કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનનો સકંજો કસ્યો તો રાષ્ટ્રપતિ સહિત ઘણા નેતા દેશ છોડીને જતા રહ્યા. અફઘાન પ્રાંતો પર સતત થઇ રહેલા કબજા બાદ સ્થિતિ ઝડપથી બગડે તો માનજો કે દેશના અવાજને જ તાલિબાન (Taliban) ના ખૌફમાં નાખી દીધો છે. અમેરિકા (US) 20 વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં રહ્યું  પરંતુ તેના દૂર થાયાના 10 દિવસ બાદ જ તાલિબાન ત્યાં પહોંચી ગયું જ્યાંથી ભાગ્યું હતું. અમેરિકન આર્મી હટતાં જ અફઘાનિસ્તાન આ  પ્રકારે વિખેરાઇ જશે, આ કલ્પના કોઇએ પણ કરી ન હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચર્ચામાં છે એક નામ
અમેરિકાની અપીલ પર થોડા વર્ષ પહેલાં પાકિસ્તાન (Pakistan) ની જેલમાંથી મુક્ત તાલિબાની કમાન્ડર અબ્દુલ ગની બરાદર (Abdul Gani Baradar) હાલ દુનિયાભરની ચર્ચામાં છે. બરાદર અફ્ઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વિજેતા તરીકે સામે આવ્યો છે. તે હાલ તાલિબાની રાજકારણનો ચીફ અને સંગઠનનો સૌથી મોટો પબ્લિક ફેસ છે. એવામાં ચિંતાની વાત તેનું તાજેતરનું નિવેદન છે જેમાં તેણે કહ્યું કે તાલિબાનની અસલી પરીક્ષા હવે શરૂ થઇ છે અને તેને દેશની સેવા કરવી છે. 

NRI યુવતિના રાક્ષસી પતિની સચ્ચાઇ સાંભળી લોહી ઉકળવા માંડશે, સેક્સ બાદ ટોર્ચ વડે ચેક કરતો હતો ગુપ્તાંગ


કોણ છે અબ્દુલ ગની બરાદર?
1968 માં ઉરૂજગાનમાં જન્મેલા બરાદરે વર્ષ 1980ના દાયકામાં સોવિયત સંઘ વિરૂદ્ધ અફઘાન મુજાહિદ્દીનમાં લડાઇ લડી હતી. વર્ષ 1992 માં રૂસિયોને બહાર નિકાળ્યા બાદ બીજા દેશમાં પ્રતિદ્વંદી જુથોના યુદ્ધની વચ્ચે બરાદરે પોતાના પૂર્વ કમાંડર બનેવી, મોહમંદ ઉમર સાથે કંઘારમાં એક મદરેસા સ્થાપિત કરી. તેને ફેબ્રુઆરી 2010 માં ધરપકડ કરવામાં આવી. બંનેએ મળીને તાલિબાનની સ્થાપના કરી, જે દેશના ધાર્મિક શુદ્ધિકરણ અને એક અમીરાતના નિર્માણ માટે સમર્પિત યુવા ઇસ્લામી વિદ્વાનોના નેતૃત્વમાં થયેલું એક આંદોલન હતું. 


તેને ફેબ્રુઆરી 2010 માં ધરપકડ કરવામાં આવી. બરાદરને પાકિસ્તાની શહેર કરાંચીથી અમેરિકા-પાકિસ્તાનના સંયુક્ત અભિયાનમાં પકડાઇ ગયા. વર્ષ 2012 ના અંત સુધી મુલ્લા બરાદર વિશે ખૂબ ઓછી ચર્ચા થાય છે. જોકે તેનું નામ તાલિબાન કેદીઓની યાદીમાં સૌથી ઉપર હતું, જેમણે શાંતિ વાર્તાને પ્રોત્સાહિત કરવા માટે અફઘાન મુક્ત કરવા માંગતું હતું. 

Video: કાબુલથી નિકળવા માટે વિમાનના ટાયર પર લટક્યા, હવામાં ઉડતા વિમાનમાંથી 3 મુસાફરો પટકતા મોત


ધ ગાર્ડિયનના એક રિપોર્ટ અનુસાર બરાદરને જીતના મુખ્ય રણનીતિકાર ગણાવવામાં આવ્યા છે. બરાદરે પાંચ વર્ષના તાલિબાની શાસનમાં સૈન્ય અને વહિવટીતંત્ર ભૂમિકાઓ ભજવી હતી. ત્યારે તેની પાસે ઉપ રક્ષા મંત્રીનો ચાર્જ પણ હતો. તાલિબાનના 20 વર્ષના નિર્વાસન દરમ્યિઆન, બરાદરે શક્તિશાળી સૈન્ય નેતા અને માઇક્રો પોલિટિકલ કંટ્રોલર હોવાનો વટ પ્રાપ્ત કર્યો. 


2018 માં સંભાળી વાતચીતની કમાન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2018માં અમેરિકી વલણ બદલાયું તો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના ખાસ અને અફઘાન દૂત, જાળમય ખલીલજાદે પાકિસ્તાનીઓ પાસેથી બરાદરને મુક્ત કરવા માટે કહ્યું, જેથી તે કતરમાં ચાલી રહેલી વાતચીતનું નેતૃત્વ કરી શકે. જોકે અમેરિકાને આ વાતનો વિશ્વાસ હતો કે બરાદર સત્તાની ભાગીદારી અથવા હસ્તાંતરણ બંને સ્થિતિઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube