Relationship Tips: આ લાઇન બોલી છોકરીને ઇમ્પ્રેસ કરવાનો કરશો પ્રયત્ન, તો સિંગલ જ રહી જશો

છોકરાઓ ઘણી વખત પોતાની સેલેરીને લઇને ખોટું બોલતા હોય છે. ઘણી વખત પરિસ્થિતિઓ તેમને આ કરવા પર મજબૂર કરે છે. હકિકતમાં છોકરાને ખ્યાલ છે કે જો છોકરી થોડી ખર્ચાળ છે, તો તે બતાવવાનો પ્રયાસ કરે કે તેને તેમના ખર્ચામાં કોઈ સમસ્યા નથી.

Relationship Tips: આ લાઇન બોલી છોકરીને ઇમ્પ્રેસ કરવાનો કરશો પ્રયત્ન, તો સિંગલ જ રહી જશો

નવી દિલ્હી: છોકરાઓ ઘણી વખત પોતાની સેલેરીને લઇને ખોટું બોલતા હોય છે. ઘણી વખત પરિસ્થિતિઓ તેમને આ કરવા પર મજબૂર કરે છે. હકિકતમાં છોકરાને ખ્યાલ છે કે જો છોકરી થોડી ખર્ચાળ છે, તો તે બતાવવાનો પ્રયાસ કરે કે તેને તેમના ખર્ચામાં કોઈ સમસ્યા નથી.

સંબંધની શરૂઆતમાં જ ના કરો આ ભૂલ
રિલેશનશિપમાં જવા માટે ભારતીય છોકરાઓને ઘણા પાપડ શેકવા પડે છે. પ્રથમ, એક સારી છોકરી શોધો અને તેનું દિલ જીતો. આ દિલને જીતવાના પ્રયાસમાં, ઘણી વખત છોકરાઓ ઉંધી-સીધી હરકતો કરે છે. અને જો વાતચીત શરૂ થાય છે, તો છોકરીને પ્રભાવિત કરવા માટે, ઘણી વખત તેઓ આવી વાતો કહે છે. જેને લઇને છોકરી સમજે છે કે આ છોકરો એકદમ ફેંકૂ છે.

ફેંકૂ ના બનો
કોઈપણ છોકરી સાથે વાત કરવાની એક રીત હોય છે. પરંતુ છોકરી સાથે વાક કરી તેને ઇમ્પ્રેસ કરવાની ટેકનીક ઘણા ઓછા લોકોમાં હોય છે. કેટલાક લોકો આ ટેકનીક ના હોવાના કારણે ભાવનાઓમાં આવી જાય છે, પરંતુ કેટલાક લોકો છોકરીને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં તેને ચાંદથી પણ બેદાગ અને તાજ મહેલથી પણ વધારે સુંદર કહે છે. આમતો આ સત્ય છે, પરંતુ માત્ર બોલવા માટે આ બોલવું તમને ફેંકૂ વ્યક્તિની લિસ્ટમાં નાખી શકે છે. આ લાઇનનો ઉપયોગ કરવાથી દૂર રહો.

મોટા મોટા સ્વપ્ન ના દેખાળો
છોકરાઓને છોકરીને પ્રભાવિત કરવાના ચક્કરમાં ઘણી લાંબી વાતો કરવામાં આવે છે. જેમ કે, દર સપ્તાહમાં હિલ સ્ટેશનની મુલાકાત લેવાની વાત. તમારા મિત્રો સાથે મજેદાર દિવસોની ઉજવણી. પરંતુ આ વસ્તુઓ ઘણીવાર છોકરીઓને ખૂબ પરેશાન કરે છે. કારણ કે રિલેશનશિપમાં આવ્યા પછી પણ, જો તમે ફક્ત વાતોથી કામ ચલાવી રહ્યા છો, તો તમારા પાર્ટનરનો વિશ્વાસ ઓછો થવા લાગે છે. તેથી આટલું લાંબું ફેંકવાનું ટાળો.

પરિવારનું ખરાબ
છોકરાઓ ઘણી વખત પતાને એકલા દેખાળવાના ચક્કરમાં પોતાના પરિવારના લોકો વિશે ખરાબ બોલે છે. આ કરતી વખતે, થોડા સમય માટે તે છોકરીની સહાનુભૂતિ મેળવે છે, પરંતુ થોડા સમય પછી, આ સહાનુભૂતિ ભ્રાંતિમાં ફેરવાય છે. આવી ભૂલ ન કરો.

વધારે પડતી તમારી આવક અને ખર્ચની ગણતરી
છોકરાઓ મોટે ભાગે તેમના પગાર વિશે જૂઠું બોલે છે. કેટલીકવાર સંજોગો તેમને તેમ કરવાની ફરજ પાડે છે. ખરેખર, છોકરાને ખ્યાલ છે કે જો છોકરી થોડી ખર્ચાળ છે, તો તે બતાવવાનો પ્રયાસ કરે છે કે તેને તેમના ખર્ચમાં કોઈ સમસ્યા નથી. અને તેઓ બધા ખર્ચો સહન કરી શકે છે કારણ કે તેઓ ખૂબ પૈસા કમાય છે. પરંતુ થોડા સમય પછી જો એ જ છોકરી કોઈ પણ પ્રકારની મદદ માંગે છે, તો તેઓ તેમના હાથ ઉંચા કરે છે. કારણ કે તે ફક્ત તેના ખિસ્સાની વાસ્તવિકતા વિશે જ જાણે છે. આવી સ્થિતિમાં, તમારી કમાણી વિશે બડાઈ મારવાનું બંધ કરો.

ભૂતકાળના સંબંધની વાત
ભૂલમાં પણ ભૂતકાળના સંબંધો વિશે વાત ના કરવી અને ના તે સંબંધ તૂટવાના કારણો વિશે કહેવું. આ નકારાત્મકતામાં વધારો કરે છે. કદાચ જે બાબતોને તમે તમારા હિસાબથી સારી સમજો છો, તે છોકરી માટે ખોટી હોઈ શકે. જો આવું થાય, તો સંબંધ શરૂ થાય તે પહેલાં જ સમાપ્ત થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news