62 દિવસથી કોમામાં હતો યુવક, આ 2 શબ્દ સાંભળીને હ્રદયના ધબકારા વધી ગયા...ભાનમાં આવી ગયો
તાઈવાનમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક છેલ્લા 62 દિવસથી કોમામાં હતો. ડોક્ટરોની તમામ કોશિશો છતાં આ યુવક હોશમાં નહતો આવતો. પરંતુ આ બધા વચ્ચે તેના ભાઈએ અચાનક જ તે યુવકની ફેવરિટ ડિશનું નામ શું લીધું કે યુવક ફટાક દઈને હોશમાં આવી ગયો.
તાઈપે: તાઈવાન (Taiwan)માં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક છેલ્લા 62 દિવસથી કોમામાં હતો. ડોક્ટરોની તમામ કોશિશો છતાં આ યુવક હોશમાં નહતો આવતો. પરંતુ આ બધા વચ્ચે તેના ભાઈએ અચાનક જ તે યુવકની ફેવરિટ ડિશ ચિકન ફિલેટ (Chicken Fillet)નું નામ શું લીધું કે યુવક ફટાક દઈને હોશમાં આવી ગયો. આ યુવકનું નામ ચિયૂ (18) હોવાનું કહેવાય છે. યુવક હોશમાં આવ્યો તે બધા માટે આશ્ચર્યથી જરાય કમ નથી.
કઈંક મોટું થવાની તૈયારી છે અમેરિકામાં? જીદ પર અડેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે કર્યો આ દાવો
જુલાઈ મહિનામાં હસિંચૂ કાઉન્ટીમાં રહેતો આ ચિયૂ રોડ અકસ્માતનો ભોગ બન્યો હતો. ઘટના સમયે તે પોતાનું સ્કૂટર ચલાવતો હતો. આ અકસ્માતના કારણે તેના શરીર પર અનેક ગંભીર ઈજાઓ થઈ. તેને તત્કાળ હોસ્પિટલ લઈ જવાયો. તોન યેન જનરલ હોસ્પિટલના આઈસીયૂના ડાઈરેક્ટર ત્સૂંગ હસીને કહ્યું કે ચિયૂના કિડની, લિવર સહિત શરીરના અનેક અંગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
કોરોના સામે લડત: WHO પ્રમુખે PM મોદીના પ્રયત્નોને બિરદાવ્યા, કહ્યું- 'નમસ્તે...'
હસીને જણાવ્યું હતું કે ચિયૂના પેટમાંથી ખુબ લોહી વહી રહ્યું હતું. ચિયૂની ગંભીર હાલત જોતા ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરી અને તેનો જીવ બચાવ્યો. પરંતુ તે કોમામાં જતો રહ્યો. હોસ્પિટલમાં ચિયૂના 6 ઓપરેશન થયા. તેમણે કહ્યું કે એકવાર તો મેડિકલ સ્ટાફે તેના શરીરના રિપેરની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમણે ચિયૂની મજબૂત ઈચ્છાશક્તિને તેના જીવિત રહેવામાં સૌથી મહત્વની ગણાવી.
ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પના પરિવારમાં પડ્યા બે ફાડા!, પુત્રી-જમાઈ, પત્ની મેલાનિયા ઈચ્છે છે કે...
એક નર્સે જણાવ્યું કે ચિયૂ જિદગી અને મોત સામે ઝઝૂમી રહ્યો હતો ને તેના પરિવારના સભ્યો ઈશ્વરને તેનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. નર્સે જણાવ્યું કે ચિયૂના કોમાના 62માં દિવસે તેના ભાઈએ અચાનક મજાકમાં કહ્યું કે ભાઈ હું તારી ફેવરિટ ચિકન ફિલેટ ખાવા જઈ રહ્યો છું. આટલું સાંભળતા જ ચિયૂના હ્રદયના ધબકારા વધી ગયા અને તે આશ્ચર્યજનક રીતે હોશમાં આવવા લાગ્યો. તેના તમામ પ્રમુખ અંગોએ કામ કરવાનું શરૂ કરી દીધુ. ચિયૂ ત્યારબાદ સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube