હોંગ કોંગ : તાઇવાનને પોતાનાં દેશમાં સમાવી લેવાની ઇચ્છા ધરાવતું ચીન હવે નવો પેંતરો અજમાવી રહ્યું છે. તેમાં ચીન દ્વારા તાઇવાનને વિશ્વથી વેગળું પાડી દેવાની રણનીતિ અપનાવાઇ રહી છે. જો કે તાઇવાન ચીનની મંશા ઓળખીને એશિયાનાં અન્ય શક્તિશાલી દેશો સાથે મજબુત સંબંધો બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. તેમાં તાઇવાને ચીન અને જાપાન સાથે સાથે ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર તરફ મીટ માંડી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી ચીન તાઇવાનનાં કેટલાક નજીકનાં મિત્ર દેશોને અલગ અલગ લાલચ આપીને તેનાથી દુર કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. એટલું જ નતી તેણે તાઇવાનની આસપાસ પોતાની સૈન્ય એક્ટિવિટી પણ વધારી છે. ચીને ગત્ત સમયમાં લેટિન અમેરિકન અલ સલ્વાડોરને પોતાની તરફ આકર્ષ્યું હતું. તે અગાઉ મે મહિનામાં કેરેબિયન દેશ ડોમનિકન ગણરાજ્ય અને પનામાએ તાઇવાનનો સાથ છોડીને ચીનને નવો દોસ્ત બનાવ્યો હતો. હાલ તાઇવાન માત્ર 17 દેશો સાથે જ રાજદ્વારી સંબંધો છે જેમાં 6 તો માત્ર દ્વીપ દેશો છે. 

એશિયાનાં મજબૂત કરવા અંગે તાઇવાનના અધિકારીઓએ કહ્યું કે, તાઇવાન પોતાનાં જુના મિત્રોને એક નથી રાખી રહ્યું, આ કારણે ક્ષેત્રની મોટી શક્તિઓ સાથે રણનીતિક સંબંધ મજબુત કરવામાં આવી રહ્યા છે. 

બીજી તરફ તાઇવાન ભારત સાથે પોતાના સંબંધોને મજબુત કરવા અંગે ફોકસ કરી રહ્યું છે. સમાચારો અનુસાર ભારતીય મિલિટરી અધિકારીઓને પણ અધિકારીક પાસપોર્ટના બદલે સામાન્ય પાસપોર્ટ પર તાઇપે આવન-જાવન કરી રહ્યા છે. ભારતને આશા છે કે તાઇવાન ચીની ગતિવિધિઓ, તેની સેનાની હાજરી ક્યાં છે અને તેના હથિયારો અંગે માહિતી આપે. તાઇવાનના અધિકારીઓએ પોતાનાં સબમરીન પ્રોગ્રામમાં જાપાની નિષ્ણાંતોને પણ સમાવિષ્ટ કર્યા છે. 

સિંગાપુર તો પહેલા જ ઇશારામાં તાઇવાનને કહી ચુક્યું છે કે તે પોતાની સેના તાઇવાનમાં રાખવા માંગે છે. સિંગાપુર આ કાર્યવાહી ચીનની નારાજગી છતા પણ કરવા ઇચ્છે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા જેના અમેરિકા સાથે પણ ઘણા સારા સંબંધ છે તે હાલ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જો કે તે પણ તાઇવાત તરફ ઝુકી રહ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, તાઇવાન આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલા પણ ઘણી વખત ચીનની વિરુદ્ધ બોલી ચુક્યું છે. આ વર્ષ જુલાઇનમાં તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઇ ઇંગ વેને ચીનની લોકશાહીને વૈશ્વિક ખતરો ગણાવ્યા હતો. સાથે પોતાની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચીન પર દબાણ કરવા માટેની અપીલ કરી હતી.