બેંગકોકઃ થાઈલેન્ડની એક પ્રી-સ્કૂલમાં થયેલી ગોળીબારીમાં ઓછામાં ઓછા 34 લોકોના મોતના સમાચાર છે. એક પૂર્વ પોલીસ અધિકારીએ પ્રી-સ્કૂલ ચાઇલ્ડ ડે-કેયર સેન્ટર પર આ ગોળીબારીને અંજામ આપ્યો છે. દેશના ઉત્તર-પૂર્વમાં નોંગ બુઆ લામ્ફૂમાં થયેલા આ હુમલા બાદ આરોપીએ આપઘાત કરી લીધો છે. પોલીસે જાણકારી આપી છે કે આ દુર્ઘટનામાં બાળકો અને વયસ્ક પણ સામેલ છે. પોલીસે કહ્યું કે હુમલાખોરે બાળકો અને વયસ્કો પર ગોળીઓ વરસાવી અને ચાકુથી હુમલો કર્યો. પ્રાપ્ત વિગત અનુસાર હુમલો કરનારે સ્કૂલમાં ગોળીબારી બાદ પોતાની પત્ની અને બાળકની પણ હત્યા કરી દીધી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હુમલો કરનારનો ઈરાદો હજુ સ્પષ્ટ થયો નથી. નેશનલ પોલીસના પ્રવક્તા અચયોં ક્રૈથોંગે જણાવ્યું કે ઘટના નોંગ બુઆ લામ્ફૂ પ્રાંતની છે. પ્રવક્તા પ્રમાણે 34 જેટલા લોકોના મોત થયા છે. હુમલો કરનારને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે પ્રધાનમંત્રીએ તમામ એજન્સીઓને કાર્યવાહી કરવા માટે એલર્ટ કરી છે. થાઈલેન્ડમાં બંદૂક માલિકોનો દર ક્ષેત્રના કેટલાક અન્ય દેશોની તુલનામાં વધુ છે. 


હુમલો કરનાર પૂર્વ પોલીસ અધિકારી
આ જધન્ય હુમલાના આરોપીની ઓળખ થઈ છે. આ માસૂમોની હત્યાનો આરોપી એક 34 વર્ષનો પૂર્વ પોલીસકર્મી હતો જેનું નામ પન્યા ખમરબ જણાવવામાં આવી રહ્યું છે. હાલ તો આ હુમલા વિશે સાંભળીને લોકો ચોંકી ગયા છે અને વિચારી રહ્યાં છે કે એક વ્યક્તિ માસૂમ બાળકોને કઈ રીતે પોતાના નિશાને લઈ શકે છે. 


આ પણ વાંચોઃ ભારતમાં બનેલી 4 કફ સિરપ બની શકે છે મોતનું કારણ! WHO એ કેન્દ્ર સરકારને આપી ચેતવણી


પોતાની પત્ની અને બાળકની પણ કરી હત્યા
આ ખતરનાક ઘટનાને લઈને સૌથી મોટી વાત સામે આવી કે આરોપીએ પોતાની પત્ની અને બાળકની પણ હત્યા કરી દીધી છે. ત્યારબાદ તેણે આત્મહત્યા કરી છે. દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 


સ્થાનીક તંત્રએ આ ઘટનામાં 34 લોકોના મોતની પુષ્ટિ કરી છે. સ્થાનીક પોલીસના પ્રવક્તા એરહોન ક્રેટોંગે જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ હુમલો કેમ કરવામાં આવ્યો તે સવાલોના જવાબ મેળવવામાં આવી રહ્યો છે. આ હુમલામાં એક પોલીસ જવાન જવાબી કાર્યવાહી કરતા મોતને ભેટ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube