Corona: કોરોના મહામારીમાં શાળાઓ ખોલવા કે બંધ રાખવા પર વિશ્વ બેંકનું મોટું નિવેદન, ખાસ જાણો
કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ રાખવા મુદ્દે અનેક પ્રશ્નો ઉઠ્યા. વિશ્વ બેંકના એજ્યુકેશન ડાઈરેક્ટરે શાળાઓ બંધ રાખવા મામલે સવાલ ઉઠાવ્યા છે.
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે શાળાઓ બંધ રાખવા મુદ્દે અનેક પ્રશ્નો ઉઠ્યા. વિશ્વ બેંકના એજ્યુકેશન ડાઈરેક્ટરે શાળાઓ બંધ રાખવા મામલે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, કોરોનામાં શાળાઓ બંધ રાખવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી.
તેમણના મત મુજબ કોરોના વાયરસના જીવલેણ સંક્રમણને શાળાઓ ખોલવા કે બંધ કરવા સાથે કોઈ લેવાદેવા નથી. કોવિડ-19ને ધ્યાનમાં રાખીને હવે શાળાઓ બંધ રાખવાનો કોઈ અર્થ નથી. એ વાતના કોઈ પુરાવા નથી કે શાળાઓ ફરીથી ખોલવાથી કોરોના વાયરસના સંક્રમણના કેસમાં વધારો થયો છે.
કિશોરોના રસીકરણની રાહ જોવી અજ્ઞાનતા
વિશ્વ બેંકના વૈશ્વિક એજ્યુકેશન ડાઈરેક્ટર જૈમે સાવેદ્રાએ કહ્યું કે મહામારીને જોતા શાળાઓ બંધ રાખવાનો હવે કોઈ અર્થ નથી અને જો નવી લહેરો આવે તો પણ શાળાઓ બંધ કરવી એક અંતિમ ઉપાય હોવો જોઈએ. સાવેદ્રાએ વોશિંગ્ટનમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમની ટીમ શિક્ષણ ક્ષેત્ર પર કોવિડ-19ના પ્રભાવ પર નજર રાખી રહી છે. તેમનું કહેવું છે કે એ વાતના કોઈ પુરાવા નથી કે શાળાઓ ફરીથી ખોલવાથી કોરોના વાયરસના કેસોમાં વધારો થયો છે અને શાળાઓ સુરક્ષિત સ્થાન નથી.
નેપાળે ફરી કર્યું ન કરવાનું કામ, ભારતના આ વિસ્તારો પર ઠોક્યો પોતાનો દાવો
તેમણે એમ પણ કહ્યું કે જાહેર નીતિના દ્રષ્ટિકોણથી બાળકોના રસીકરણ સુધી રાહ જોવાનો કોઈ મતલબ નથી. કારણ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી.
રેસ્ટોરા, બાર અને શોપિંગ મોલ ખુલ્લા છે, અને શાળાઓ બંધ છે
ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યુમાં જૈમે સાવેદ્રાએ કહ્યું કે શાળાઓ ખોલવા અને કોરોના વાયરસના પ્રસાર વચ્ચે કોઈ સંબંધ નથી. બંનેને જોડવાના કોઈ પુરાવા નથી અને હવે શાળાઓ બંધ રાખવાનું કોઈ ઔચિત્ય નથી. ભલે કોવિડ-19ની નવી લહેરો આવે તો પણ શાળાઓ બંધ કરવી એ અંતિમ ઉપાય હોવો જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે રેસ્ટોરા, બાર અને શોપિંગ મોલને ખુલ્લા રાખી શાળાઓ બંધ રાખવાનો કોઈ અર્થ નથી. કોઈ બહાનું નથી. વિશ્વ બેંકના વિભિન્ન સિમ્યુલેશન મુજબ જો શાળાઓ ખોલવામાં આવે તો બાળકો માટે સ્વાસ્થ્ય જોખમ ઓછું હોય છે અને બંધ થવાથી ભોગવવાનું વધુ રહે છે.
ચીનનું સૌથી મોટું ઝુઠાણું! આંકડાની તુલનામાં 17000% વધુ લોકોના કોરોનાથી થયા મોત
એવા અનેક દેશ છે જ્યાં રસી વગર શાળાઓ ખુલ્લી છે
તેમણે કહ્યું કે 2020 દરમિયાન આપણે અજ્ઞાનતાના સમુદ્રમાં ખોજ માટે ડુબકી લગાવી રહ્યા હતા. આપણને એ પણ ખબર નહતી કે મહામારીને પહોંચી વળવા માટે સૌથી સારી રીત કઈ છે અને દુનિયાના મોટાભાગના દેશોની તત્કાળ પ્રતિક્રિયા શાળાઓ બંધ કરવાની હતી. ત્યારથી ઘણો સમય વીતી ચૂક્યો છે. 2020ના અંત અને 2021થી પુરાવા આવી રહ્યા છે કે આપણી પાસે અનેક લહેરો છે અને એવા અનેક દેશો છે જેમણે શાળાઓ ખોલી છે. બાળકોનું હજુ સુધી રસીકરણ ન થવાની ચિંતાઓ વિશે પૂછતા તેમણે કહ્યું કે એવો કોઈ દેશ નથી જેણે બાળકોના રસીકરણ બાદ જ શાળાઓ ફરીથી ખોલવાની શરત રાખી હોય. કારણ કે તેની પાછળ કોઈ વિજ્ઞાન નથી અને જાહેર નીતિના દ્રષ્ટિકોરણથી તેનો કોઈ મતલબ નથી.
બાળકો સંક્રમિત થઈ શકે છે પરંતુ મૃત્યુ અને ગંભીરતાનું જોખમ ઓછું
વિશ્વ બેંકના વૈશ્વિક એજ્યુકેશન ડાઈરેક્ટર જૈમે સાવેદ્રાએ કહ્યું કે અમે એ જોવામાં સક્ષમ છીએ કે શું શાળાઓ ખોલવાથી વાયરસના ફેલાવા પર કોઈ પ્રભાવ પડ્યો છે અને નવા ડેટાથી જાણવા મળે છે કે આવું થતું નથી. અનેક કાઉન્ટીઓમાં પણ લહેરો હતી જ્યારે શાળાઓ બંધ હતી. એટલે સ્પષ્ટ છે કે કેટલાકમાં શાળાઓની કોઈ ભૂમિકા ન હતી. ભલે બાળકો સંક્રમિત થઈ શકે છે અને ઓમિક્રોન સાથે તેઓ વધુ થઈ રહ્યા છે પરંતુ બાળકોમાં મૃત્યુ અને ગંભીર બીમારી અત્યંત દુર્લભ છે. બાળકો માટે સંક્રમણનું જોખમ ઓછુ છે, જ્યારે શાળાઓ બંધ રહેવાથી નુકસાન વધુ છે.
ભારતમાં લર્નિંગ ક્રાઈસિસની ટકાવારી વધશે
ભારતમાં મહામારીના કારણે શાળાઓ બંધ રહેવાના પ્રભાવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે પ્રભાવ પહેલાની સરખામણએ વધુ ગંભીર છે અને લર્નિંગ ક્રાઈસિસ અંદાજા કરતા અનેકગણું વધવાની શક્યતા છે. એક 10 વર્ષની ઉંમર સુધીના બાળકને કોઈ સાધારણ પાઠને વાચવા અને સમજવામાં મુશ્કેલી પડવી એ લર્નિંગ ક્રાઈસિસ છે. શાળાએ ન જનારા બાળકોના કારણે ભારતમાં લર્નિંગ ક્રાઈસિસ 55 ટકાથી વધીને 70 ટકા થાય તેવી શક્યતા છે. ભારત જેવા દેશોમાં જ્યાં શિક્ષણમાં અસમાનતાઓ મહામારી પહેલા હતી અને લર્નિંગ ક્રાઈસિસનું સ્તર પહેલેથી ખુબ મોટી હતું ત્યાં લગભગ બે વર્ષ બાદ પણ લાખો બાળકો માટે શાળાઓ બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube