નવી દિલ્હી: કોરોના મહામારીનું કેન્દ્ર રહેલા ચીનના વુહાનમાં 76 દિવસ બાદ આજથી લોકડાઉન હટાવવામાં આવ્યું. કોરોના વાયરસના ઢગલો કેસ સામે આવ્યા બાદ 23 જાન્યુઆરીથી શહેરમાં લોકડાઉન લાગુ થયું હતું. ત્યારબાદ શહેરની 11 મિલિયન વસ્તી ઘરોમાં કેદ થઈ ગઈ હતી. વુહાનમાં કોરોનાના કારણે 3300થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 82000થી વધુ લોકો વુહાનમાં કોરોનાથી સંક્રમિત થયા હતાં. તાજા આંકડા મુજબ મંગળવારે કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. હવે અહીં એ જોવું જોઈએ કે ચીનના વુહાનમાં તો ગાડી પાટા પર ચડી રહી હોય તેવું લાગે છે પણ બીજા દેશોમાં કોરોનાના કારણે જિંદગી દોજખ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કપરું છે આ વર્ષ 2020, કોરોના બાદ આ જોખમ તોળાવવાની ભીતિ


કોરોના નથી ચીની વાયરસ-ચીન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા કોરોના વાયરસના જન્મદાતા ચીનને આડે હાથ લેતા સંભળાવ્યું હતું કે કોરોના વાયરસ અસલમાં ચીની વાયરસ છે. ટ્રમ્પના આ નિવેદનથી ચીનને મરચા લાગ્યા હતાં અને ચીને જાણે એવું વર્તન કર્યું હતું કે તેની કોઈ ભૂલ નથી. પરંતુ હવે ચીનના 4 મોટા ગુના સામે આવ્યાં છે જેની સજા આખી દુનિયા ભોગવી રહી છે. 


પહેલો ગુનો- કોરોના અંગે જણાવવામાં મોડું કર્યું
પહેલી ડિસેમ્બરના રોજ વુહાનમાં કોરોનાનો પહેલો કેસ જાણમાં આવ્યો. ચીને દુનિયાને આ વાયરસ અંગે જાન્યુઆરીમાં જણાવ્યું. બ્રિટનની સાઉથૈમ્પટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેનું પરિણામ એ આવ્યું કે 3 અઠવાડિયા મોડું કોરોના અંગે જાણ કરવાના લીધે તેનું સંક્રમણ આખી દુનિયામાં 95 ટકા સુધી ફેલાઈ ગયું. 


લો બોલો...ચીન હવે રીંછનો ઉપયોગ કરીને જીવલેણ વાયરસને કહેશે 'ભાગ કોરોના ભાગ'


બીજો ગુનો- એક મહિના સુધી સ્વીકાર્યું જ નહીં કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે
શરૂઆતમાં વુહાનના બે ડોક્ટરોમાં કોરોનાનો ચેપ જોવા મળ્યો હતો. તેમણે પોતાની જાતને ક્વોરન્ટાઈન કરી લીધી હતી. ત્યાં સુધી ચીને બધી વાત છૂપાવી અને 20 જાન્યુઆરીના રોજ આખરે સ્વીકાર્યું કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાય છે. તેનું પરિણામ એ આવ્યું કે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ રહી અને લોકો એક દેશમાંથી બીજા દેશમાં અવરજવર કરતા રહ્યાં. જેના કારણે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાતો ગયો.


ત્રીજો ગુનો- 7 અઠવાડિયા બાદ વુહાનને કર્યું  લોકડાઉન
ચીનનો આ ત્રીજો મોટો ગુનો હતો. ચીને 23 જાન્યુઆરીના રોજ વુહાનને લોકડાઉન કર્યું. એટલે કે વુહાનમાં વાયરસ આવ્યાના લગભગ દોઢ મહિના બાદ પરિણામ એ આવ્યું કે વુહાનના મેયર ઝોઉ શિયાનવેંગના જણાવ્યા મુજબ લોકડાઉન પહેલા જ વુહાનથી લગભગ 50 લાખ લોકો ક્યાં જતા રહ્યાં તે હજુ સુધી ખબર નથી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube