Chance to Explore The Universe: બ્રહ્માંડની સફર કરવા માંગતા લોકો માટે ખુશખબર, આ લોકોને મળશે સૌથી પહેલી તક
આ વર્ષે ESA ન માત્ર મહિલા અવકાશયાત્રીઓની જ ભરતી કરશે પરંતુ અવકાશયાત્રાનું સ્વપ્ન જોનારા દિવ્યાંગને પણ તક આપશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમને બ્રહ્માંડની સૈર કરવામાં રસ છે અને જો તમે બ્રહ્માંડના દબાણ તથા ગુરુત્વાકર્ષણમાં શાંતિપૂર્વક સ્થિતિમાં રહેવા માટે સક્ષમ હોવ તો યુરોપીય સ્પેસ એજન્સી (ESA) ના આગામી સ્પેશ મિશનનો ભાગ બની શકો છો. ESA એ 11 વર્ષ પછી નવા અવકાશયાત્રીઓની ભરતી માટે એક ઝુંબેશ શરૂ કરી છે, જેમાં મહિલાઓ અને દિવ્યાંગોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ માટે આવેદન કરેલા ઉમેદવારોએ સ્પેસ એજન્સીના ધારા-ધોરણો પર ખરા ઉતરવુ પડશે.
મહિલા અવકાશયાત્રીઓની પણ ભરતી કરવામાં આવશે
આ વર્ષે ESA ન માત્ર મહિલા અવકાશયાત્રીઓની જ ભરતી કરશે પરંતુ અવકાશયાત્રાનું સ્વપ્ન જોનારા દિવ્યાંગને પણ તક આપશે. યુરોપિયન સ્પેસ એજન્સીના ડાયરેક્ટર જનરલ જેન વોર્નરે કહ્યું, 'અમારે ચંદ્ર અને મંગળ પર જવાનું છે’. આ માટે, અમને ભવિષ્યમાં વધુ સારા અવકાશયાત્રીઓની જરૂર છે. આ દિશામાં, એટલી મોટી વિચારધારા વિકસાવવાની જરૂર છે જે આજ પહેલા ક્યારેય વિચારી ન હોય.
ક્યારેય માર્ક કર્યું તમે કેવી રીતે બેસો છો? આ રીત પર્સનાલીટી વિશે ઘણું બધું કહી જાય છે !!!
અસમાનત દૂર કરવાના પ્રયત્ન કરો
અંતરિક્ષમાં જનારા અંદાજે 560 લોકોમાંથી માત્ર 65 મહિલાઓ છે અને તેમાં પણ 51 અમેરિકી મહિલા છે. ESAએ હજુ સુધી માત્ર બે મહિલા (ક્લાઉડી હૈગનર અને સામંથા ક્રિસ્ટોફ)ને અવકાશમાં મોકલી છે. વોર્નરે કહ્યું કે હવે આ અસમાનતાના દરને સુધારવાનાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
Beer પીવાથી થાય છે એવા ફાયદા કે તમે પણ વિચારમાં પડી જશો...! જાણો રિસર્ચમાં Beer વિશે શું કહ્યું છે
દિવ્યાંગોને પણ તક મળશે
ESAએ કહે છે કે દિવ્યાંગોનો પણ અંતરિક્ષના સ્પેસ પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે. પેરાસ્ટ્રોનેટ ફિઝિબિલિટી પ્રોજેક્ટ હેઠળ તેમને પ્રોજેક્ટનો હિસ્સો બનાવવામાં આવશે. અંતરિક્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ અંતરિક્ષ એજન્સી દિવ્યાંગોને આ પ્રકારની તક આપવા જઈ રહી છે.
દરેક વર્ગનુ પ્રતિનિધિત્વ જરૂરી છે
એજન્સીના માનવ અને રોબોટિક એક્સ્પ્લોરેશનના ડિરેક્ટર, ડેવિડ પાર્કરે કહ્યું, 'કોઈપણ કાર્યમાં સમાજના દરેક હિસ્સા અને વર્ગનું પ્રતિનિધિત્વ જરૂરી છે. આમ ન થવુ તે ચિંતાનો વિષય છે. આ સંદર્ભે ખૂબ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. ESA વિવિધતાના માપદંડ પર કાર્ય કરે છે. તે સ્પેશ પ્રોજેક્ટમાં ઉમેદવારોની પસંદગી ન માત્ર તેમના જન્મ, વય, પૃષ્ઠભૂમિ વિશે જોઈને કરશે, પરંતુ શારીરિક રૂપથી અક્ષમ હોવા છતાં અદ્ભૂતશક્તિના સંચારથી ભરેલા દિવ્યાંગોની પણ પસંદગી કરશે.
Relationship Tips: આ લાઇન બોલી છોકરીને ઇમ્પ્રેસ કરવાનો કરશો પ્રયત્ન, તો સિંગલ જ રહી જશો
31 માર્ચ સુધીમાં અરજીઓ કરી શકાશે
એપ્લિકેશન પ્રક્રિયા એજન્સીના અધિકારીઓએ જણાવ્યાનુસાર, આ મિશન માટે અંતરિક્ષયાત્રીઓને પસંદ કરવામાં 18 મહિનાનો સમય લાગશે. લોકો આ માટે 31 માર્ચ સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ કડક પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પ્રક્રિયા વર્ષ 2022નાં ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. અવકાશયાત્રી બનવા માટે, ઉમેદવારો પાસે નેચરલ સાયન્સ, એન્જિનિયરિંગ, ગણિત અથવા કમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી કરી હોવી આવશ્યક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube