લંડન: વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન (WHO)ના એક કેન્સર પ્રોગ્રામના ડિરેક્ટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઈને મોટો દાવો કર્યો છે. સિકોરા કહે છે કે કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાભરમાં જે લડત ચાલુ છે તે રસી બનાવતા પહેલા જ ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ વેક્સીન બને તે પહેલા જ પોતાની જાતે જ એટલે કે આપમેળે ખતમ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિકોરાએ કહ્યું કે "કોરોના વાયરસ વિરુદ્ધ દરેક જગ્યાએ એક જીવી જ પેટર્ન જોવા મળી રહી છે. મને શંકા છે કે આપણી અંદર ધાર્યા કરતા વધારે રોગપ્રતિકારક શક્તિ છે. આપણે આ વાયરસને સતત ધીમો પાડવાનો છે પરંતુ તે આપમેળે જ ઘણો નબળો પડી શકે છે. મારું એવું અનુમાન છે કે આવું શક્ય બની શકે છે."


તેમણે કહ્યું કે આપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાનું છે અને આશા કરવાની છે કે આંકડા સારા જોવા મળશે. આ અગાઉ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ચેતવણી આપી હતી કે 'કોરોના વાયરસ નું લાંબા સમય સુધીનું સમાધાન ફક્ત રસી કે દવા જ શક્ય છે. તેમણે કહ્યું હતું કે સૌથી ખરાબ સ્થિતિ એ બની શકે કે આપણે ક્યારેય કોરોના વાયરસની રસી શોધી જ ન શકીએ.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube