પૂર્વ તાઇવાનમાં ભયાનક ટ્રેન અકસ્માત, 41 લોકોનાં મોત; ડઝનબંધ મુસાફરો ઘાયલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રેનમાં 350 મુસાફરો હતા. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વીપિંગ ફેસ્ટિવલના પહેલા દિવસે બન્યો હતો. અહેવાલો અનુસાર, એક ટ્રક પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નીચે પડ્યો હતો
તાઈપે: તાઈવાનના પૂર્વી તટની નજીક એક ટ્રેન આંશિક રીતે પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 41 યાત્રિઓના મોત થયા છે અને ડઝરબંધ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે.
ટ્રેનમાં સવાર હતા 350 યાત્રી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રેનમાં 350 મુસાફરો હતા. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વીપિંગ ફેસ્ટિવલના પહેલા દિવસે બન્યો હતો. અહેવાલો અનુસાર, એક ટ્રક પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નીચે પડ્યો હતો અને ટનલમાંથી બહાર આવી રહેલી ટ્રેન અહીં તેની સાથે ટકરાઈ હતી. મોટાભાગની ટ્રેન હજી પણ ટનલમાં ફસાયેલી છે, જેના કારણે મુસાફરોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. મુસાફરોને સલામત સ્થળે પહોંચવા માટે દરવાજા, બારી અને છત ઉપર ચઢવાની ફરજ પડી રહી છે.
આ પણ વાંચો:- 24 કલાકમાં ઈમરાન સરકારનો યૂ-ટર્ન, ભારતમાંથી ખાંડ-કપાસ આયાત કરવાનો નિર્ણય લીધો પરત
5 ડબ્બાને સૌથી વધારે નુકસાન
આ અકસ્માત શુક્રવારના સરકારી રજાના દિવસે તોરોકો જ્યોર્જ દર્શનીય ક્ષેત્ર પાસે સવારે 9 વાગ્યાની આસપાસ થયો. હુઆલિયન કાઉન્ટી બચાવ વિભાગના જણાવ્યા અનુસાર, ટ્રેન ટનલમાંથી બહાર નીકળતાંની સાથે જ ટ્રક ઉપરથી નીચ પડ્યો જેના કારણે શરૂઆતના પાંચ કોચને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું. આ અકસ્માતમાં એક ડબ્બાનો અંદરના ભાગ સંપૂર્ણ નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો:- કોરોનાકાળમાં એક વાયરલ Video થી દુનિયા હચમચી, આ બે દેશ વચ્ચે યુદ્ધના ભણકારા
સત્તાવાર સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની વેબસાઇટ પર, ઘટના સ્થળે હાજર લોકોએ આ તસવીરો પોસ્ટ કરી હતી. તે જ સમયે, ટીવી ફૂટેજમાં, લોકો ટનલના પ્રવેશદ્વારની બહાર ટ્રેનના ડબ્બાના ખુલ્લા ગેટ પર ચઢતા જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube