ICJનો ચૂકાદો મોટી રાહત, આપણને સૌને ખુશ કરી દીધાઃ હરીશ સાલ્વે
આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભુષણ જાધવનો કેસ લડનારા દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ જણાવ્યું કે, ICJએ આ કેસમાં જે પ્રકારે હસ્તક્ષેપ કર્યો છે, તેના અંગે હું ભારત તરફથી તેનો આભાર માનું છું
લંડનઃ પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય નૌકાદળના અધિકારી કુલભૂષણ જાધવનો આંતરરાષ્ટ્રીય અદાલતમાં કેસ લડનારા વકીલ હરીશ સાલ્વેએ ICJ દ્વારા બુધવારે આપવામાં આવેલા ચૂકાદા પર ખુશી વ્યક્ત કરી છે. સાલ્વેએ લંડનમાં મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે, "કુલભૂષણને આઈસીજેની જેમ નિષ્પક્ષ સુનાવણી કરવાની તક મળે એ હવે આપણે સુનિશ્ચિત કરવાની છે. જો પાકિસ્તાન હજુ પણ તેને નિષ્પક્ષ સુનાવણી આપવાની નિષ્ફળ નિવડે છે તો આપણે ફરી ICJના દરવાજા ખટખટાવી શકીશું."
કુલભુષણ જાધવ કેસઃ ICJમાં ભારતનો વિજય, ફાંસીની સજા અટકાવી
સાલ્વેએ વધુમાં જણાવ્યું કે, "ICJએ જે રીતે આ કેસમાં હસ્તક્ષેપ કર્યો છે, તેના અંગે હું દેશ તરફથી તેનો આભાર માનું છું. હું એક વકીલ તરીકે સંતુષ્ટ છું. હું રાહત અનુભવી રહ્યો છું. કોર્ટે જણાવ્યું કે, ફાંસીની સજાનો સવાલ જ પેદા થતો નથી. આથી હું ઘણો જ ખુશ છું." તેમણે કહ્યું કે, "ICJનો ચૂકાદો આપણા માટે ઘણી રાહત પહોંચાડનારો છે. તેણે આપણા દિલોને ખુશ કરી દીધા છે. આપણે પાકિસ્તાનને વિયેન સંધિ સ્વીકારવા માટે ફરજ પાડી દીધી છે. જાધવને રાજકીય મદદ મળવી જોઈતી હતી."
કુલભૂષણ જાધવ કેસઃ જાણો આંતરરાષ્ટ્રીય અદાલતમાં અત્યાર સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ
હરીશ સાલ્વેએ આગળ વાત કરતા જણાવ્યું કે, "ICJએ પાકિસ્તાનને બંધારણ અનુસાર સનાવણી કરવા માટે આદેશ આપ્યો છે. જો પાકિસ્તાન આ કેસને લશ્કરકી અદાલતમાં એ જ નિયમો સાથે લઈ જશે, જેમાં વકીલોને દલીલ કરવાની મંજૂરી હોતી નથી. જો આપણને દલીલ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે, પૂરા આપવામાં નહીં આવે તો તે ધારા-ધોરણ ન પુરા કરનારું પગલું કહેવાશે."
કુલભુષણ જાધવ કેસઃ જાણો કોણ-કોણ છે ICJમાં આ કેસની સુનાવણી કરનારા ન્યાયાધિશ
ફી તરીકે લીધો માત્ર એક રૂપિયો
દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ કુલભૂષણ જાધવનો કેસ લડવા માટે ફી તરીકે માત્ર એક રૂપિયો લીધો છે. જેની સામે પાકિસ્તાને જાધવને જાસૂસ સાબિત કરવા માટે પોતાના વકીલ પાછળ રૂ.20 કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરી નાખ્યો છે. તત્કાલિન વિદેશ મંત્રી સુષમા સ્વરાજે 15 મે, 2017ના રોજ એક ટ્વીટમાં આ માહિતી આપી હતી કે, હરીશ સાલ્વેએ જાધવનો કેસ લડવા માટે માત્ર એક રૂપિયો ફી તરીકે લીધો છે.
જૂઓ LIVE TV....