બીજિંગ: ચીનમાં તૈયાર થઇ રહેલી કોવિડ-19 વેક્સીન આ વર્ષના અંત સુધી બજારમાં સામાન્ય જનતા સુધી પહોંચવાની આશા છે. ચીનના સરકારી મીડિયાએ મંગળવારે જણાવ્યું કે વર્ષના અંત સુધી આવનાર આ વેક્સીનની કિંમત લગભગ 10 હજાર રૂઓપિયાથી વધુ (1000 યુઆન) હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ ગુઆંગમિંગ ડેલીએ ચાઇના નેશનલ ફાર્માસ્યૂટિક ગ્રુપ (શિનોફાર્મ)ના ગ્રુપ ચેરપર્સન લિયૂ ઝિંગઝેનનો હવાલો આપ્યો છે, જેમાં તેમણે કહ્યું કે ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ અને જરૂરી માર્કેટિંગની પ્રક્રિયા ડિસેમ્બર સુધી પુરી કર્યા બાદ એક યૂનિટ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરી દેશે. 


લિયૂએ કહ્યું કે તેની કિંમત ખૂબ વધુ નહી હોય. આશા છે કે એક ડોઝની કિંમત કંઇક સો યુઆન હશે અને બે ડોઝની કિંમત 1 હજાર યુઆન કરતાં ઓછી હશે. લિયૂએ કહ્યું કે વિદેશમાં ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પુરા થયા બાદ માર્કેટિંગ સમીક્ષા પ્રક્રિયા શરૂ થશે. સિનેફાર્મે કહ્યું કે લોકોના ઉપયોગ માટે આ વર્ષના અંત સુધી તેમની પ્રાયોગિક વેક્સીન તૈયાર થઇ જશે.


બીજિંગ ઇંસ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ અને વુહાન ઇંસ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ (સેનોફાર્મ યૂનિટ, ચાઇના નેશનલ બાયોટેક ગ્રુપની સહાયક કંપની)એ આ વેક્સીનને સંયુક્તરૂપથી તૈયાર કરી છે. નેશનાલ બ્રોડકાસ્ટર સીજીટીએનના અનુસાર વેક્સીનના પહેલાથી અંતિમ તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે. નિયામકની મંજૂરી માટે ઘણા હજાર લોકો પર તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 


સીજીટીએનએ રિપોર્ટમાં કહેવામાં ''સિનોફાર્મ સંયુક્ત અરબ અમીરાતમાં ત્રીજા તબક્કામાં વેક્સીનનું પરીક્ષણ થઇ રહ્યું છે અને આશા છે કે તેના માટે લગભગ 15 હજાર લોકોને લઇ જશે. ચીનમાં પૅણ કેટલાક નવા કેસ સામે આવ્યા છે. જ્યાં ટ્રાયલ તેમના ઉપર કરવામાં આવી શકે છે.


લિયૂએ કહ્યું કે ચીનમાં તમામ 140 કરોડ લોકોને વેક્સીન આપવાની જરૂર છે. તેમણે સૂચન કર્યું છે કે વિદ્યાર્થી અને જે શહેરોમાં કામ કરે છે તેમણે આ ઇંજેક્શનને લેવા જોઇએ જે લોકો તુલનાત્મક રીતે ઓછી વસ્તીવાળા ગ્રામીણ વિસ્તારોમાં રહે છે તેમને લેવાની જરૂર નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube