જાવાઃ Indonesia Earthquake:ઈન્ડોનેશિયાના મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે આવેલા ભયાનક ભૂકંપને કારણે 162 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. ભૂકંપ બાદ તબાહીની સ્થિતિ જોઈને સ્થાનિક લોકો ડરી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 હતી. ભૂકંપને કારણે અનેક બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે અને લોકોએ પોતાનો જીવ બચાવવા સુરક્ષિત સ્થળનો સહારો લેવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપના 25 ઝટકા
ઈન્ડોનેશિયાની હવામાન તથા જળવાયુ વિજ્ઞાન અને  જીઓફિઝિકલ એજન્સી પ્રમાણે, ભૂકંપ આવ્યા બાદ વધુ 25 ઝટકા નોંધાયા છે. આ દરમિયાન લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે દર્દીઓને ડોક્ટરોએ હોસ્પિટલની બહાર કાઢી મુક્યા હતા. હોસ્પિટલોમાંથી દર્દીઓને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ ડોક્ટરોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ દરમિયાન ગંભીર દર્દીઓની સારવાર પર અસર પડી હતી. 


આ પણ વાંચોઃ કોણ બનશે પાકિસ્તાનના નવા સેના પ્રમુખ? આ ત્રણ નામ રેસમાં સૌથી આગળ


કલાકો સુધી લાઇટ નહીં
ભૂકંપને કારણે કલાકો સુધી લાઇટ જતી રહી હતી. ડરેલા લોકોમાં બેચેની હતી કારણ કે લાઇટને કારણે ટીવી બંધ હતું અને તેને કોઈ યોગ્ય માહિતી મળી નહીં. ઈન્ડોનેશિયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે હજુ પણ 25 લોકો કાટમાળમાં ફસાયા છે, રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. અમારો પ્રયાદ દરેકને સુરક્ષિત બહાર કાઢવાનો છે. 


એજન્સીએ જણાવ્યું કે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 162 થઈ ગઈ છે. 2000થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. સાથે 5 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube