Online કપડાં વેચવા પત્નીએ અજમાવ્યો નવો નુસખો, મહિલાઓના કપડાં પહેરાવીને પતિને જ બનાવી દીધો Model
આજકાલ ઓનલાઈન શોપિંગનો ક્રેઝ વધતો જાય છે. એમાંય મહિલાઓના વિવિધ ડિઝાઈનવાળા કપડાંઓનું ઓનલાઈન ધૂમ વેચાણ થાય છે. ત્યારે એક મહિલાએ પોતે જ ઓનલાઈન કપડાંનો બિઝનેસ શરૂ કર્યો અને અપનાવ્યો નવો નુસખો. જાણીને તમે પણ હસી પડશો.
નવી દિલ્લીઃ સોશ્યલ મીડિયા એક યુવકની તસવીરો વાયરલ થઈ રહી છે. યુવકે સૂતી વખતે મહિલાનો ડ્રેસ પહેર્યો હતો..એક રીતે, કપડાં તેમની ઉપર મૂકવામાં આવ્યા છે જેથી દર્શક સમજી શકે કે કપડા પહેર્યા પછી તે કેવું દેખાશે. બરાબર એ રીતે જેમ સ્ટોરની બહાર પૂતળાને કપડાં પહેરાવ્યા હોય...આ જબરજસ્ત પ્લાન આ શખ્સની પત્નીનો છે, જે ફિલિપાઈન્સમાં એક ઓનલાઈન બુટીક ચલાવે છે. જ્યારે તેણીએ સૂતા પતિનો એક મોડેલ તરીકે ઉપયોગ કર્યો, ત્યારે લોકો આશ્ચર્યચકિત થયા.
જ્યારે ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી
જો' સ ઓનલાઈન શોપ નામની ફેસબુક પેજે વાયરલ કરી. તેણે કેપ્શનમાં લખ્યું કે, "પુતળા નહીં? કોઇ વાંધો નહી. આ પોસ્ટને 10,000 પ્રતિક્રિયાઓ, 22 હજાર શેર અને લગભગ 6 હજાર કોમેન્ટ મળી છે, કેટલાકએ કહ્યું કે તેને સૂઈ રહેલા વ્યક્તિ પાસેથી પણ કામ લેવાનું કહેવામાં આવે છે.
Jeans: દાયકાઓ પહેલાં મજૂરો માટે બનેલું જીન્સ કેવી રીતે બન્યુ ફેશન, જાણો જીન્સના જન્મથી ફેશન ટ્રેન્ડ તરીકે જમાવટ સુધીની કહાની
આખો મામલો શું છે?
જો' સ ઓનલાઈન શોપની માલિક Jocelyn May Jazreno Caday એ જ્યારે તેના પતિને શવાસનની મુદ્રામાં સૂતેલો જોયો, ત્યારે તેણે નિર્ણય કર્યો કે તે તેનો ઉપયોગ કપડાંના મોડલ તરીકે કરશે. બસ પછી તેણે પોતાના સુતેલા પતિની ઉપર જુદી-જુદી પેર્ટન અને ડિઝાઈનના કપડાં નાંખીને ફોટો ખેંચી લીધાં. અને આ ફોટો ઓનલાઈન શોપ માટે મુકી દીધાં. તેણે સ્કર્ટ, ટોપ, જીન્સ અને વિવિધ પ્રકારના કપડાં પહેરાવીને પતિની તસવીરો લીધી. જો કે પત્નીએ તેના પતિના ફોટા તેની દુકાનના ફેસબુક પેજ પર શેર કર્યા ત્યારે આ સમગ્ર મામલો સામે આયો..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube