ઝી બ્યૂરો, અમદાવાદઃ એક લેટેસ્ટ સર્વે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના 46 ટકા લોકો ડ્વેન જૉનસનને રાષ્ટ્રપતિ તરીકે જોવે છે. અમેરિકન્સ WWEના રેસલરને આ પોસ્ટ પર જોવા માગે છે. WWEમાં પોતાની રેસલિંગ મોટું નામ મેળવી ચુકેલા થ રોક એક ફેમસ પર્સાનલિટી છે અને દુનિયાના મોટે ભાગના લોકો તેમને ઓળખે છે. ધ રોકએ ફિલ્મ જગતમાં પણ સારૂ એવું કામ કર્યું છે. કેટલીક ફિલ્મોમાં હિરો રહી ચુકેલ ડ્વેન જૉનસનનો આત્મવિશ્વાસ કઈ અગલ જ લેવલ પર છે. તેવામાં થ રોક દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તે અમેરિકાની રાજનીતિમાં આવવા માટે હવે વિચારી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માગે છે ડ્વેન જૉનસન
એક લેટેસ્ટ સર્વે પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના 46 ટકા લોકો ડ્વેન જૉનસનને રાષ્ટ્રપતિ તરીકે જોવે છે. અમેરિકન્સ WWEના રેસલરને આ પોસ્ટ પર જોવા માગે છે. જ્યારે, આ સર્વેની ચર્ચા તમામ જગ્યાએ થવા લાગી છે. ત્યારે, હવે ડ્વેન જૉનસને પોતાની પ્રતિક્રીયા આપી છે. તેમની આ પ્રતિક્રીયાથી તેમના ચાહકો ખુશ થઈ ગયા છે. તેમણે આ સર્વેને શેર કરતા લખ્યું હતું કે, આપણા પુર્વજોએ કોઈ દિવસ નહીં વિચાર્યું હોય કે એક 6 ફૂટનો ટકલો માણસ, જેના શરીર પર ટેટૂ બનાવી રાખ્યા હોય, જે ટકીલા પીતો હોય, તે પણ કોઈ દિવસ અમેરિકાના આ કલ્બનો ભાગ બની શકે. પરંતુ, જો ભવિષ્યમાં આવું કઈ થાય તો ગર્વ અનુભવ કરીશ. લોકોની સેવા કરીને મને બહુ સારૂ લાગશે.


એક સર્વેના કારણે ચર્ચાઓએ જોર પકડ્યું
ડ્વેન જૉનસનની આ પ્રતિક્રીયાથી એવું જણાઈ આવે છે કે તેમને પોલિટિક્સમાં રસ તો છે અને સાથે જ જો તેમને ચાન્સ મળશે તે તે ચૂંટણી જંગમાં પણ ઉતરી શકે છે. તેમનું રાજકારણમાં આવવાથી ઘણા હૉલીવુડ ફિલ્મ સ્ટારો માટે રાજકારણના રસ્તા ખુલી જશે. આ પ્રથમ વખત નથી કે ડ્વેનને લઈને આવી ચર્ચાઓ ઉઠી હોય. ગત વર્ષે પણ અમેરિકાની ચૂંટણી પહેલાં આવી ખબર આવી હતી. ત્યારે, આ સર્વેથી થ રોકમાં પણ ઉત્સાહ વધ્યો છે અને તેમના સમર્થકોમાં પણ ઉત્સાહ વધ્યો છે.


હૉલીવુડના અન્ય સ્ટાર્સ પણ રાજકારણમાં આવવાની રેસમાં
જે સર્વેમાં ડ્વેન જૉનસનને 46 ટકા વોટ મળ્યા છે, એ જ સર્વેમાં હૉલીવુડ એક્ટ્રેસ એન્જલિના જોલીને પણ 30 ટકા વોટ મળ્યા છે. ત્યાં જ ઓપરા વિનફ્રેને 27 ટકા વોટ મળ્યા છે.