ભારતની સાથે સકારાત્મક સંબંધ બનાવવા ઈચ્છે છેઃ તાલિબાન
તાલિબાન ભારતની સાથે સકારાત્મક સંબંધ બનાવવા ઈચ્છે છે. તેની પહેલા અમેરિકાના એક રાજદ્વારીએ ભારતનો પ્રવાસ કરીને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી અને કહ્યું હતું કે, ભારતે તાલિબાન સાથે વાર્તા કરવી જોઈએ.
કાબુલઃ તાલિબાનનું કહેવું છે કે તે ભારતની સાથે સકારાત્મક સંબંધ બનાવવા ઇચ્છુક છે અને અફઘાનિસ્તાનમાં નવી દિલ્હીના સહયોગનું સ્વાગત કરે છે. તાલિબાનના દોહા ઓફિસના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું કે, અમે અમારા રાષ્ટ્રીય હિત માટે પાડોસીઓની સાથે સકારાત્મક સંબંધ ઈચ્છીએ છીએ. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે હાલમાં અમેરિકાએ ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભારત તાલિબાન સાથે વાર્તા કરે.
ડીએનએના રિપોર્ટ પ્રમાણે શાહીને કહ્યું, 'અમે રાષ્ટ્રીય હિત અને પરસ્પર સન્માન માટે અમે ભારત સહિત અમારા પાડોસીઓની સાથે સકારાત્મક સંબંધ ઈચ્છીએ છીએ અને અફઘાનિસ્તાનનું ભવિષ્ય ફરીથી તૈયાર કરવામાં તેના સહયોગ અને યોગદાનનું સ્વાગત કરીએ છીએ.' તેમણે સાથે કહ્યું કે, તાલિબાનનું અભિયાન દેશની અંદર છે અને સરહદની બહાર તેની કોઈ પ્રકારની મહત્વકાંક્ષા નથી.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ જાલમય ખાલિજાદે પાછલા સપ્તાહે ભારતનો પ્રવાસ કર્યો હતો. આ 29 ફેબ્રુઆરીએ અમેરિતા-તાલિબાનની ડીલ બાદ થયો હતો. તેણે તેની જાણકારી ભારતને આપી હતી. પોતાના પ્રવાસ પર ખાલીજાદે વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાત કરી હતી.
100 વર્ષ પહેલા જોયો હતો સ્પેનિશ ફ્લૂ, Coronavirus Lockdownમાં કરી 116માં જન્મદિવસની ઉજવણી
મામલા સાથે જોડાયેલા સૂત્રએ કહ્યું, તે સ્પષ્ટ છે કે ભારતે આ પ્રક્રિયાનો ભાગ બનવું પડશે જો
આપણે અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયામાં પ્રભાવી રૂપે યોગદાન દેવા ઈચ્છીએ છીએ. સૂત્ર જણાવે છે કે આ આપાત બેઠક હતી જેમાં અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે ખાલિજાદ માત્ર થોડી કલાકો માટે ભારત આવ્યા હતા. તેથી તેના પ્રવાસનું મહત્વ સમજી શકાય છે. હકીકતમાં અમેરિકાને ડર છે કે અફઘાનિસ્તાનમાં અલગ-અલગ જુથો વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તા ગમે ત્યારે રોકાઇ શકે છે ત્યારે ત્યાં હિંસામાં વધારો આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર