Britain કરી શકે છે નવા ટેક વિઝા સિસ્ટમની જાહેરાત, ભારતીયોને થશે ફાયદો
બ્રિટનમાં નાણાકીય ટેકનોલોજી ઉદ્યોગ (financial technology industry) ને પ્રોત્સાન આપવા માટે નાણામંત્રી ઋષિ સુનક માર્ચમાં પ્રસ્તુત થનારા પોતાના બજેટ પ્રસ્તાવમાં ટેક વિઝા સિસ્ટમની જાહેરાત કરી શકે છે.
લંડનઃ બ્રિટનમાં નાણાકીય ટેકનોલોજી ઉદ્યોગ (financial technology industry) ને પ્રોત્સાન આપવા માટે નાણામંત્રી ઋષિ સુનક માર્ચમાં પ્રસ્તુત થનારા પોતાના બજેટ પ્રસ્તાવમાં ટેક વિઝા સિસ્ટમની જાહેરાત કરી શકે છે. આ ફાસ્ટ ટ્રેક વિઝાથી સંબંધિત પ્રસ્તાવ માટે તેઓ આ દરમિયાન તૈયારી કરી રહ્યાં છે.
સુનક આવુ દુનિયાભરથી પ્રતિભાશાળી લોકોને આકર્ષિત કરવા માટે કરશે. તેઓ બ્રિટનમાં સ્ટાર્ટ અપ સ્થાપિત કરવા અને સાત અબજ પાઉન્ડ (71 હજાર કરોડ રૂપિયા) ના ફિનટેક સેક્ટરને ગતિ આપવા માટે કરશે. સ્ટાર્ટ અપની સ્થાપનાથી અર્થવ્યવસ્થાનો વિસ્તાર થશે અને નવા રોજગાર ઉભા થશે. ડેલી ટેલીગ્રાફ અનુસાર આ સિસ્ટમની હજુ વધુ જાણકારી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે આ 2020માં ગ્લોબલ ટેલેન્ટ વિઝા જેવા હશે. આ વિઝા સિસ્ટમ પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોને આકર્ષિત કરવા માટે બની હતી.
આ પણ વાંચોઃ જે ભાષામાં સપનાઓ અને વિચારો આવે છે તે તમારી માતૃભાષા
બ્રિટને ગ્લોબલ ટેલેન્ટ વિઝા યૂરોપીય યુનિયનથી અલગ થયા બાદ નવા આર્થિક પડકારોનો સામનો કરવા માટે કરી છે. તેના દ્વારા તેઓ દુનિયાની શ્રેષ્ઠ પ્રતિભાઓને બ્રિટન તરફ આકર્ષિત કરી તેની ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે અને તે તકનીકથી સંબંધિત બ્રિટન જે નવી પહલ કરશે તેનો મોટો ફાયદો ભારતને થશે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટોની દેશના મુખ્ય સ્થાનો પર કાર્ય કરવાની જાણકારી પ્રકાશમાં આવ્યા બાદ બ્રિટન પણ ઈચ્છે છે કે ભારતીય પ્રોફેશનલ વધુ સંખ્યામાં તેની સંસ્થાઓમાં કામ કરે.
સુનકે કહ્યુ કે, તેઓ ઈચ્છે છે કે બ્રિટન ફિનટેક ગ્લોબલ હબ બને. આવુ તે યૂરોપીય દેશોની સાથે બાકી દુનિયાના દેશોની પ્રતિભાઓને આકર્ષિત કરવા માટે કરી રહ્યાં છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પૂર્વમાં આ વાત પર પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube