ઝી બ્યૂરો, અમદાવાદઃ એક એવુ સ્મારક જે આજે પણ છે લોકો માટે રહસ્ય. દુનિયાના નક્શામાં આ સ્મારક આયરલેન્ડના કાઉન્ટીમથ (County Meath) પર આવેલુ છે. આ સ્મારકનું નામ છે ન્યુગ્રેંજ(Newgrange). ન્યુગ્રેંજનું એક ઐતિહાસિક સ્મારક છે જે ખૂબ જ અસાધારણ રીતે બનાવવામાં આવેલો એક મકબરો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યુગ્રેંજ સ્મારક બોયેન નદીની ઉત્તરમાં આવેલા દ્રોગેડાથી આઠ કિલોમીટરના અંતરે પશ્ચિમમાં બનાવવામાં આવ્યુ છે. મળેલી માહિતી મુજબ 3200 ઈ.સા પૂર્વની આસપાસ નૌપાષાણનાં શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો આ મકબરો ભવ્ય અને અસાધારણ સ્મારક છે. જે દુનિયાભરમાં મશહુર મિસ્ત્રના પિરામીડથી પણ ઘણો જૂનો છે.


ન્યુગ્રેંજ સ્મારક દેખાવમાં એક વિશાળ ગોળાકાર ટેકરા જેવુ છે. તેમાં આવવા જવા માટેનો એક રસ્તો અને ઘણા બધા કક્ષ છે. ન્યૂગ્રીંજની શોધ ઘણા સમયે પહેલા થઈ હતી. પરંતુ 1962થી લઈને 1975 સુધી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. અને આ સ્મારક વિશે વધુને વધુ જાણવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા. આ સ્મારકના એક કક્ષમાં 19 મીટર લાંબો એક રસ્તો છે. જે માત્ર શિયાળાના સમયમાં સૂર્યોદય થાય ત્યારે જ રોશન થતો હતો.


એ પણ એક રહસ્ય જ છે કે, ન્યુગ્રેંજ સ્મારકમાં માણસોના હાડકા સિવાય કબરનો પણ સામાન મળ્યો હતો. સ્મારકના ખોદકામ સમયે કેટલીક સળગેલી અને અર્ધસળગેલી હાલતમાં માનવ અસ્થિઓ મળી આવી. જે દર્શાવતી હતી કે આ સ્મારકની અંદર મૃતદેહને રાખવામાં આવતા હતા. આ સ્મારકને લઈ કેટલાક પુરાતત્વ વિભાગના નિષ્ણાંતોનું માનવુ છે કે, ન્યુગ્રેંજ સ્મારક સાથે  કોઈ ખાસ પ્રકારનું ધાર્મિક મહત્વ હોવુ જોઈએ. કોઈ ખાસ પ્રકારની પૂજા કરવામાં આવતી હતી.


જોકે, આ સ્મારકનો ઉપયોગ વાસ્તવમાં શા માટે કરવામાં આવતો હતો, અને તેનું નિર્માણ કોણે કરાવ્યું આ અંગે કોઈ પુષ્ટ જાણકારી નથી મળી. એટલે કે ન્યુગ્રેંજ નામનું આ સ્મારક આજે પણ દુનિયા માટે રહસ્યથી બિલકુલ પણ ઓછુ નથી.