Intresting Facts Of Blade: જિજ્ઞાસુ માણસ હોય તેને દરેક અટપટી વસ્તુની પાછળનું કારણ જાણવું હોય છે. આવા લોકોને દરેક બાબતમાં પ્રશ્ન અચૂક થાય છે. ઘણી વખત આપણી સામે રહેલી વસ્તુઓ વિશે પણ આપણને ખબર હોતી નથી. ત્યારે આજે તમને આવી જ એક રસપ્રદ માહિતી આપીએ. બ્લેડ તો તમે હજારો વખત જોઈ હશે. બ્લેડ ની ડિઝાઇન કદાચ તમે આંખ બંધ કરીને બ્લેડની કલ્પના કરો તો પણ તમારા માનસપટ પર ઉપસી આવે. પરંતુ શું તમે જાણો છો કે બ્લેડ વચ્ચેની આ ડિઝાઇન કયા કારણથી બનાવવામાં આવી છે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વાંચો:


Orissa Kelly છે દુનિયાની સૌથી Hot તીરંદાજ, પગથી લગાવે છે અચૂક નિશાન, જોતા રહી જશો...


જીન્સ પહેરી વિદ્યાર્થીની પહોંચી સ્કુલ, શિક્ષકે કર્યું 'એવું' કામ કે મચી ગયો હોબાળો


બ્લેડ કોઈપણ કંપનીની હોય પરંતુ તેની ડિઝાઇન એક જેવી જ હોય છે. તેની વચ્ચે એક ખાલી જગ્યા હોય છે. બ્લેડ ની વચ્ચે રાખેલી ડિઝાઇન જેવી જગ્યા કોઈ ડિઝાઇન નથી. આ પ્રકારની જગ્યા રાખવાનું એક રસપ્રદ કારણ છે. 


બ્લેડ નું નિર્માણ સૌથી પહેલાં 1901 માં કિંગ કેમ્પ જિલેટે વિલિયમ નિકસન ની મદદથી કર્યું હતું. તેમની કંપનીએ બ્લડ માટે પેટન્ટ લીધી અને પછી 1904 માં તેનું નિર્માણ શરૂ કર્યું. તે સમયે બ્લેડ નો ઉપયોગ માત્ર શેવિંગ માટે થતો હતો. તેથી બ્લેડની વચ્ચે ખાસ પ્રકારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી જેથી રેઝરના બોલ બ્લેડ ની અંદર બરાબર ફીટ થઈ જાય. તે સમયે જિલેટ સિવાય માર્કેટમાં કોઈપણ બ્લેડ નું નિર્માણ કરતું ન હતું. તેથી તેમણે આ ડિઝાઇન બનાવી અને પછીથી આ ડિઝાઇન ચલણમાં છે.