ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મોટો રાજકીય અપસેટ સર્જાયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રદ્દ થઈ ગયો છે અને સંસદને ભંગ કરી ગેવામાં આવી છે. તો વિપક્ષ હજુ પણ નેશનલ એસેમ્બલીમાં હાજર છે અને ખુદ શહબાઝ શરીફને નવા પ્રધાનમંત્રી પસંદ કરી લેવામાં આવ્યો છે. વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યું છે કે ઇમરાન ખાને બંધારણનો ભંગ કર્યો છે. તો પાકિસ્તાનના સૂચના તથા પ્રસારણ રાજ્યમંત્રી ફારૂખ હબીબે કહ્યુ કે, ચૂંટણી 90 દિવસની અંદર કરાવવામાં આવશે. આ 90 દિવસ સુધી ઇમરાન ખાન કાર્યકારી પ્રધાનમંત્રી રહેશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સલાહ પર રવિવારે નેશનલ એસેમ્બલી ભંગ કરી દીધી છે. સત્તા બચાવવા માટે મહેનત કરી રહેલા ખાને થોડી મિનિટોમાં ફરી ચૂંટણી કરાવવાની સલાહ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી પર ધરણા પર બેઠેલી વિપક્ષી પાર્ટીઓએ સંસદ પર કબજો કરી લીધો છે. વિપક્ષે અયાઝ સાદિકને પોતાના સ્વીકર ચૂંટ્યા છે અને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પણ કરાવી લીધુ છે. વિપક્ષનું કહેવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 195 મત પડ્યા છે. પાકિસ્તાનમાં રાજકીય હંગામા વચ્ચે સુપ્રીમ કોર્ટ પણ એક્શનમાં આવી ગઈ છે. મામલાની સુનાવણી માટે એક સ્પેશિયલ બેંચની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનના વિશેષ સહાયક શાહબાઝ ગિલે કહ્યુ, વિપક્ષને વિનંતી છે કે તે બાળકોના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને વિધાનસભામાંથી બહાર કરે. તે પ્રધાનમંત્રી બનવાની જીદ કરી રહ્યા છે. તેમને જણાવો કે ખેલ ખતમ થઈ ગયો છે. હવે નિર્ણય જનતાએ કરવાનો છે. 


આ પણ વાંચોઃ સંસદમાં ઝટકો લાગ્યા બાદ સુપ્રીમ કોર્ટ પહોંચી વિપક્ષી પાર્ટી, સ્પેશિયલ બેંચની રચના


શું બોલ્યા મરિયમ નવાઝ અને બિલાવલ ભુટ્ટો
મરિયમ નવાઝ શરીફે કહ્યું કે પોતાની સીટ બચાવવા માટે કોઈને પણ પાકિસ્તાનના બંધારણને વિકૃત કરવાની મંજૂરી ન આપવી જોઈએ. જો આ પાગલ અને ઝનુની વ્યક્તિ (ઇમરાન ખાન) ને આ ગુના માટે દંડિત કરવામાં ન આવ્યો તો આજ બાદ દેશમાં જંગલનો કાયદો લાગૂ થશે. પીપીપી ચીફ બિલાવલ ભુટ્ટોએ કહ્યુ કે સરકારે બંધારણનો ભંગ કર્યો છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવા દીધુ નહીં. સંયુક્ત વિપક્ષ સંસદ છોડી રહ્યો નથી. અમારા વકીલ સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છે. અમે બધા સંસ્થાઓને પાકિસ્તાનના બંધારણની રક્ષા કરવા, તેને બનાવી રાખવા, બચાવ કરવા અને તેને લાગૂ કરવાનું આહ્વાન કરીએ છીએ. 


શું થયું પાકિસ્તાનમાં
સૂચના તથા પ્રસારણ રાજ્યમંત્રી ફારૂખ હબીબે કહ્યુ કે રાષ્ટ્રપતિ અલ્વીએ પ્રધાનમંત્રીની સલાહ પર નેશનલ એસેમ્બલીને ભંગ કરી દીધી છે. તેમણે કહ્યુ કે 90 દિવસની અંદર ચૂંટણી થશે. પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યુ કે, આર્ટિકલ 224 હેઠળ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના કર્તવ્યોનું પાલન કરશે. મંત્રીમંડળને ભંગ કરી દેવામાં આવ્યું છે. અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ હવે ઇમરાન ચૂંટણી સુધી કાર્યકારી પ્રધાનમંત્રી રહેશે. વિપક્ષે પ્રદર્શન કરવાની ધમકી આપી છે. આ પહેલાં 342 સભ્યોની સાંસદમાં બહુમત ગુમાવી ચુકેલા પીએમ ખાને નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી દ્વારા સંસદના સંસદના હંગામેદાર સત્રને સ્થગિત કર્યા બાદ દેશને સંબોધિત કર્યો હતો. 


આ પણ વાંચો- અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવીને ઈમરાન ખાનનું સન્માન બચાવ્યું, જાણો કોણ છે ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરી  


ઇમરાન ખાને કહ્યુ- વિદેશી ષડયંત્ર નિષ્ફળ
ખાને અવિશ્વાસ પ્રસ્તાવ રદ્દ થયા બાદ જનતાને શુભેચ્છા આપતા કહ્યુ કે, ડેપ્યુટી સ્પીકરે સત્તા બદલવાનો પ્રયાસ અને વિદેશી ષડયંત્રને નિષ્ફળ કરી દીધુ. તેમણે કહ્યું- દેશ નવી ચૂંટણી માટે તૈયાર રહે. તેમણે કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવ હકીકતમાં એક વિદેશી એજન્ડા છે. ખાને કહ્યુ કે, તેમણે રાષ્ટ્રપતિ અલ્વીને નેશનલ એસેમ્બલી ભંગ કરવા અને ફરી ચૂંટણી કરાવવાની સલાહ આપી છે. તેમની જાહેરાતના થોડા સમય પહેલા નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીએ રવિવારે ખાન વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવને બંધારણના આર્ટિકલ પાંચ વિરુદ્ધ ગણાવતા નકારી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube