Viral Video કોરોનાકાળમાં એક વાયરલ વીડિયોથી દુનિયા હચમચી ગઈ, આ બે દેશ વચ્ચે યુદ્ધના ભણકારા
Viral Video એક વીડિયો વાયરલ થયો છે જેનાથી યુદ્ધની આશંકા પ્રબળ થઈ રહી છે. અમેરિકા આ સ્થિતિ પર ખુબ ચિંતિત છે.
Trending Photos
મોસ્કો: કોરોના (Corona) સંક્ટ વચ્ચે શું દુનિયાએ યુદ્ધનો પણ સામનો કરવો પડશે? આ સવાલ એટલા માટે ઊભો થયો છે કારણ કે રશિયા (Russia) ની સેનાના એક વીડિયોએ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. જેમાં તે યુક્રેનની સરહદ તરફ આગળ વધતી જોવા મળી રહી છે. રશિયાની સેનાની બખ્તરબંધ ગાડીઓ, ટેન્ક અને અન્ય સૈન્ય સામગ્રીથી લદાયેલા વાહન યુક્રેનની સરહદ તરફ આગળ વધી રહ્યા છે. સેનાની મૂવમેન્ટ એટલી વધારે છે કે દુનિયા યુદ્ધ (War) ની આશંકાથી હચમચી ગઈ છે. ટ્રેનોને પણ સેનાના કામે લગાવવામાં આવી છે. આ મૂવમેન્ટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રશિયાના તેવરથી અમેરિકા ચિંતિત
રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ ખુબ વધી ગયો છે. હાલમાં જ અમેરિકા (America) થી સૈન્ય હથિયારોથી લદાયેલું એક કાર્ગો શિપ યુક્રેન પહોચ્યું. જેના પર રશિયાએ આકરી આપત્તિ જતાવી હતી. રશિયા પહેલેથી જ યુક્રેન અને અમેરિકા વચ્ચે વધતી નીકટતાથી ચીડાયેલું છે. આ બાજુ અમેરિકી અધિકારીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે મોસ્કોની વધતી નારાજગીથી બંને દેશો વચ્ચે યુદ્ધનું નવું જોખમ પેદા થઈ શકે છે.
#RUSSIA: Train spotted carrying a large amount of military vehicles and equipment. At the time of filming it was between Dvubratskiy and Ust-Labinsk Station near Krasnodar. By car, around 5 hours from #Crimea. pic.twitter.com/i0zDWUmc6d
— Mikhail D. (@Eire_QC) March 30, 2021
અમેરિકા જાણકારી ભેગી કરી રહ્યું છે
નવભારત ટાઈમ્સના રિપોર્ટ મુજબ હજુ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે યુક્રેનની સરહદે રશિયન સૈનિકોનો જમાવડો ક્યારથી શરૂ થયો. પરંતુ મોટાભાગે વાયરલ વીડિયોને 27 માર્ચ બાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રશિયન વાયુસેનાના અનેક ફાઈટર વિમાનો પણ તે વિસ્તારમાં પોતાનું પેટ્રોલિંગ વધારી રહ્યા છે. અમેરિકી સૈન્ય પ્રતિષ્ઠાન પેન્ટાગનના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે અમે આ ભારી સૈન્ય મૂવમેન્ટને લઈને રશિયા પાસેથી જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ.
યુક્રેન પ્રત્યે રશિયાની આક્રમક નીતિ
અમેરિકી સેનાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ માર્ક મિલેએ પોતાના રશિયન સમકક્ષ જનરલ વાલેરી ગેરાસિમોવ પાસે 31 માર્ચના રોજ સૈન્ય મૂવમેન્ટ અંગે જાણકારી માંગી હતી. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી કે રશિયાએ અમેરિકી જનરલના આ સવાલનો જવાબ શું આપ્યો. અમેરિકી સેનાના જનરલે યુક્રેનની સેનાના કમાન્ડર ઈન ચીફ રુસલાન ખોમચ સાથે પણ વાત કરી છે. અત્રે જણાવવાનું કે રુસલાન ખોમચે 30 માર્ચના રોજ યુક્રેનની સંસદમાં કહ્યું હતું કે રશિયન સંઘ અમારા દશ પ્રત્યે આક્રમક નીતિ ચાલુ રાખી રહ્યા છે. રશિયાએ ઓછામાં ઓછા 25 વધારાના ટેક્ટિક ગ્રુપને બોર્ડર વિસ્તારમાં તૈનાત કર્યા છે. આ બધા યુક્રેનની સરહદ પર પહેલેથી તૈનાત રશિયન સૈનિકો ઉપરાંત છે.
આર્મીના અનેક યુનિટ તૈનાત
યુક્રેનના કમાન્ડર ઈન ચીફે એમ પણ કહ્યું કે વર્તમાનમાં રશિયાએ ક્રીમિયામાં લગભગ 32,700 સૈન્યકર્મી તૈનાત કરાયેલા છે. 2014માં ક્રીમિયાને જીત્યા બાદથી રશિયાએ આ વિસ્તારમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિને મજબૂત કરી છે. એક રિપોર્ટ મુજબ રશિયાએ આ સમગ્ર વિસ્તારને એન્ટી શિપ ક્રૂઝ મિસાઈલ અને સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલ બેટરિયોથી લેસ કરાયેલો છે. રશિયા પૂર્વ યુક્રેનના વિસ્તારોમાં 28,000 હથિયારબંધ યુવકોને પણ તૈનાત કરેલા છે. આ લોકોને ડોનબાસ તરીકે ઓળખવામાં આવે છે. 2015થી યુક્રેની સરકાર વિરુદ્ધ તેમણે સશસ્ત્ર જંગ છેડેલી છે. જો કે ક્રેમલિને તેની ના પાડી છે. પરંતુ એ વાતના પુરતા પુરાવા છે કે યુક્રેનની જમીન પર હજુ પણ રશિયાની સેનાના અનેક યુનિટ હાજર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે