Taliban ના એક દાવાથી આખી દુનિયા ચોંકી ગઈ, આ શક્તિશાળી દેશ ચીન-રશિયાની જેમ તાલિબાનના પડખે બેસી ગયો?
તાલિબાને (Taliban) મોટો દાવો કર્યો છે.
કાબુલ: તાલિબાને (Taliban) મોટો દાવો કર્યો છે. તાલિબાને કહ્યું કે જર્મની તેને માનવીય આધાર પર આર્થિક મદદ આપવા માટે તૈયાર છે. તાલિબાનનું કહેવું છે કે તેના ટોચના નેતાઓ અને અફઘાનિસ્તાનમાં જર્મન રાજદૂત વચ્ચે થયેલી મુલાકાતમાં આ અંગે સહમતિ બની છે. આતંકી સંગઠને કહ્યું કે જર્મની અફઘાનિસ્તાનને અપાનારી સેકડો મિલિયન યુરોની માનવીય સહાયતા ચાલુ રાખશે અને એટલું જ નહીં તેમાં વધારો પણ કરશે.
19 ઓગસ્ટે થઈ હતી બેઠક
તાલિબાનના એક અધિકારીએ નિવેદન બહાર પાડીને કહ્યું કે 19 ઓગસ્ટના રોજ તાલિબાનના ટોચના નેતાઓમાંથી એક શેર મોહમ્મદ અબ્બાસ (Sher Muhammad Abbas) એ અફઘાનિસ્તાનમાં જર્મન રાજદૂત માર્ક્સ પોએટ્ઝલ (Marx Poetzel) સાથે મુલાકાત કરી. બેઠકમાં જર્મન રાજદૂતે વચન આપ્યું કે જર્મની અફઘાનિસ્તાનને માનવીય આધાર પર અપાતી આર્થિક સહાયતા ચાલુ રાખશે અને તેમા વધારો પણ કરશે.
ગણતરીના દિવસોમાં બદલાયું જર્મની
અહીં નોંધવા જેવી વાત એ છે કે કાબુલ પર તાલિબાની કબ્જા બાદ 17 ઓગસ્ટના રોજ જર્મનીએ જાહેરાત કરી હતી કે તે અફઘાનિસ્તાનને અપાતી તમામ મદદ રોકી રહ્યું છે. જર્મન રાષ્ટ્રપતિ ફ્રેંક વોલ્ટર સ્ટીમિટરે કહ્યું હતું કે કાબુલથી ભાગતા લોકોની તસવીરો પશ્ચિમી દેશો માટે શરમનો વિષય છે. આ એક માનવીય ત્રાસદી છે અને તેની જવાબદારી આપણે બધાએ લેવી પડશે. અત્રે જણાવવાનું કે અમેરિકા બાદ જર્મની બીજો એવો દેશ હતો જેના સૌથી વધુ સૈનિકો અફઘાનિસ્તાનમાં હતા.
Afghanistan સેના તાલિબાન સામે કેમ સરન્ડર થઈ ગઈ? 'ઘોસ્ટ સોલ્જર્સ' કારણભૂત? જાણો Inside Story
તાલિબાનના દાવા પર કોઈ પ્રતિક્રિયા નહીં
જર્મની મીડિયા મુજબ સરકાર તરફથી અફઘાનિસ્તાનને અપાતી તમામ નાણાકીય સહાય વર્ષ 2021માં 430 મિલિયન યુરો રહેવાનું અનુમાન છે. તાલિબાનના આ દાવા અંગે જોકે જર્મની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેનાથી એ સંકેત મળે છે કે જર્મની પણ ચીન, રશિયા અને પાકિસ્તાન જેવા દેશોની જેમ તાલિબાન શાસનને સ્વીકારવા માટે તૈયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube