નવી દિલ્હી: ચીન જે ગત શતાબ્દી પહેલા 50 વર્ષ સુધી યુદ્ધગ્રસ્ત હતું, તેણે હવે અડધો ડઝનથી વધુ સરહદી દેશોના ક્ષેત્રો પર કબ્જો જમાવી લીધો છે. શી જિનપિંગે વિસ્તારવાદની ચીની હતાશા અને સમગ્ર દુનિયાને જીતવાના મહાન માઓવાદી સપનાને જોડ્યું છે. LAC પર વર્તમાન ગતિરોધ તેમના વિસ્તારવાદી એજન્ડીને આગળ વધારવાના એક વધુ ભયાનક પ્રયત્ન છે. ખાસ નીતિ હેઠળ શી જિનપિંગ અલ્પસંખ્યક ઓળખને ખતમ કરવાના અને સરહદો સાથે અલ્પસંખ્યક પ્રાંતોને અલગ કરવાના વ્યવસ્થિત પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાતીય ઓળખને ખતમ કરવા માટે તેમણે તિબ્બત અને પૂર્વ તુર્કેસ્તાન (શિનજિયાંગ)ના અલ્પસંખ્યક પ્રાંતો સાથે જે કર્યું છે તેને જોઈએ તો સત્ય સામે આવશે. જિનપિંગ અને પોલિત બ્યુરોની સ્થાયી સમિતિ જાતિય અલ્પસંખ્યકો વચ્ચે ચાર ઓળખની આવશ્યકતા પર બળ આપી રહી છે જે માતૃભૂમિ સાથે ઓળખ, ચીની રાષ્ટ્ર, ચીની સંસ્કૃતિ અને ચીની વિશેષતાઓની સાથે સમાજવાદી સડક બનાવવાની છે. 


જિનપિંગના શાસનમાં જાતીય અને ધાર્મિક સંસ્કૃતિઓને ખતમ કરતા તિબ્બત અને પૂર્વ તુર્કીસ્તાનની જનસાંખ્યિકી બાદ અનેક ફાસ્ટ ટ્રેક પહેલ શરૂ કરવામાં આવી હતી. 28-29 મે, 2014ના રોજ બેઈજિંગમાં આયોજિત બીજી ઝિંજિંયાંગ વર્ક ફોરમ બાદ 300થી વધુ શીર્ષ પાર્ટીના પદાધિકારીઓ અને સમગ્ર પોલીત બ્યુરોએ તેમા ભાગ લીધો હતો. અલ્પસંખ્યક બહુમતીવાળા વિસ્તારોમાં પાર્ટી સંરચનાને મજબુત કરવા અને અન્ય ઉપાયો ઉપરાંત અંતરૃક્ષેત્રીય પ્રવાસમાં ઝડપ લાવવાનો નિર્ણય લેવાયો. 


તે વર્ષે પૂર્વ તુર્કીસ્તાનમાં ક્યેમો કાઉન્ટી અને અન્ય સામાજિક સુરક્ષા લાભોની સાથે, આંતરિક જાતીય જોડાઓને 10,000 આરએમબી પ્રતિ વર્ષની રજૂઆત કરીને આંતર જાતીય વિવાહને પ્રોત્સાહન આપવા માટે એક નીતિ લાવવામાં આવી. આ પગલું વિસ્તારની અનોખી સંસ્કૃતિ અને ઓળખ પર હુમલો કરવાનો પ્રયત્ન છે. આ અલ્પસંખ્યક પ્રાંતો પર અધિકૃત નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે, તેને તિબ્બત અને પૂર્વ તુર્કીસ્તાનમાં હાનની વસ્તી વધારવામાં આવી રહી છે. તિબ્બતમાં હાનને એ રીતે વસાવવામાં આવ્યાં છે કે હવે તેમણે બૌદ્ધોને પાછળ છોડ્યા છે. એ જ રીતે હાન સમુદાય વસ્તીની રીતે હવે ખાસ કરીને સરહદી વિસ્તારોમાં પૂર્વ તુર્કીસ્તાનમાં ઉઈગરો અને તુર્ક સમુદાયોને પાછળ છોડી રહ્યાં છે. 
જિનપિંગની તાજપોશી બાદ માનવાધિકાર ભંગના કેસ પણ વધી રહ્યાં છે. જ્યાં 2009ની હિંસામાં 197 લોકો માર્યા ગયાં અને 2013 તથા 2014માં મોતની સંખ્યા ક્રમશ 110 અને 308 હતી. સપ્ટેમ્બર 2015માં અક્સૂ વિસ્તારમાં થયેલા હુમલામાં લગભગ 50 જેટલા લોકોના મોત થયા હતાં. એ જ રીતે તિબ્બતી બૌદ્ધો દ્વારા આત્મ હનનના 129થી વધુ કેસ 2011 બાદ પ્રકાશમાં આવ્યાં અને અનેક ધાર્મિક નેતાઓને મનમાની રીતે અટકાયતમાં લેવાયા છે. 


અસંતુષ્ટોને દબાવવા માટે ચીને મોટા પાયે નિગરાણી ટેક્નિકોની તૈનાતી પર ભરોસો કર્યો છે. બંને પ્રદેશોમાં નાગરિકોને એક નિગરાણી એપ જિંગવાંવેશી સ્થાપિત કરવા માટે મજબૂર કરાય છે. જે તેમના વાસ્તવિક સમયમાં ટ્રેક અને મોનિટરિંગ કરે છે. ટ્રેકિંગ ઉપરાંત તે રોજગારની સ્થિતિ ઉપર પણ નજર રાખે છે. ટ્રાન્સપોર્ટનો ઉપયોગ, ધાર્મિક સ્થાનોની મુલાકાતની વિગતો. ચીને પોતાના કુખ્યાત ચહેરના ઓળખ ટેક્નોલોજીને લાગુ કરવા માટે પૂર્વ તુર્કેસ્તાનનો પણ ઉપયોગ કર્યો છે. 


પૂર્વ તુર્કીસ્તાનમાં ઈસ્લામિક સમુદાયો વચ્ચે અસંતોષ પાછળ ચીનના અરબાઈઝેનની પ્રક્રિયાને મનાય છે. ઈસ્લામી રીતી રિવાજો જેમ કે હજ અને મદરેસા શિક્ષણને અતિવાદ તરીકે ઓળખવામાં આવવા લાગ્યાં. 1980ના દાયકામાં મુસ્લિમ નરસંહારની પહેલી લહેર ચાલી, જેમા ઈસ્લામી નેતાઓ અને પ્રચારકોની ઓળખ થઈ. તેમને નિશાન બનાવવામાં આવ્યાં અને ઘાતક રમખાણોમાં તેમની હત્યા કરી દેવાઈ. મુસલમાનોની હત્યા 2009માં ફરીથી વધી ગઈ જે તમામ ધાર્મિક નેતાઓને ખતમ કરતા આજે પણ ચાલુ છે. 


અલ્પસંખ્યકોને ન તો માત્ર ધાર્મિક રીતે હાશિયા પર રખાયા છે પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક રીતે પણ અલગ રખાયા છે. સમગ્ર કમ્યુનિસ્ટ રાષ્ટ્રમાં ઉઈગર સમુદાયને એક અલગ થલગ કરી દેવાયો છે. પૂર્વ તુર્કીસ્તાની હાન હોટલોમાં ઉઈગરોને રહેવા કે ખાવા માટે મંજૂરી નથી. હાલમાં જ સરકારે એક અધિસૂચના જારી કરતા ઉઈગર બાળકો માટે 29 નામ પર પ્રતિબંધ રાખ્યા છે. જેમને મોટાભાગે ઈસ્લામી કે બિનચીની ગણાતા હતાં. ઉઈગર ઓળખને ખતમ કરવા માટેના આવા જ એક અન્ય પ્રયત્નમાં સરકારે સાર્વજનિક સ્થાનો પર બુરખા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેનાથી સમજી શકાય છે કે હાન જેવા પ્રમુખ સમુદાયોના પ્રતિકો સંબંધિત અને પાર્ટીની વિચારધારા અનુરૂપ સ્થાનિક દેશભક્તિ, અને સંસ્થાગત રીતે સ્વીકાર્ય તમામ ચીજો છે. બાકી બધા બહારના, દેશદ્રોહી અને સંસ્થાગત રીતે પ્રતિબંધને પાત્ર છે. 


તિબ્બતમાં દેશભક્ત ધાર્મિક વિદ્યાલયોમાં પ્રશિક્ષુ અને બંદીઓએ પરમ પાવન દલાઈ લામાની નિંદા કરી અને ચીની સરકારને માન્યતા આપતા પંચેન લામાને તિબ્બતના સાચા ધાર્મિક નેતા નિયુક્ત કર્યાં. તેના અનેક ઉદાહરણ છે. જ્યાં બૌદ્ધ ભિક્ષુઓની તસવીરોને કચડી નાખવામાં આવી અને દલાઈ લામાની તસવીરોને પગ નીચે રાખવામાં આવી. લોકોનું માનવું છે કે તિબ્બતીઓ દ્વારા આત્મદાહના અનેક કેસ શિક્ષણની આવી દમનકારી મોડલના લાગુ થવાનું પરિણામ છે. 


અસંતુષ્ટ અને અશાંતિનો સામનો કરવા માટે ચીન ઝડપથી પોતાના આંતરિક સુરક્ષા બજેટમાં વધારો કરી રહ્યું છે. તેણે 2011માં પોતાની રાષ્ટ્રીય સુરક્ષા બજેટ પાર કરી લીધુ હતું. બાદમાં પણ વર્ષો સુધી આ પ્રવૃત્તિ ચાલુ રહી. 2009માં ઉર્મગી રમખાણોના કારણે સાર્વજનિક સુરક્ષા તંત્ર માટે બજેટ 1.54 બિલિયન આરએમબીથી 2.89 સુધી આરએમબીમાં વધારાયું. જે 90 ટકાના ભારે વૃદ્ધિને દર્શાવે છે. આ ઉપરાંત એક્સયુએઆર સરકારે 2014માં પોતાના સાર્વજનિક સુરક્ષા બ્યુરોના બજેટને બે મિલિયન આરએમબી સુધી વધારી દીધુ.


પૂર્વ તુર્કેસ્તાનમાં 30 ટકાથી વધુ કાચુ તેલ અને ચીનના 40 ટકાથી વધુ કોલસાના ભંડાર છે. જેનો ચીની સરકાર દ્વારા પોતાની અર્થવ્યવસ્થાના લાભ માટે ખુબ દોહન કરાયુ છે. પ્રાંતમાં અસ્થિરતાનું કોઈ પણ રૂપ આ પ્રકારના શોષણમાં વિધ્ન બનશે. પરિણામે 2009ના વિરોધી ઉઈગર પ્રોગ્રામ બાદ, ચીને પૂંજીને સંક્રમિત કરવાનું શરૂ કર્યું અને પૂર્વ તુર્કેસ્તાનમાં કોર્પોરેટ સુધારાની એક શ્રેણી શરૂ કરી. તે કાશગર પાસે અને અલતાવ તથા કોગ્રાસના સરહદી વિસ્તારોમાં એસઈઝેડની સ્થાપના જેવા પ્રોજેક્ટોની સાથે પણ આવ્યું. સરહદી વિસ્તારો સાથે ચીની સ્થિતિને મજબુત કરવા માટે આ સંભવત વધારાના પ્રયત્નો હતાં. એક પથ્થરથી બે પક્ષીઓને મારવાની આ શાનદાર રીત છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube