પોસ્ટર્સથી દાઝેલા ચીને ભારતને ધમકી આપી, આ `મિત્ર` દેશે ડ્રેગનને આપ્યો જડબાતોડ જવાબ
દિલ્હીમાં ચીનના દૂતાવાસ પાસે રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપના નેતાએ તાઈવાનના સમર્થનમાં જે પોસ્ટર્સ લગાવ્યા તેનાથી ચીનને મરચા લાગી ગયા અને તેણે ભારતને ધમકી આપી કે આગ સાથે રમત ન કરો. જેનો જવાબ ટચૂકડા તાઈવાને આપ્યો અને કહ્યું કે નરકમાં જાઓ, અમને પરવા નથી, ભારત અમારો મિત્ર છે અને સદા રહેશે!
નવી દિલ્હી: દિલ્હીમાં ચીનના દૂતાવાસ પાસે રાષ્ટ્રવાદી પાર્ટી ભાજપના નેતાએ તાઈવાનના સમર્થનમાં જે પોસ્ટર્સ લગાવ્યા તેનાથી ચીનને મરચા લાગી ગયા અને તેણે ભારતને ધમકી આપી કે આગ સાથે રમત ન કરો. જેનો જવાબ ટચૂકડા તાઈવાને આપ્યો અને કહ્યું કે નરકમાં જાઓ, અમને પરવા નથી, ભારત અમારો મિત્ર છે અને સદા રહેશે!
ચીનની ત્રણ વાત સ્પષ્ટ છે
આખી દુનિયા ચીનની નાપાક હરકતો જોઈ રહી છે. એક બાજુ તો તે ભારતની સરહદ પર સેના મોકલીને યુદ્ધ માટે આતુર છે જ્યારે બીજી બાજુ પોતાના પાડોશી તાઈવાનને પણ પચાવી પાડવા માંગે છે. તેનાથી ત્રણ વાત સ્પષ્ટ થાય છે. એક એ કે ચીનને પોતાની શક્તિ પર વધુ પડતો વિશ્વાસ છે. બીજી વાત- ચીન યુદ્ધ માટે મરી પડે છે. ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે કે દુનિયાએ હવે એ સમજી લેવું જોઈએ કે ચીન વિસ્તારવાદનું પોતાનું સપનું પૂરું કરવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
તાઇવાન પોસ્ટરઃ ગ્લોબલ ટાઇમ્સે આપી ધમકી, આગ સાથે રમી રહી છે BJP, મૂર્ખા જેવો વ્યવહાર છોડે
તાઈવાનને હડપવા માંગે છે ચીન
ચીન તાઈવાન પર ઘણા સમયથી દાવો ઠોકે છે. તે સતત કહી રહ્યું છે કે વન ચાઈના પોલીસી હેઠળ તાઈવાન કોઈ અલગ દેશ નથી પરંતુ ચીનનો જ ભાગ છે જેના પર ચીનનો કબજો છે. જેનાથી અલગ તાઈવન સતત ચીનની આ ધમકીઓનો વિરોધ કરે છે અને ચીનની આવી ધમકીઓના કારણે તે પોતે પણ યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર થઈને બેઠું છે. ચીન તાઈવાનને પચાવી પાડવા માટે એટલું અધીર્યું બન્યું છે કે કોઈ પણ દેશ જો તાઈવાન સાથે મિત્રતા બતાવે તો તે તેને ધમકાવવામાં કોઈ કસર બાકી રાખતું નથી.
ચીન વિરૂદ્ધ અમેરિકાની વધુ એક કાર્યવાહી, 5 મોટી કંપનીઓ પર લગાવ્યો બેન
ભારતને પહેલાં પણ આપી હતી ચેતવણી
ચીને પરોક્ષ-અપરોક્ષ રીતે પહેલા પણ તાઈવાન સાથે કોઈ સંબંધ ન રાખવાની વાત કરીને ધમકાવવાની કોશિશ કરી હતી પરંતુ ભારત ક્યારેય ચીનના દબાણમાં આવ્યું નથી કે આવશે પણ નહીં. ભારતે તાઈવાન સાથે પોતાના મૈત્રી સંબંધ ચાલુ રાખ્યા છે. 10 ઓક્ટોબર તાઈવનનો નેશનલ ડે હતો અને તાઈવાને આ રાષ્ટ્રીય ઉત્સવમાં સામેલ થવા માટે ભારતીયોનો આભાર પણ વ્યક્ત કર્યો. એટલું જ નહીં તાઈવાનના વિદેશ મંત્રાલયે એકવાર ફરીથી ચીનને સ્પષ્ટ સંકેત આપીને કહી દીધુ કે નરકમાં જાઓ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube