તાઇવાનઃ હાલના સમયમાં અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ તાઈવાનની લીધી હતી મુલાકાત. આ મુલાકાત બાદ બંને દેશો વચ્ચે તણાવમાં વધારો થયો હતો. ચીનના વિદેશમંત્રી ઝાઈ શેંગે અમેરિકાને ધમકી આપતા કહ્યું હતું કે તેને આનું પરિણામ ભોગવવું પડશે. ચીન હવે ચૂપ નહીં બેસે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો તાઈવાનની કહાની 
તાઈવાન ચીનના દક્ષિણપૂર્વ તટથી 160 કિલોમીટર દૂર સ્થિત એક ટાપૂ છે. અને તેનો વિસ્તાર આશરે 35,980 વર્ગ કિલોમીટર છે. તાઈવાનની વસ્તી 2.36 કરોડ છે. અને તાઈવાનમાં મેન્ડરિન ચાઈનીઝ, મીન નાન ચાઈનીઝ અને હક્કા ભાષા બોલવામાં આવે છે.


ચીનમાં રાષ્ટ્રવાદી અને ડાબેરીઓ વચ્ચે 22 વર્ષ સુધી ગૃહયુદ્ધ ચાલ્યું હતું
1895માં જ્યારે કિંગ રાજવંશને જાપાને હરાવ્યું ત્યારે તેની સામે પણ બળવો ફાટી નીકળ્યો. આ બળવો 1911માં ક્રાંતિમાં ફેરવાઈ ગયો હતો. અને તેને શિન્હાઈ રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવતું હતું. અને આના પછી 1 જાન્યુઆરી 1912ના દિવસે ચીનનું નામ 'રિપબ્લિક ઓફ ચાઇના' રાખવામાં આવ્યું હતું.


1919માં સુન યાત-સેનને કુઓમિતાંગ નામની પાર્ટી બનાવી હતી. અને તે ફરીથી ચાઈનાને જોડવાનું કામ કરતી હતી. અને તે પાર્ટીએ યુરોપ પાસે પણ મદદ માગી હતી. ઓગસ્ટ 1927માં, સામ્યવાદી પક્ષે પણ રાષ્ટ્રવાદી સરકાર સામે બળવો શરૂ કર્યો હતો. અને આ આના લીધે 'રેડ આર્મી'નું ગઠન કરવામાં આવ્યું હતું.ડાબેરીઓ અને રાષ્ટ્રવાદીઓ વચ્ચેની આ લડાઈ 10 વર્ષ સુધી ચાલી હતી. આ સમય દરમિયાન ચીનમાં ત્રણ રાજધાનીઓની પણ રચના કરવામાં આવી હતી. અને તેમાંથી એક બેઈજિંગ કે જેને આંતરરાષ્ટ્રીય માન્યતા પણ મળી હતી. 


આ પણ વાંચોઃ તાઈવાન મુદ્દે ચીન-USA વચ્ચે યુદ્ધના ભણકારા!, આ 2 દેશે ડ્રેગનને જાહેર કર્યું સમર્થન

જાપાન સાથે બીજું યુદ્ધ
ચીનમાં રાષ્ટ્રવાદીઓ અને ડાબેરીઓ વચ્ચેની લડાઈ છેલ્લા તબક્કા પર હતી જ્યારે જાપાનની શાહી સેનાએ મંચુરિયા પર કબજો કર્યો હતો.  ચિયાંગ પહેલા સામ્યવાદીઓને તોડીને પોતાની પાર્ટીની સેનાને મજબૂત કરવા માંગતો હતો.ચિયાંગના આ નિર્ણયને બધાને નિરાશ કરી દીધા હતા. 12 ડિસેમ્બર 1936 ના રોજ, ચિયાંગનું અપહરણ કરવામાં આવ્યું હતું અને સામ્યવાદી પક્ષ સાથે બળજબરીથી વાટાઘાટો કરવામાં આવી હતી. 


1945માં બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો પરાજય થયો
ચીનમાં કુઓમિન્તાંગ અને સામ્યવાદી પક્ષ વચ્ચે ગૃહયુદ્ધ ચાલુ રહ્યું હતું. અને હવે લડાઈ ચીનના મુખ્ય વિસ્તાર પર કબજો કરવાની હતી. ચિયાંગ કાઈ-શેકની સરકારે ઉત્તર ચીનમાં સામ્યવાદી ગઢ પર તોફાન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ સામ્યવાદીઓની વ્યૂહરચના સામે તેની સેના નબળી પડી. 1 ઓક્ટોબર 1949ના દિવસે માઓ ઝેડોંગે બેઇજિંગમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના કરી હતી. ત્યાં સુધીમાં આશરે 20 લાખ કરતા વધુ લોકો તાઈવાન નાસીને આવી ગયા હતા. બંને દેશો વચ્ચે લગભગ 20 વર્ષથી કોઈ સંપર્ક, વેપાર કે રાજદ્વારી સંબંધો નહોતા.અમેરિકાએ પણ તાઈવાનને ચીનની વાસ્તવિક સરકાર તરીકે માન્યતા આપી.તાઈવાન સરકારને પણ સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ 1970ના દાયકામાં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીને વાસ્તવિક ચીની સરકાર માનવામાં આવતી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube