પેરિસ: ફ્રાંસ (Paris)માં પયંગબર મોહમંદ (Prophet Mohammed)નું કાર્ટૂન બાળકને બતાવતાં નારાજ એક વ્યક્તિએ ટીચરને મોતનો ઘાટ ઉતારી દીધો. આ પહેલાં અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી શિક્ષકનું ગળું કાપી નાખ્યું. પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાવર યુવકનું મોત થ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન કર્યું સરેન્ડર
સ્થાનિક મીડિયાના અનુસાર રાજધાની પેરિસની એક સ્કૂલના ટીચર સૈમુઅલએ બાળકોને અભિવ્યક્તિની આઝાદી વિશે ભણાવતાં પૈગંબર મોહમંદનું કાર્ટૂન બતાવ્યું હતું. જેથી હુમલાવર નારાજ હતો. તે ચાકૂ લઇને પહોંચ્યો અને અલ્લાહ હૂ અકબરના નારા લગાવતાં ટીચરનું ગળું કાપી દીધું. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ, પરંતુ હુમલાવરએ સરેન્ડર કરવાના બદલે પોલીસને ડરાવવાનો  પ્રયત્ન કર્યો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળીથી તેનું મોત નિપજ્યું છે. 


ફક્ત 18 વર્ષનો હતો હુમલાવર
પોલીસે હુમલાવરની ઓળખ ઉજાગર કરી નથી, પરંતુ એટલું જણાવ્યું છે કે તે 18 વર્ષીય સંદિગ્ધ ઇસ્લામિક આતંકવાદી હતો અને મોસ્કોમાં પેદા થયો હતો. પોલીસનું મનાવું છે કે આરોપી બાળક પણ તે સ્કૂલમાં જ ભણતો હતો. આ ઘટના પેરિસથી 25 મીલ દૂર કોનફ્લેંસ-સૈંટ-ઓનોરાઇનમાં સ્કૂલની નજીક શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ થઇ. પોલીસે એક કિશોર સહિત અન્ય ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે.  


રાષ્ટ્રપતિએ કરી નિંદા
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોન (Emmanuel Macron)એ ઘટનાની નિંદા કરતાં તેને ઇસ્લામિક આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેમણે ઘટનાના થોડા કલાકો બાદ સ્કૂલની મુલાકાત લીધી અને શિક્ષકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે એક ટીચરની ફક્ત એટલા માટે હત્યા કરવામાં આવી કારણ કે તેણે અભિવ્યક્તિની આઝાદીની વાત કહી હતી, અમે આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે આ હુમલાથી લોકોને વિભાજીત ન થવું જોઇએ. કારણ કે ચરમપંથી પણ એજ ઇચ્છે છે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube