હ્યુસ્ટન: અમેરિકાના ટેક્સાસ એએન્ડએમ યૂનિવર્સિટીના રિસર્ચર હજારો ડોક્ટરોને વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવતી ટીબીની વેક્સીનના 'ક્લિનિકલ ટ્રાયલ'ના ચોથા ફેજમાં ભાગ લેવા માટે કહી રહ્યા છે. આ વેક્સીનથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી શકે છે અને કોવિડ 19ના ખતરનાક પ્રભાવોને ઓછો કરી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેક્સાસ એએન્ડએમ ક્લીનિકલ ટ્રાયલમાં પહેલી અમેરિકન સંસ્થા છે જેને મનુષ્યો પર ટેસ્ટ માટે સંઘીય મંજૂરી પ્રાપ્ત કરી છે. શોધકર્તાને આશા છે કે બેસિલસ કૈલમેટ-ગુએરિન અથવા બીસીજી કોરોના વાયરસના પ્રભાવોને ઓછો કરી શકાય છે. તેનાથી કોવિડ-19થી ઓછી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં ભરતી થશે અથવા ઓછી સંખ્યામાં લોકોના મોત થશે. 


યૂનિવર્સિટીએ કહ્યું કે શોધકર્તા વેક્સીનનો કોઇ બીજા રોગની સારવામાં પરવાનગી માંગી રહ્યા છે. તેનો ઉપયોગ મૂત્રાશયના કેન્સરની સારવાર માટે પણ કરવામાં આવે છે. યૂનિવર્સિટીએ કહ્યું કે બીસીજી ફક્ત છ મહિનામાં કોવિડ 19 સામે મુકાબલ માટે વ્યાપક રૂપથી ઉપયોગ માટે ઉપલબ્ધ થઇ શકે છે, કારણ કે આ પહેલાંથી જ અન્ય ઉપયોગો માટે સુરક્ષિત છે. 


'ટેક્સાસ એએન્ડએમ હેલ્થ સાયન્સ સેન્ટર'માં માઇક્રોબિયલ અને પેથોજેનેસિસ તથા ઇમ્યૂનોલોજીના પ્રોફેસર ડો. જેફરી ડી સિરિલોએ કહ્યું કે ''આગામી બે-ત્રણમાં આ એક મોટું અંતર લાવી શકે છે, જ્યારે કોવિડ 19ના એક ખાસ વેક્સીનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. 


ડો. સિરિલોએ કહ્યું કે 'બીસીજીનો અર્થ કોરોના વાયરસની સારવાર કરવાનો નથી પરંતુ એક રસી વિકસીત થાય ત્યાં સુધી ગાળાને ભરવાનો છે જેથી આપણને રસી શોધવામાં સમય મળી જાય.


ક્લીનિકલ ટ્રાયલ આ અઠવાડિયે શરૂ થવાનો છે અને સૌથી પહેલાં સ્વાસ્થ્યકર્મીઓ પર તેનું પરીક્ષણ થશે. તેમણે કહ્યું કે આ લોકોને સંક્રમિત થતાં રોકનાર નથી. આ રસી તમારી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાનો પ્રક્રોપ બતાવી રહ્યો છે અને શોધકર્તાએ ગૌર કર્યું છે કે ભારત સહિત કેટલાક વિકાશીલ દેશોમાં મૃત્યું દર ઓછો છે, જ્યાં વ્યાપક રૂપથી બીસીજી વેક્સીનનો ઉપયોગ કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર