થાઈલેન્ડ: ગુફામાં મોતને ધોબીપછાડ આપીને બહાર આવેલા બાળકોએ શેર કર્યા અનુભવ, જુઓ VIDEO
થાઈલેન્ડમાં પાણીથી ભરેલી `મોતની ગુફા`માં જોખમી બચાવ અભિયાન હાથ ધરીને બહાર કાઢવામાં આવેલા 12 બાળકો અને તેમના ફૂટબોલ કોચે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતના અસાધારણ અનુભવો મીડિયા સાથે શેર કર્યાં.
ચિયાંગ રાય: થાઈલેન્ડમાં પાણીથી ભરેલી 'મોતની ગુફા'માં જોખમી બચાવ અભિયાન હાથ ધરીને બહાર કાઢવામાં આવેલા 12 બાળકો અને તેમના ફૂટબોલ કોચે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતના અસાધારણ અનુભવો મીડિયા સાથે શેર કર્યાં. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે 'વાઈલ્ડ બોર્સ'ના સભ્યો ઉત્તર થાઈલેન્ડની થામ લુઆંગ ગુફામાં અંધારામાં વીતાવેલા પોતાના નવ દિવસ અંગેના સવાલોના જવાબ આપી રહ્યાં હતાં ત્યારે તેઓ સંપૂર્ણ સ્વસ્થ અને ખુશ જોવા મળી રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય બચાવ દળે તેમને શોધ્યા હતાં.
અત્યંત ભયાનક અનુભવો અંગે બાળકોને ખુબ જ પ્રેમથી સવાલ કરવામાં આવ્યાં હતાં. જ્યારે ટીમ ગુફામાં અંદર ફસાઈ ગઈ હતી ત્યારે તેમની પાસે ખાવા માટે કઈં ખાસ નહતું. ગુફાની અંદર દીવાલોમાંથી ટપકી રહેલા પાણીને પીને તેઓ જીવતા રહ્યાં. પરંતુ ડોક્ટરોએ કહ્યું કે હોસ્પિટલમાં સ્વાસ્થ્ય લાભ બાદ હવે આ 13 જણા એકદમ સ્વસ્થ છે.
હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લોકોએ આ 12 બાળકો અને તેમના કોચનું સ્વાગત કર્યું. આ કિશોરોએ પ્રેસ કોન્ફરન્સમાં જતા પહેલા એક અસ્થાયી મેદાનમાં ફૂટબોલની રમત પણ રમી. વાઈલ્ડ બોર્સના ફૂટબોલર અબ્દુલ સેમ ઓન(14)એ બચાવ અંગે કહ્યું કે 'આ એક ચમત્કાર છે.'
મીડિયા સંગઠનો પાસેથી અગાઉથી સવાલો મંગાવી લીધા હતા
આ બ્રીફિંગ ખુબ જ નિયંત્રીત હતી. કારણ કે વિશેષજ્ઞોએ સંભવિત દીર્ઘકાલિન તણાવની ચેતવણી આપી રાખી હતી. સિયાંગ રાયના જનસંપર્ક વિભાગે મીડિયા સંગઠનો પાસેથી અગાઉથી જ સવાલો મંગાવી લીધા હતાં અને તેને મનોચિકિત્સકો પાસે મોકલી દેવાયા હતાં.
થાઈલેન્ડના જુંટા નેતા પ્રયુત ચાન ઓ ચાને બુધવારે મીડિયાને આ બાળકોને સવાલ પૂછવા દરમિયાન સાવધાની રાખવાની અપીલ કરી હતી અને તેમને એા સવાલોથી બચવા જણાવ્યું હતું કે જેનાથી બાળકોને નુકસાન પહોંચી શકે.
ડોક્ટરોની સલાહ એક મહિના સુધી બાળકોને પત્રકારોના સંપર્કમાં ન આવવા દો
આ બાળકોની કહાની જાણવાની લોકોને તીવ્ર ઈચ્છા છે. કેટલાક ફિલ્મ પ્રોડક્શન હાઉસ આ ઘટના પર હોલિવૂડ ફિલ્મ બનાવવા માંગે છે. ડોક્ટરોએ 11-16 વર્ષના આ બાળકોના પરિવારોને સલાહ આપી છે કે તેઓ ઓછામાં ઓછા એક મહિના સુધી પત્રકારોના સંપર્કમાં ન આવવા દે.
બાળકોના પરિવારોએ તેમની ઘર વાપસી માટે ખુબ રાહ જોઈ છે. 13 વર્ષના ડોમની દાદી ખામયૂ પ્રોથેપે બુધવારે જણાવ્યું કે આ મારા જીવનનો સૌથી ખુશીનો દિવસ છે.
નોંધનીય છે કે જ્યારે બ્રિટિશ ગોતાખોર ગુફાની અંદર પહોંચ્યા તો તેમણે જોયુ કે નવ દિવસ સુધી ભોજન વગર આ બાળકો બિલકુલ દુબળા થઈ ગયા હતાં અને એક જગ્યાએ એકબીજાને ચીપકીને બેઠા હતાં.
બચાવકર્મીઓએ તેમને બહાર કાઢવા માટે સૌથી ઉત્તમ યોજના પર ચર્ચા કરી અને આખરે તેમણે જોખમવાળા અભિયાનને અંજામ આપવાનો નિર્ણય લીધો. બાળકોને શાંત રાખવા માટે દવા પણ આપવામાં આવી હતી અને પાણી ભરેલા રસ્તાઓમાંથી પસાર થઈને તેમને બહાર કાઢવામાં આવ્યાં હતાં. બહાર કાઢવા માટે સૈન્ય ગ્રેડના સ્ટ્રેચરોનો ઉપયોગ કરાયો હતો.