વોશિંગટનઃ અમેરિકા અને વિશ્વના ઈતિહાસમાં સૌથી ચર્ચિત કૌભાંડોમાંથી એક વોટરગેટ સ્કેન્ડલ બાદ રાષ્ટ્રપતિ પદ પરથી હટાવવામાં આવેલ રિચર્ડ નિક્સન એકવાર ફરી ચર્ચામાં છે. આ વખતે ભારત અને ભારતીય મહિલાઓ પર ખુબ વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને. રિચર્ડે 1971મા ભારતને ડરાવવા માટે બંગાળની ખાડીમાં પોતાના જહાજ મોકલ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા આપવામાં આવેલ નિવેદન સામે આવ્યું છે. એક ટેપમાં ખુલાસો થયો છે કે રિચર્ડે કહ્યુ હતુ કે, વિશ્વમાં સૌથી કદરૂપ દેખાડનારી મહિલાઓ ભારતીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હાઇટ હાઉસમાં બેઠક દરમિયાન ઓક્યું ઝેર
પ્રિન્સટનના એકેડમિક ગેરી બાસને નવુ મટીરિયલ મળ્યું છે. તેમના પ્રમાણે રિચર્ડે કહ્યુ હતુ કે ભારતની મહિલાઓ ખુબ ધૃણાસ્પદ છે અને ભારતના લોકો પ્રતિકૂળ છે. આ નિવેદન નિક્સન અને તેના તત્કાલીન સુરક્ષા સલાહકાર હેનરિ કિસિંગર અને વ્હાઇટ હાઉસ ઓફ ચીફ સ્ટાફ એચઆર હાલ્ડેમેન વચ્ચે જૂન 1971મા ઓવલ ઓફિસમાં થયેલી વાતચીત દરમિયાન આપવામાં આવ્યું હતું. રિચર્ડ નિક્સન રાષ્ટ્રપતિસ્તકાલય અને સંગ્રહાલયમાંથી સામગ્રી ડીક્લાસિફાઈ કરવા માટે કાયદાકીય મદદ લીધા બાદ બાસે આ ટેપ હાસિલ કરી છે. 


ભારતીયોને લઈને ભર્યું હતું ઝેર
આ દરમિયાન નિક્સને કહ્યુ હતુ- તેમાં કોઈ શંકા નથી કે દુનિયામાં સૌથી કદરૂપ દેખાતી મહિલાઓ ભારતીય છે. આ લોક સૌથી સેક્સલેસ છે. લોકો અશ્વેત આફ્રિકીઓ વિશે સવાલ કરે છે. ત્યાં ઓછામાં ઓછો જાનવરો જેવો તો ચાર્મ હોય છે, પરંતુ ભારત દમનીય છે. ભારતીયો વિરુદ્ધ નિક્સનનું આ ઝેર અહીં પૂરુ ન થયું. તેણે 4 નવેમ્બર 1971ના કિસિંગરને કહ્યુ- તે મને ટર્ન ઓફ કરી દે છે. તે બીજા લોકોને કઈ રીતે (સેક્શુઅલી) ટર્ન ઓન કરે છે?' 


તો 2020મા નહીં આવે કોવિડ-19ની વેક્સિન, WHOએ જણાવ્યું ક્યારે આવશે કોરોનાની રસી


નફરતની અસર નીતિઓ પર
ત્યારબાદ 12 નવેમ્બર, 1971ના ભારત-પાકિસ્તાન તણાવ પર ચર્ચા વચ્ચે તે કિસિગર અને ગૃહ સચિવ વિલિયમ રોજર્સને કહે છે- મને નથી ખ્યાલ કે તે બાળકો કઈ રીતે પેદા કરે છે. બાસનુ કહેવું છે કે આ ટેપથી ખ્યાલ આવે છે કે તે કાળમાં દક્ષિણ એશિયાને લઈને અમેરિકાની નીતિ પર નિક્સનની તે નફરતની કેટલી અસર રહી હશે. આ ટેપમાં કિસિંગરે ભલે નિક્સનના નિવેદનો સાથે સૂર ન પૂરાવ્યો હોય, તેઓ આ દરમિયાન બંગાળમાં ઉભી થયેલા સંકટ માટે ભારતને જવાબદાર ગણાવે છે. કિસિંગરે ભારતીયો અને તત્કાલીન ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઈને ટિપ્પણીઓ પર માફી પણ માગી હતી. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube