કાબુલઃ અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય ઝંડાને લઈને ચાલી રહેલો વિવાદ આગળ વધી ગયો છે. અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર અસાદાબાદ શહેરમાં અફઘાન યુવાઓએ એક રેલીમાં જ્યારે પોતાના દેશનો સત્તાવાર ધ્વજ ફરકાવ્યો તો તાલિબાની ભડકી ઉઠ્યા હતા. તાલિબાનીઓએ જનતા પર ગોળીબાર કર્યો જેમાં અનેક લોકોના મોત થવાની માહિતી છે. છેલ્લા કેટલાક દિવસથી દેશના અલગ-અલગ શહેરોમાં ઝંડાને લઈને તાલિબાન અને અફઘાન જનતા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં તાલિબાની આતંકી અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે દેશના રાષ્ટ્રીય ઝંડાને બદલવા ઈચ્છે છે પરંતુ યુવાઓને તે મંજૂરી નથી. તાલિબાનના સફેદ ઝંડાને યુવાનોએ નકારી દીધો છે. તેનાથી બંને વચ્ચે અનેક શહેરોમાં ઘર્ષણ થયું છે. બુધવારે જલાલાબાદ શહેરમાં તાલિબાન અને અફઘાની જનતા વચ્ચે અથડામણ થઈ હતી. જલાલાબાદના નિવાસીઓએ એક મીનાર પર લાગેલા તાલિબાની ઝંડાને નીચે ઉતાર્યો અને તેની જગ્યાએ અફઘાનિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો. 


તાલિબાનને મોટું કરનાર અમેરિકા કેમ તાલિબાનો સામે જ મેદાન-એ-જંગમાં ઉતર્યું? જાણો રોચક કહાની


અફઘાનિસ્તાનમાં લોકતંત્ર નહીં, શરિયા કાયદાથી ચાલશે દેશ
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં અસદાબાદના સ્થાનીક લોકોને ઝંડો લઈને પ્રદર્શન કરતા જોઈ શકાય છે. દેશમાં તાલિબાન રાજ આવ્યા બાદ શાસનના જન વિરોધનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઝંડાને લઈને જલાલાબાદ શહેર વિરોધનું કેન્દ્ર બની ગયું છે. લોકો અફઘાનિસ્તાનના ઝંડાના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે. તાલિબાની ઝંડાને ઉતારી ફેંકી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube