અત્યંત રહસ્યમયી સાપ મળી આવ્યો, વૈજ્ઞાનિકો તો જોઈને સ્તબ્ધ થઈ ગયા, જુઓ Video

શરત લગાવી લો કે તમે જિંદગીમાં ક્યારેય આવો સાપ નહીં જોયો હોય. આ વીડિયો જોઈને તમારું મગજ ચક્કર ખાઈ જશે. 

અત્યંત રહસ્યમયી સાપ મળી આવ્યો, વૈજ્ઞાનિકો તો જોઈને સ્તબ્ધ થઈ ગયા, જુઓ Video

થાઈલેન્ડમાં એક અજીબોગરીબ સાપ જોઈને લોકો ચોંકી ગયા. નાનકડી વીડિયો ક્લિપ જેવી ઈન્ટરનેટ પર વાયરલ થઈ તો નેટિઝન્સ દંગ રહી ગયા. બે ફૂટ લાંબો આ જીવ એક વાસણની અંદર ઘૂમતો જોવા મળી રહ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સાપ થાઈલેન્ડના સખોન નાખોનમાં એક 49 વર્ષના સ્થાનિક વ્યક્તિ તૂએ જોયો હતો. જો કે ક્લિપની તારીખ, સટીક સ્થાન અને પ્રમાણિકતાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. 

કિચડમાંથી મળી આવ્યો સાપ
રિપોર્ટમાં કહેવાયું છે કે જીવ સખોન નખોનમાં તૂના ઘર પાસે રહેલા કિચડના પાણીમાં લપસતો જોવા મળ્યો હતો. પાણીની અંદર રહેલા ઘાસમાં સાપ તેના લૂકના કારણે દેખાતો જ નથી. એવું લાગે જાણે તે પાણીની અંદર ગાયબ થઈ ગયો. યાહુ ન્યૂઝે તૂની 30 વર્ષની ભત્રીજીના હવાલે જણાવ્યું કે મે પહેલા ક્યારેય આવો સાપ જોયો નથી. મારા પરિવાર અને મે વિચાર્યું કે લોકોને માહિતી મેળવવા અને તેના વિશે રિસર્ચ કરવા માટે ઉપયોગી થશે. અધિકારીઓ દ્વારા ઓળખની પ્રતિક્ષામાં સાપને તૂના ઘર પર રાખવામાં આવ્યો છે. 

ફૂંફાડા મારતા સાપે લોકોની ઊંઘ ઉડાવી દીધી
ન્યૂઝફ્લેયરના જણાવ્યાં મુજબ કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું કે આ સરીસૃપ એક ફૂંફાડા મારતો સાંપ હોઈ શકે છે. કારણ કે એવું લાગે છે કે તેના શરીર પર શેવાળ ઉગી રહી છે. ન્યૂઝફ્લેયરના રિપોર્ટમાં કહેવાયું છે કે કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું કે સરીસૃપ એક પાણીવાળો સાપ છે. જે ફૂંફાડા મારે છે. કિચડમાં રહેવાના કારણે તેના શરીર પર ખુબ શેવાળ જામી ગઈ છે જેને લીધે તે આવો દેખાય છે. પાણી અને પથ્થરોની તિરાડમાં પોતાના શિકારને પકડવા માટે સાપ અંદર જતો જોવા મળ્યો. 

જુઓ Video

આ સાપ વિશે એક્સપર્ટનો મત
એનએસડબલ્યુ સેન્ટ્રલ કોસ્ટ પર વાઈલ્ડલાઈફ એઆરસીમાં સાપ પ્રજાતિ સમન્વયક સૈમ ચેટફિલ્ડે  કહ્યું કે સાપ ઉપર રહેલા રેસા જેવી વસ્તુ કેરોટિનથી બનેલા હોય છે. આ ત્વચાની ઉપર એક પરત હોવા જેવું છે. પફ-ફેસ વોટર સ્નેકને નકાબપોશ વોટર સ્નેક પણ કહે છે. તે દક્ષિણ પૂર્વ શિયાના ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોમાં મળી આવતા હોમલોપ્સિડે પરિવારમાં ઝેરી સાપની એક પ્રજાતિ છે. આ પ્રજાતિ ઉત્તરી સુમાત્રાથી લઈને સાલંગા દ્વીપ, ઈન્ડોનેશિયા અને બોર્નિયો સુધી છે. તે મલેશિયન દ્વિપકલ્પ અને દક્ષિણી થાઈલેન્ડમાં પણ હાજર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news