અજીબોગરીબ સમાચાર: મહિલાએ ડોલ સાથે કર્યા લગ્ન, હનીમૂન પણ મનાવ્યું અને બાળક પણ થયું!
બ્રાઝિલની એક મહિલાએ ડોલ સાથે લગ્ન કર્યાનો દાવો કર્યો છે. મહિલાએ આ પણ દાવો કર્યો છે કે તે એક `ડોલ ચાઈલ્ડ`ની માતા પણ છે.
વાયરલ સમાચાર: એક મહિલાએ દાવો કર્યો છે કે તેણે કાપડમાંથી બનેલી એક ડોલ સાથે લગ્ન કર્યા. મહિલાએ આ પણ દાવો કર્યો છે કે તેમને એક બાળક પણ છે. બ્રાઝિલની રહેવાસી એક મહિલાનું નામ મેરિવોન રોકા મોરેસ (ઉં.વ- 37) છે. મેરિવોને તેની માતાને કહ્યું હતું કે તે સિંગલ છે. ડાન્સ પાર્ટનર ન હોવાથી તે પરેશાન પણ હતી. ત્યારબાદ તેની માતાએ તેની ખુશી માટે કાપડની એક ડોલ બનાવી અને તેનું નામ માર્સેલો રાખ્યું.
મોરેસે જણાવ્યું, જ્યારે માતાએ માર્સેલોને પહેલી વખત દેખાડ્યો ત્યારે મને તેનાથી પ્રેમ થઈ ગયો. આ એટલા માટે હતું કેમ કે મારી પાસે કોઈ ફોરો ડાન્સર ન હતો, હું આ ડાન્સ માટે જતી હતી, પરંતુ હંમેશા પાર્ટનર મળતો ન હતો, ત્યારબાદ તે (માર્સેલો) મારા જીવનમાં આવ્યો.
[[{"fid":"390928","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
મોરેસે વધુમાં કહ્યું, તે એવા પુરૂષ છે, જે હંમેશા હું મારા જીવનમાં ઇચ્છતી હતી. રિપોર્ટ અનુસાર, મોરેસ અને માર્સેલો તે દિવસથી રોમેન્ટિક રિલેશનશિપમાં છે, જ્યારે તે પહેલી વખત મળ્યા હતા.
હવે ઇસ્લામિક નહીં રહે આ દેશ, બંધારણમાં થવા જઈ રહ્યો છે ફેરફાર
પછી આવ્યા પ્રેગ્નેન્સીના સમાચાર
રિપોર્ટ અનુસાર આ કપલે ઘણા મહિના એક સાથે પસાર કર્યા, ત્યારબાદ સમાચાર આવ્યા કે મોરેસ પ્રેગ્નેન્ટ છે. મોરેસે અજીબોગરીબ દાવો કરતા કહ્યું કે, આ સત્ય છે. માર્સેલોએ મને પ્રેગ્નેન્ટ કરી. મેં પ્રગ્નેન્સી ટેસ્ટ કર્યો અને તે પોઝિટિવ આવ્યો.
[[{"fid":"390929","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
પછી આવ્યો લગ્નનો પ્રસંગ!
મોરેસે કહ્યું ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. લગ્ન તેના માટે ખુબ જ ખાસ, મહત્વપૂર્ણ અને ભાવુક દિવસ હતો. લગ્ન બાદ માર્સેલો સાથે વેડિંગ નાઈટ પસાર કરી. કપલના લગ્નમાં 250 મહેમાનો હાજર રહ્યા. ત્યારબાદ રિયો ડી જનેરિયોમાં બિચ હાઉસમાં આ કપલે એક અઠવાડિયા સુધી હનીમૂન માનવ્યું.
દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...
'ડોલ ચાઇલ્ડ'નો જન્મ!
હનીમૂન બાદ કપલે 21 મેના 'ડોલ્ડ ચાઈલ્ડ' માર્સિન્હોનું સ્વાગત કર્યું. ડોલના જન્મને તેમણે લાઈવસ્ટ્રીમિંગથી દેખાળ્યો. જેને 200 લોકોએ જોયું.
[[{"fid":"390930","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
મોરેસ તેના પરિવાર માટે ઘણી મહેનત કરે છે, તે એવા લોકોથી નફરત કરે છે જે તેમના પરિવારને નકલી કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube