LOKI ફેમ ટોમ હિડલેસ્ટન બનશે પિતા, પ્રેગ્નેન્ટ છે મંગેતર જાવે એશ્ટન
માર્વલની ફિલ્મો અને લોકી વેબ સિરીઝ ફેમ એક્ટર ટોમ હિડલેસ્ટન પિતા બનવાનો છે. તેની મંગેતર અને અભિનેત્રી જાવે એશ્ટન પ્રેગનન્ટ છે. બંનેએ આ વર્ષે જૂનમાં સગાઈની જાહેરાત કરી હતી.
મુંબઈ: હોલીવુડ અભિનેતા અને માર્વલ એવેન્જર્સ ફ્રેન્ચાઈઝીના LOKI એટલે ટોમ હિડલેસ્ટન પિતા બનવાનો છે. તેની મંગેતર જાવે એશ્ટન પ્રેગનન્ટ છે. આ સુપરસ્ટાર કપલે પ્રેગનન્સીના ખુશખબર ફેન્સની સાથે સત્તાવાર રીતે શેર કરી નથી. પરંતુ બુધવારે જાવે એશ્ટને બેબી બમ્પની સાથે ફિલ્મ મિસ્ટર મેલ્કમ લિસ્ટના પ્રીમિયર પર જોવામાં આવી. ટોમ અને જાવેએ આ વર્ષે જૂન મહિનામાં સગાઈની જાહેરાત કરી હતી. ટોમની જેમ તેની મંગેતર જાવે એશ્ટન પણ અભિનેત્રી છે.
રેડ કાર્પેટ પર બતાવ્યું બેબી બમ્પ
જાવે એશ્ટન બુધવારે ફિલ્મની પ્રીમિયર ઈવેન્ટમાં રેડ કાર્પેટ પર જોવા મળી. આ દરમિયાન 37 વર્ષની જાવે ઓફ શોલ્ડર ફ્લોર લેન્થવાળા શિફોન ગાઉનમાં હતી. રેડ કાર્પેટ પર ચાલતાં તેણે ખૂબસૂરતીથી પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું. જાવે એશ્ટન માટે આ ગાઉન સબીના બિલેંકોએ ડિઝાઈન કર્યું હતું.
ADULT ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત થઈ આ હસીનાઓ, જાણો હવે કેવી રીતે ગુજારે છે જિંદગી
ટોમ અને જાવે પર શુભેચ્છાનો વરસાદ
જાવે એશ્ટનની પ્રેગનન્સીના સમાચાર સાંભળીને ટોમ હિડલેસ્ટન અત્યંત ખુશ છે. તો તેના ફેન્સ પણ બહુ ખુશ થયા છે. જેના કારણે સમાચાર મળતાં જ સોશિયલ મીડિયા પર સેલેબ્રિટીઝ માટે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. પ્રીમિયર ઈવેન્ટ પર જાવે એશ્ટનની સાથે ફ્રીડા પિન્ટો, થિયો જેમ્સ અને ડાયરેક્ટર એમા હોલી જોન્સ પણ હતા. જોકે 41 વર્ષનો ટોમ હિડલેસ્ટન આ ઈવેન્ટમાં હાજર નહતો.
Liger ની ટીમને માઈક ટાયસનને બર્થડે વિશ કર્યું, કરણ જોહર અને અનન્યા પાંડેએ વીડિયો કર્યો શેર
પહેલાં રીંગ બતાવી, પછી કન્ફર્મ કર્યુ
ટોમ હિડલેસ્ટન માર્વલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મો અને વેબ સિરીઝમાં લોકીનો રોલ કરે છે. કહાની પ્રમાણે તે થોરનો ભાઈ છે. લોકીનો રોલ ગ્રે શેડવાળો છે. અને તેને બહુ પસંદ કરવામાં આવે છે. ટોમ અને જાવેની સગાઈની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે વર્ષ 2022માં બાફ્ટા એવોર્ડમાં અભિનેત્રીના હાથમાં હીરાની રિંગ જોવા મળી હતી. તેના પછી જૂન મહિનામાં એક ઈન્ટરવ્યૂમાં ટોમે જાવે સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી.
સ્વરા ભાસ્કરને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઇ પોલીસે શરૂ કરી તપાસ
વર્ષ 2019થી એકબીજાને ડેટ કરે છે ટોમ અને જાવે
એક ઈન્ટરવ્યૂમાં ટોમ હિડલેસ્ટને જણાવ્યું કે તે વર્ષ 2019માં બેટ્રાયલના સેટ પર જાવેને મળ્યા હતા. તેના પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતુ. દિલચશ્પ વાત એ છે કે વર્ષ 2023માં કેપ્ટન માર્વલની સિક્વલ ફિલ્મ ધ માર્વલ્સમાં જાવે એશ્ટન પણ જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે જાવે માર્વલ સિનેમેટિક યૂનિવર્સની કોઈ ફિલ્મનો ભાગ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube