સ્કૂલમાં ફાયરિંગ પહેલાં મહિલાને કર્યો આ મેસેજ, 19 બાળકોના હત્યાની ચેટ વાયરલ
ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં એક હુમલાવરે મંગળવારે અંધાધૂન ગોળીઓ ચલાવીને 19 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી દીધી. હુમલાવરની ઓળખ સાલ્વાડોર રામોસના રૂપમાં થઇ છે.
Texas elementary school shooting: ટેક્સાસની એક પ્રાથમિક સ્કૂલમાં એક હુમલાવરે મંગળવારે અંધાધૂન ગોળીઓ ચલાવીને 19 બાળકો સહિત 21 લોકોની હત્યા કરી દીધી. હુમલાવરની ઓળખ સાલ્વાડોર રામોસના રૂપમાં થઇ છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ જો બાઇડને શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું દેશમાં હથિયારોના વેચાણ પર નવા પ્રતિબંધો લગાવવા માટે પગલાં ભરવા જ પડશે.
ફાયરિંગ પહેલાં ચેટ વાયરલ
આ દરમિયાન હુમલાવરની ઘણી ચેટ વાયરલ થઇ છે જેમાં એક મહિલા સાથે પોતાના કાવતરાનો ખુલાસો કરી રહ્યા છે. રામોસની ઘટનાના થોડા સમય પહેલાં એક ટેકસ્ટ મેસેજ સામે આવ્યા છે, જેમાં તેણે લખ્યું હતું, 'આઇ એમ અબાઉટ ટૂ (હું કરવાનો છું)'. જાણકારી અનુસાર તેણે બાળકોની હત્યા પહેલાં પોતાની ગ્રાંડ મધરની હત્યા કરી અને પછી બંદૂક લઇને સ્કૂલ તરફ રવાના થઇ ગયો.
કહેવામાં આવી રહ્યું છે કે હુમલાવર “salv8dor_” નામથી ઇંસ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર તેણે એક છોકરીને બંદૂકની તસવીરમાં ટેગ કર્યા બાદ પોતાના એકાઉન્ટ પરથી મેસેજ કર્યો હતો. 'તું મારા બંદૂકવાળા ફોટાને રીપોસ્ટ કરીશ.' તેના મેસજ પર છોકરીનો જવાબ બીજા દિવસે આવે છે. તે કહે છે કે 'તારા બંદૂકો સાથે મારે શું લેવા-દેવા. તેના પર રામોસ જવાબ આપે છે કે, 'બસ તને ટેગ કરવા માંગુ છું. છોકરીનું કહેવું છે કે તે રામોસને ઓળખતી નથી. છોકરીના અનુસાર તે ડરી ગઇ હતી અને તેને પૂછવામાં આવ્યું કે તેણે રાઇફલ્સના ફોટામાં તેને ટેગ કેમ કરી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube