નોર્વે: સામાન્ય રીતે આપણે એવું વાંચીએ છીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને પોતાની જગ્યા પર ફરે છે. જેના કારણે દિવસ-રાત અને સમયનું ચક્ર ફર્યા કરે છે. સામાન્ય રીતે એક દિવસ અને રાતનો સમય 24 કલાકનો છે. પરંતુ ધરતી પર એવા કેટલાંક દેશ પણ છે જ્યાં દિવસ હોય છે તો તે લાંબા સમય સુધી રહે છે અને જ્યારે રાત હોય છે તો તે પણ લાંબા સમય સુધી રહે છે. આવા જ એક દેશનું નામ છે નોર્વે. નોર્વેને કંટ્રી ઓફ મિડનાઈટના નામથી પણ ઓળખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં આવેલો છે નોર્વે:
યૂરોપ મહાદ્વીપના ઉત્તરમાં નોર્વે નામનો દેશ આવેલો છે. નોર્વે ઉત્તરી ધ્રૂવની સૌથી વધારે નજીક છે. ઉત્તરી ધ્રૂવમાં અત્યારે સૌથી વધારે ઠંડીનો અનુભવ થાય છે. આર્કટિક સર્કલમાં આવતાં નોર્વેની વિશેષતા એ છે કે અહીંયા લગભગ 40 મિનિટ માટે રાત થાય છે. એટલે કે અહીંયા અઢી મહિના દિવસ રહે છે. નોર્વેમાં રાતના 12:45 પર સૂરજ અસ્ત થાય છે અને 1:30 કલાકે સૂર્ય ફરીથી આવી જાય છે. અહીંયા સૂર્ય માત્ર 40 મિનિટ માટે જ અસ્ત થાય છે. 


આ પણ વાંચો:
દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : અનેક દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવ્યા
બરાબર 5 દિવસ બાદ મિથુન સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનના થશે ઢગલા!


76 દિવસ સતત દિવસ છતાં ગરમી લાગતી નથી:
સૌથી હેરાન કરનારી બાબત એ છે કે અહીંયા 76 દિવસ સુધી સૂરજ રહેવા છતાં ગરમી લાગતી નથી. નોર્વેમાં તમને ઉંચા-ઉંચા પહાડો જોવા મળશે. જે હંમેશા બરફથી ઢંકાયેલા હોય છે. નોર્વે એક ખૂબસૂરત જગ્યા છે. અહીંયા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તેમને જાણીને આશ્વર્ય થશે કે નોર્વે દુનિયાના તે દેશોમાં સામેલ છે જેની પાસે સૌથી વધારે પૈસા છે. આપણામાંથી મોટાભાગના લોકોએ એન્ટાર્કટિકા વિશે જાણતા હોઈએ તો અહીંયા માત્ર બે સિઝન જ હોય છે. પહેલી ઠંડી અને બીજી ગરમી. કેમ કે અહીંયા જ્યારે રાત થાય છે ત્યારે તે 6 મહિનાની હોય છે અને જ્યારે દિવસ થાય છે ત્યારે 6 મહિના સુધી દિવસ રહે છે.


આ પણ વાંચો:
BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ
બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube