Liger ની ટીમને માઈક ટાયસનને બર્થડે વિશ કર્યું, કરણ જોહર અને અનન્યા પાંડેએ વીડિયો કર્યો શેર

ફિલ્મના પ્રોડ્યૂસર્સ કરણ જોહર અને ચાર્મી કોર છે. કરણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને વિજય દેવરકોંડાએ પણ પોતાના અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં આપણે લાઈગરના ઈન્ટરનેશનલ શેડ્યૂલની ઝલક જોઈ શકીએ છીએ

Liger ની ટીમને માઈક ટાયસનને બર્થડે વિશ કર્યું, કરણ જોહર અને અનન્યા પાંડેએ વીડિયો કર્યો શેર

મુંબઇ: વિજય દેવરકોંડા અને અનન્યા પાંડે ટૂંક સમયમાં ફેન ઈન્ડિયા ફિલ્મ લાઈગરમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ બનાવવામાં માઈક ટાયસને એક્ટર્સ અને મેકર્સની સાથે ઘણું કામ કર્યું છે. જ્યારથી ફિલ્મની જાહેરાત થઈ છે કે, દેશભરમાં ફેન્સ આ નવી જોડીને એકસાથે સિલ્વર સ્ક્રિન પર જોવા માટે આતૂર છે. 30 જૂન આજે પૂર્વ પ્રોફેશનલ બોક્સર માઈક ટાયસનનો બર્થ છે. તેઓ 56 વર્ષના થઈ ગયા છે. ત્યારે લાઈગરની ટીમે ગ્રેટ માઈક ટાયસનને બર્થડે વિશ કર્યું અને ખાસ વીડિયો પણ બનાવ્યો. આ ફિલ્મના લીડ એક્ટર, પ્રોડ્યૂસર્સ અને ડાયરેક્ટર્સે તેમને શુભકામના આપી.

ફિલ્મના પ્રોડ્યૂસર્સ કરણ જોહર અને ચાર્મી કોર છે. કરણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોને વિજય દેવરકોંડાએ પણ પોતાના અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં આપણે લાઈગરના ઈન્ટરનેશનલ શેડ્યૂલની ઝલક જોઈ શકીએ છીએ. જેને થોડા મહિના પહેલાં અમેરિકામાં શૂટ કરવામાં આવી હતી.

— Karan Johar (@karanjohar) June 30, 2022

કરણ જોહરે કર્યું બર્થડે વિશ
આ વીડિયોમાં માઈક ટાયસનથી લઈને દિગ્ગજ બોક્સર સુધીના કલાકારોની સાથે વાતચીત કરતાં દેખાય છે. આ વીડિયો ખુબ જ ખાસ છે. વીડિયો શેર કરીને કરણ જોહરે લખ્યું કે, ટીમ લાઈગર લિજેન્ડ માઈક ટાયસનને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના આપે છે. મોટા પડદા પર આપની રાહ જોવાઈ રહી છે. 

અનન્યા પાંડે અને વિજય દેવરકોંડાએ પાઠવી શુભકામના
વીડિયોમાં અન્ન્યા પાંડેએ પણ માઈક ટાયસનને વિશ કર્યું છે. તેણે કહ્યું કે, હેપ્પી હેપ્પી બર્થડે માઈક ટાયસન સર. લાઈગર ટીમ તમને ખુબ જ પ્રેમ કરે છે. અમે નસીબદાર છીએ કે, તમે અમારી ફિલ્મમાં છીએ. તો વિજય દેવરકોંડાએ કહ્યું કે, માઈક સર ભારત તરફથી તમને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના. અમે તમને ખુબ જ મિસ કરીએ છીએ. લવ યૂ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news