પૃથ્વી પર કડક બહારનું પડ અનેક ટેક્ટોનિક પ્લેટથી બનેલું છે. આ ટેક્ટોનિક પ્લેટની હલચલના કારણે પૃથ્વી પર ભૂકંપ આવે છે. હવે ટોરેન્ટો યુનિવર્સિટીના રિસર્ચર્સે હાલમાં જ જણાવ્યું કે જાપાનથી ન્યૂઝીલેન્ડ સુધી ફેલાયેલી પેસેફિક ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી છે. ટીમે જાણ્યું કે પ્રશાંત પ્લેટ સમુદ્રની અંદર મોટા પાયે ડેમેજ થઈ રહી છે. આ રિસર્ચ જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયો છે અને તેમાં એવી વિશાળ તાકાતો વિશે જણાવવામાં આવ્યું છે કે જે પ્લેટોને ખેંચી રહી છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે સમુદ્રની નીચે આ ખામીઓ સેકડો કિલોમીટર લાંબી અને હજારો મીટર ઊંડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટાળમાં સરકી રહી છે જમીન
યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટ સાયન્સિસમાં ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સિસમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચર એરકન ગને કહ્યું કે અમે જાણતા હતા કે ભૂવૈજ્ઞાનિક વિકૃતિઓ જેમ કે આ ખામીઓ મહાદ્વીપીય પ્લેટના આંતરિક ભાગ પર ટેક્ટોનિક પ્લેટની સીમાઓથી દૂર થાય છે. પરંતુ અમે એ નહતા જાણતા કે સમુદ્રી પ્લેટો સાથે પણ આવું થઈ રહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ સાયન્સિસના પ્રોફેસર રસેલ પિસ્કલીવેકે કહ્યું કે અમે જે કરી રહ્યા છીએ તે પ્લેટ ટેક્ટોનિક્સને રિફાઈન કરી રહ્યું છે. એ દર્શાવે છે કે તે પ્લેટો વાસ્તવમાં એટલી પ્રાચીન નથી જેટલું અમે પહેલા વિચારી રાખ્યું હતું. 


આ પ્લેટમાં સૌથી વધુ હલચલ
પ્રશાંત પ્લેટ દુનિયાની સૌથી મોટી ટેક્ટોનિક પ્લેટ છે. તે પ્રશાંત મહાસાગરના મોટાભાગના તળિયાનું નિર્માણ કરે છે. જે ઉત્તરી અમેરિકાના પશ્ચિમ તટની સાથે અલાસ્કા સુધી ફેલાયેલી છે. પશ્ચિમી છેડ, તે જાપાનથી ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સુધી ફેલાયેલી છે. આ પ્લેટ પેસિફિક રિંગ ઓફ ફાયરનો એક મોટો હિસ્સો બને છે. નવા રિસર્ચે નવા બિન્દુઓની ઓળખ કરી છે જ્યાં પ્રશાંત પ્લેટને નીચે ખેંચવામાં આવી રહી છે. ગને કહ્યું કે એ વિચારવામાં આવ્યું હતું કે plateaus વધુ મોટા છે, આથી તેમણે વધુ મજબૂત હોવું જોઈએ. પરંતુ અમારા મોડલ અને ભૂકંપીય આંકડા દર્શાવે છે કે આ વાસ્તવમાં ઊંધુ છે. આ પ્લેટ ખુબ નબળી છે. 


આવી શકે છે તબાહી
રિસર્ચ ટીમે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં ચાર plateaus- ઓન્ટોંગ જાવા, શેટસ્કી, હેસ અને મનિહિકી નો અભ્યાસ કર્યો. આ મોટાભાગે હવાઈ, જાપાન, ન્યૂઝીલેન્ડ, અને ઓસ્ટ્રેલિયાથી ઘેરાયેલો એક વિશાળ વિસ્તાર છે. પછી ડેટાને એક સુપર કોમ્પ્યુટરમાં નાંખવામાં આવ્યો. જેણે તેની સરખામણી 1970 અને 80ના દાયકામાં કરાયેલા અભ્યાસોમાં ભેગી કરાયેલી જાણકારી સાથે કરી. પાઈસ્કલીવેકે કહ્યું કે આ પ્રકારે એક નવી શોધ સક્રિય પૃથ્વી અંગે આપણે જે સમજ્યું અને શીખવાડ્યું તેને પલટી નાખે છે. દર્શાવે છે કે આપણા વિક્સિત થઈ રહેલા ગ્રહ વિશે હજુ પણ અનેક રહસ્યો છૂપાયેલા છે. આવા મોટા ફેરફારોથી ભૂકંપ અને જ્વાળામુખી  ફાટવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે. જેનાથી ધરતી પર તબાહી આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube