Taliban ની ડેડલાઈનથી ડરી ગયું શક્તિશાળી અમેરિકા! હવે અફઘાનિસ્તાનમાં કરી રહ્યું છે આ કામ
એક બાજુ પંજશીરમાં તાલિબાન અને એન્ટી તાલિબાન ફોર્સ આમને સામને છે તો બીજી બાજુ તાલિબાને હવે અમેરિકાને પણ આંખો બતાવવાનું શરૂ કરી દીધુ છે. તાલિબાને અમેરિકાને અલ્ટીમેટમ આપી દીધુ છે.
કાબુલ: એક બાજુ પંજશીરમાં તાલિબાન અને એન્ટી તાલિબાન ફોર્સ આમને સામને છે તો બીજી બાજુ તાલિબાને હવે અમેરિકાને પણ આંખો બતાવવાનું શરૂ કરી દીધુ છે. તાલિબાને અમેરિકાને અલ્ટીમેટમ આપી દીધુ છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે 31 ઓગસ્ટની ડેડલાઈન નક્કી કરી છે. જો ત્યારબાદ પણ અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનમાં રોકાયા તો બની શકે કે તાલિબાન કોઈ જોખમી પગલું ભરી લે. તાલિબાનની બીજી પ્રેસ કોન્ફરન્સથી તો આ વાત જ નીકળીને સામે આવી છે.
તાલિબાનની અમેરિકાને ધમકી
તાલિબાને પ્રેસ કોન્ફરન્સ કરીને હાલાત સામાન્ય હોવાનો દાવો કરતા કહ્યું કે જલદી તેમની સરકાર બની જશે. આ સાથે જ તેણે કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનના લોકોને ભડકાવી રહ્યું છે અને તેમને દેશ છોડવા માટે પ્રેરિત કરી રહ્યું છે. તાલિબને દુનિયાના સંગઠનો પાસે સહયોગ માંગ્યો. તથા અમેરિકાને 31 ઓગસ્ટ સુધીમાં વાપસી કરી લેવાનું અલ્ટીમેટમ આપ્યું. પેન્ટાગને કહ્યું કે સુરક્ષા હાલાતને જોતા અમેરિકા તાલિબાન સાથે કોઓર્ડિનેટ કરી રહ્યું છે.
સરકાર બનાવવા તરફ તાલિબાન
અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ જોતા 31 ઓગસ્ટ 2021ની તારીખ ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. કારણ કે તાલબાન હવે અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર ઈચ્છે છે અને આ માટે તેણે ડગ પણ ભરવા માંડ્યા છે. તાલિબાની સરકારે મુલ્લા અબ્દુલ કય્યૂમ ઝાકિરને પોતાનું સૌથી મહત્વનું કામ સોંપ્યું છે. તેમના માથે અફઘાનિસ્તાનની હિફાઝતની જવાબદારી છે. મુલ્લા અબ્દુલ કય્યૂમ ઝાકિરને તાલિબાને અફઘાનિસ્તાનના નવા કાર્યવાહક રક્ષામંત્રી બનાવ્યા છે. એક સમયે ગ્વાંતમાઓની જેલમાં કેદી તરીકે રહી ચૂકેલા કય્યૂમ ઝાકિર હવે અફઘાનિસ્તાનની રક્ષાની જવાબદારી સંભાળશે.
31 ઓગસ્ટ વિશે અમેરિકા પણ ખુબ ગંભીર
અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા માટે તાલિબાન ખુબ બેચેન છે અને તેની આ બેચેની એ હદે વધી ગઈ છે કે તેણે અમેરિકાને સીધુ સીધુ અફઘાનિસ્તાન છોડવાનું અલ્ટીમેટમ આપી દીધુ. તાલિબાને એટલે સુધી કહી દીધુ કે 31 ઓગસ્ટ સુધીમાં જો અમેરિકી સેના પાછી નહીં ફરે તો તેના પરિણામ ખતરનાક રહેશે. 31 ઓગસ્ટની તારીખને લઈને અમેરિકા પણ ખુબ ગંભીર છે. હવે આ ગંભીરતા કઈ ખાસ વાતને લઈને છે તે કહી શકાય નહીં. પરંતુ અમેરિકા સતત એ કોશિશ કરી રહ્યું છે કે 31 ઓગસ્ટ પહેલા ત્યાંથી લોકોને બહાર કાઢવાનું કામ પૂરું થઈ જાય.
અમેરિકાએ યોજનામાં કોઈ ફેરફાર કર્યો નથી
પેન્ટાગને મંગળવારે કહ્યું કે મહિનાના અંત સુધીમાં અફઘાનિસ્તાન માટે રાષ્ટ્રપતિ જો બાઈડનની નિકાસીની સમય મર્યાદાને પૂરી કરવાની તેમની યોજનામાં અત્યાર સુધીમાં કોઈ ફેરફાર થયો નથી અને અમેરિકા ત્યાં સુધીમાં પોતાના સૈનિકોને પાછા બોલાવવાનો ઈરાદો ધરાવે છે. પેન્ટાગનના પ્રવક્તા જ્હોન કિર્બીએ કહ્યું કે પેન્ટાગનનું માનવું છે કે તેમની પાસે તે તમામ અમેરિકીઓને લાવવાની ક્ષમતા છે જે 31 ઓગસ્ટ સુધીમાં અફઘાનિસ્તાનથી બહાર જવાની ઈચ્છા ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube