The Most Pleasing Smell: વૈજ્ઞાનિકોએ શોધી દુનિયાની સૌથી વધુ પસંદ આવતી સુગંધ
દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ગંધની ઓળખ થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ એવી ગંધ છે જેને આખા વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કૈરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ ન્યૂરોસાયન્સનાં રિસર્ચરએ જણાવ્યું કે, દુનિયામાં આ ગંધને બે પ્રકારે પસંદ કરવામાં આવે છે. પહેલી સાંસ્કૃતિક રીતે અને બીજી અંગત રીતે.
નવી દિલ્લીઃ દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી ગંધની ઓળખ થઈ ચૂકી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ એવી ગંધ છે જેને આખા વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. કૈરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના ડિપાર્ટમેન્ટ ઓફ ક્લિનિકલ ન્યૂરોસાયન્સનાં રિસર્ચરએ જણાવ્યું કે, દુનિયામાં આ ગંધને બે પ્રકારે પસંદ કરવામાં આવે છે. પહેલી સાંસ્કૃતિક રીતે અને બીજી અંગત રીતે. સાંસ્કૃતિક રીતે પસંદ કરવામાં આવતી સુગંધ સામાન્ચ રીતે પરંપરાઓના આધાર પર નક્કી કરવામાં આવે છે.
Current Biologyની જર્નલમાં પ્રકાશિત થયેલ રિપોર્ટમાં જણાવાયું કે, અમે દુનિયાભરના લોકોની મનપસંદ ગંધનો સર્વે કર્યો. આ સર્વેમાં વિવિધ સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોને સુંઘવાનું કહેવામાં આવ્યું. સર્વેના પરિણામ માટે 235 લોકોની ટીમ તૈયાર કરવામાં આવી. આ સર્વેનું જે પરિણામ આવ્યું તે ચોંકાવનારુ હતુ. રેંકિંગના આધારે સૌથી વધુ પસંદ કરવામાં આવતી ગંધ વેનિલા છે. જેને દુનિયાભરમાં સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. સૌથી ઓછી પસંદ આવેલી સુગંધ આઈસોવૈલેરિક એસિડ છે. આ સુંગધ સોયા મિલ્ક અને ચીજમાં જોવા મળે છે. તેની ગંધ મોટાભાગના લોકોને પસંદ નથી આવતી. જ્યારે મોટાભાગના દેશોમાં વેનિલાને પસંદ કરવામાં આવે છે. વેનિલાનો ઉપયોગ કેટલીક ખાદ્ય સામગ્રીમાં પણ કરવામાં આવે છે. દરેક પ્રકારની ગંધ પાછળ મોલીક્યૂલર સ્ટ્રક્ચરનું મોટુ યોગદાન છે. આ સ્ટ્રક્ચર તમારા મગજને શાંતિ, સુકૂન અને રાહત પહોંચાડે છે. સર્વેના પરિણામમાં જાણવા મળ્યું કે, વેનિલાનો મૉલીક્યૂલર ઓર્ડર પ્રોફાઈલ હોય છે. જે સૌથી વધુ પસંદ કરવામાં આવતી ગંધ છે. દરેક ગંધનો રસાયણિક ઓર્ડર હોય છે. આ કેમિકલ પ્રોફાઈલ આપણા મગજને સંદેશ આપે છે કે ગંધ પસંદ છે કે નહીં.