બેંગકોક: થાઈલેન્ડના એક સાંસદે સંસદમાં પોતાની જ કરતૂત પર શરમથી પાણી પાણી થવાનો વારો આવ્યો. આ સાંસદ સંસદમાં અશ્લીલ તસવીરો(Porn Pictures) જોતા કેમેરામાં કેદ થયા. બજેટ પર ચર્ચા અગાઉ સાંસદ મહોદયની આ અનૈતિક કરતૂતને પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. બાદમાં જ્યારે પૂછવામાં આવ્યું તો જવાબ સાંભળીને પત્રકારોએ પણ પોતાના માથા પકડી લીધા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Solar system Mystery: એક જગ્યા એવી, જ્યાં હજારો ટન હીરાનો થાય છે વરસાદ, કોઈ લેનાર જ નથી


થાઈલેન્ડની સંસદમાં  બજેટ પર ચર્ચા થવાની હતી. આથી બધા સભ્યો તૈયારીમાં વ્યસ્ત હતાં. આ  બધા વચ્ચે સાંસદ સોન્નાથેપ અનુવત (Ronnathep Anuwat)પોતાના મોબાઈલ પર કઈક જોવા લાગ્યા. પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકારોની જ્યારે તેમના પર નજર ગઈ તો તેમણે સાંસદને કેમેરામાં કેદ કરવા માંડ્યા. ત્યારબાદ ફોટો ઝૂમ કરતા જોવા મળ્યું કે રોન્નાથેપ અનુવત બજેટ રિડિંગ વાંચવાની જગ્યાએ અશ્લીલ તસવીરો જોઈ રહ્યા છે. 


માસ્ક ઉતારી નાખ્યું
સાંસદ અનુવત અશ્લીલ તસવીરો જોવામાં એટલા તે મગ્ન થઈ ગયા કે તેમણે પોતાનું માસ્ક પણ ઉતારી નાખ્યું. અત્રે જણાવવાનું કે સત્તાધારી પાલાંગ પ્રછારાથ પાર્ટી (Palang Pracharath)ના ચોનબુરી પ્રાંતના તેઓ સાંસદ છે. આ ઘટના સામે આવ્યા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. જો કે હજુ સુધી સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. 


દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા માટે ભારતને મળ્યો આ દેશનો સાથ, બનાવી નવી રણનીતિ


આપ્યું આ કારણ
સાંસદ રોન્નાથેપ અનુવતને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો કે આમ કેમ કર્યું તો તેઓ પહેલા તો ખચકાયા, પરંતુ ત્યારબાદ એક અલગ જ વાર્તા ઘડી નાખી. તેમણે કહ્યું કે કોઈ પૈસા અને મદદની માગણી કરતી કેટલીક તસવીરો મોકલી હતી અને બસ તેઓ તો તે તસવીરો જ જોતા હતાં. સાંસદે એમ પણ કહ્યું કે 'આ તસવીરોમાં બેકગ્રાઉન્ડને ધ્યાનથી જોઈને તેઓ એ જાણવાની કોશિશ કરતા હતાં કે આ છોકરી કોઈ જોખમમાં તો નથી ને. તેમણે કહ્યું કે હું એ જોવાની કોશિશ કરતો હતો કે આ છોકરી કોઈ અપરાધીઓના કબ્જામાં તો નથી ને કે તેને આ રીતે જબરદસ્તીથી તસવીરો લેવા માટે મજબૂર કરી રહ્યા છે.'


કોરોનાની વચ્ચે ચીનથી આવી વધુ એક નવી બિમારી, આટલા લોકો થયા સંક્રમિત: જાણો લક્ષણ


સ્પીકરે બતાવ્યો અંગત મામલો
સરકારી અધિકારીઓના જણાવ્યાં મુજબ સાંસદને સ્પષ્ટીકરણ માટે બોલાવવામાં આવ્યાં પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી આગળ થાય તેવી શક્યતા નથી. આ બાજુ હાઉસ સ્પીકર ચુઆન લીક્પએ કહ્યું કે આ એક વ્યક્તિગત મામલો છે. એવો કોઈ નિયમ નથી કે જે અહીં નિર્ધારિત કરે છે કે બેઠક કક્ષમાં સાંસદ શું જોઈ શકે અને શું નહીં. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube