ગંગાજળ છાંટીને તમારા ઘરનું શુદ્ધિકરણ કરો. સૂર્ય ગ્રહણના આગામી દિવસ ધનુ સંક્રાંતિ છે તો તમે સૂર્યથી સંબંધિત કોઈ વસ્તુ દાન કરો. તમે આગામી દિવસે તાંબા, ઘઉં, ગોળ, લાલ વસ્ત્ર અને તાંબાની કોઈ વસ્તુ દાન કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube