રશિયા અને અમેરિકા વચ્ચે અંતરિક્ષમાં ચાલી રહ્યું છે `ટેન્શન`, હવે NASA એ કરી આ મહત્વની વાત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. જમીનથી લઈને આકાશ સુધી હુમલા ચાલુ છે. ન તો પુતિન માનવા તૈયાર છે અને ન તો જેલેન્સ્કી નમવા તૈયાર છે.
વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 20મો દિવસ છે. રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. જમીનથી લઈને આકાશ સુધી હુમલા ચાલુ છે. ન તો પુતિન માનવા તૈયાર છે અને ન તો જેલેન્સ્કી નમવા તૈયાર છે. આ યુદ્ધમાં બંને દેશને જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે અંતરિક્ષથી એક રાહતભર્યા સમાચાર આવ્યા છે.
ISS ના સંચાલન પર અસર નહીં
એએફપીના જણાવ્યાં મુજબ નાસાએ કહ્યું છે કે બંને દેશોની લડાઈથી થયેલા ગ્લોબલ તણાવની અસર ઈન્ટરનેશનલ સ્પેસ એજન્સીના સંચાલન એટલે કે તેના કોઈ પણ ઓપરેશન પર પડ્યું નથી. નાસાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ મહિનાના અંતમાં રશિયન કેપ્સ્યુલ પર સવાલ અમેરિકી અંતરિક્ષ યાત્રીની પહેલેથી નક્કી વાપસી પર કોઈ પ્રભાવ પડ્યો નથી.
યુક્રેન-રશિયા યુદ્ધ મામલે શું ઈચ્છે છે ભારત? UNSC માં સ્પષ્ટ કર્યું પોતાનું વલણ
સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં
રશિયન સૈનિકોના હુમલાથી યુક્રેન બરબાદ થઈ રહ્યું છે. યુક્રેન પર કબજા માટે પુતિન આર્મી સતત શહેરોને નિશાન બનાવી રહી છે. ખારકીવ, કીવથી લઈને મારિયુપોલ જેવા શહેરો પર રશિયાના સૈનિકો એક સાથે ડ્રોનથી બોમ્બવર્ષા કરી રહ્યા છે. શહેરની ઈમારતોની ચારેબાજુ હવાઈ હુમલા થઈ રહ્યા છે. આકાશમાં ચારેબાજુ કાળા ધૂમાડાના ગોટેગોટા નજરે ચડે છે. આમ છતાં ધરતીની જંગ હાલ સેટેલાઈટથી અંતરિક્ષમાંથી દેખાઈ તો રહી છે પરંતુ ત્યાં દુનિયાની બે મહાશક્તિ રશિયા અને અમેરિકા વચ્ચે હાલ કોઈ તણાવ ન હોવો એ કોઈ રાહતથી કમ નથી.
અત્યંત રહસ્યમયી સાપ મળી આવ્યો, વૈજ્ઞાનિકો તો જોઈને સ્તબ્ધ થઈ ગયા, જુઓ Video
અત્રે જણાવવાનું કે માર્ક 355 દિવસની પરિક્રમા બાદ પાછા ફરશે. આ અગાઉ કોઈ પણ પશ્ચિમી અંતરિક્ષ યાત્રીએ સ્પેસમાં આટલો સમય વિતાવ્યો નથી. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સહયોગી રોગોજિને ટ્વિટર પર એક વીડિયો શેર કરીને હડકંપ મચાવી દીધો. તેમણે ધમકી આપી હતી કે માર્ક વંદે હેઈને તેઓ અંતરિક્ષમાં જ છોડી દેશે અને ISS માંથી રશિયાના ભાગને તેઓ કાઢી લેશે. જેનાથી તે પૃથ્વી પર પડી જશે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube