અરુષા (તાન્ઝાનિયા): આખી દુનિયા વધતી વસ્તીથી પરેશાન છે. આ માટે અનેક પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. પરંતુ એક દેશ એવો છે જે ઈચ્છે છે કે તેમના દેશની વસ્તી વધે. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ જ્હોન પોમ્બે માગુફુલી આખી દુનિયા કરતા ઉલ્ટું વિચારી રહ્યાં છે. તેઓ કહેવા માંગે છે કે તેમના દેશની મહિલાઓ વસ્તી વધારે. ભલે તાન્ઝાનિયામાં મહિલાઓ વિરુદ્ધ હિંસા કોઈ નવી વાત નથી, અહીં મહિલાનું જીવન જીવતું જાગતું નરક જેવું છે. અનેક સંગઠનો આ દિશામાં કામ પણ કરી રહ્યાં છે પરંતુ તેમને પૂરતી સફળતા મળી નથી. આ સપ્ટેમ્બરમાં એક રેલીમાં તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તાન્ઝાનિયાની મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનું બંધ કરે. તેઓ તાન્ઝાનિયાની વસ્તી વધારવામાં મદદરૂપ થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની વસ્તી વધે તે માટે તાન્ઝાનિયાની સરકારે તમામ ફેમિલી પ્લાનિંગની જાહેરાતો પર રોક લગાવી છે. એટલું જ નહીં ટીવી અને રેડિયો પર ચાલતી જાહેરાતો ઉપર  પણ રોક છે. તાન્ઝાનિયામાં સેક્સ એજ્યુકેશનની ખુબ કમી છે. અનેક છોકરીઓ આ જ અજ્ઞાનતાના કારણે 15થી 16 વર્ષની ઉંમરે માતા બની રહી છે. 


તાન્ઝાનિયામાં એક તૃતિયાંશ યુવતીઓની વસ્તીમાં મોટાભાગની 15થી 19 વર્ષે માતા બની રહી છે. 37 ટકા છોકરીઓ 18 વર્ષ પહેલા જ પરણી જાય છે. અહીં લગ્ન પહેલા યુવતી સાથે સંબંધ બનાવનારા પુરુષ કે છોકરાને 30 વર્ષની જેલ થાય છે. પરંતુ છોકરીઓ તેમનું નામ જાહેર કરે તેના ઉપર પણ ભારે દબાણ હોય છે. અનેકવાર તો તેમની તે બદલ ધરપકડ પણ થાય ચે.