ચીનનું સૌથી મોટું ઝુઠાણું! આંકડાની તુલનામાં 17000% વધુ લોકોના કોરોનાથી થયા મોત

કોરોના ફરી એકવાર સમગ્ર વિશ્વમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. એવામાં જ્યાંથી તેની શરૂઆત થઈ હતી, ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આપણે ચીનની વાત કરી રહ્યા છીએ. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં કોવિડનો વાસ્તવિક આંકડો લગભગ 1.7 મિલિયન છે.

ચીનનું સૌથી મોટું ઝુઠાણું! આંકડાની તુલનામાં 17000% વધુ લોકોના કોરોનાથી થયા મોત

નવી દિલ્હી: કોરોના ફરી એકવાર સમગ્ર વિશ્વમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. એવામાં જ્યાંથી તેની શરૂઆત થઈ હતી, ત્યાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આપણે ચીનની વાત કરી રહ્યા છીએ. એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનમાં કોવિડનો વાસ્તવિક આંકડો લગભગ 1.7 મિલિયન છે. જોકે ચીનના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 4,636 કોરોના કેસ છે. ચીનમાં વિશ્વનું સૌથી કડક લોકડાઉન હોવા છતાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

'રાજકીય છબી બનાવવા માટે ખોટા આંકડાઓ અપાયા'
ધ સનમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડેટા નિષ્ણાત જ્યોર્જ કેલહૌને આરોપ લગાવ્યો છે કે ચીનના શાસને પોતાની રાજકીય છબી જાળવી રાખવા માટે વિશ્વને ઓછા મૃત્યુની વાત કહી છે. તેણે દાવો કર્યો છે કે ચીનમાં કોરોનાવાયરસથી મૃત્યુઆંક ખરેખર આઘાતજનક કવર-અપ તુલનામાં 17,000 ટકા વધારે હોઈ શકે છે. આ સિવાય ધ ઈકોનોમિસ્ટ દ્વારા વિકસિત મોડલ દ્વારા જનરેટ કરવામાં આવેલા ડેટાનો અભ્યાસ કરનાર એક નિષ્ણાતે પણ દાવો કર્યો હતો કે ચીનના સત્તાવાર આંકડા આંકડાકીય રીતે ખોટા છે.

ચીનના આંકડા આંકડાકીય રીતે અશક્ય છે
કેલહોને જણાવ્યું કે 'એપ્રિલ 2020 થી, જ્યારે મોટાભાગના મૃત્યુ વુહાનમાં થયા છે, ત્યારે બેઇજિંગમાં અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે ફક્ત બે મૃત્યુ નોંધવામાં આવ્યા છે. વિશ્વમાં સૌથી ઓછા કોવિડ મૃત્યુ ચીનમાં જોવા મળ્યા છે. આ અસંભવ છે. તે તબીબી અને આંકડાકીય રીતે અસંભવ છે.

2020 માં ચીને કોવિડથી શૂન્ય મૃત્યુ દર્શાવ્યા
તેમણે કહ્યું કે 'યાદ રાખો, 2020માં કોરોનાની કોઈ રસી નહોતી, કોઈ સારવાર નહોતી. ત્યારબાદ પણ ચીને કોવિડથી શૂન્ય મૃત્યુ દર્શાવ્યા. ભલે ત્યાં હજારો અને લાખો કેસ હોય. જોન્સ હોપકિન્સ કોરોનાવાયરસ રિસોર્સ સેન્ટરના ડેટા અનુસાર, તે સમયે ચીનમાં કોવિડના 22,000 થી વધુ કેસ નોંધાયા હતા.

ચીન પર ખોટી માહિતી આપવાનો પહેલાથી જ લાગ્યો છે આરોપ
પરંતુ ધ ઇકોનોમિસ્ટના મોડલ પર આધારિત કેલહોને દાવો કર્યો છે કે ચીનનો સત્તાવાર મૃત્યુ દર લગભગ 17,000 ટકા ઓછો છે. આ પહેલીવાર નથી જ્યારે ચીન પર મૃત્યુની સૂચના ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હોય. અગાઉ, કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલા એક ચીની પ્રોફેસરે પણ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને દેશના કોરોનાવાયરસ આંકડાઓ પર શંકા વ્યક્ત કરી હતી.

દેશમાં ઝીરો ટોલરન્સ પોલિસી લાગૂ
તમને જણાવી દઈએ કે ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને લોકોના દેશની બહાર જવા પર પ્રતિબંધ સાથે ઝીરો ટોલરન્સની નીતિ લાગુ છે. તેમછતાં પણ ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ પોલિસી હેઠળ, કોરોનાની પુષ્ટિ થયા પછી લોકોને બંધ રૂમમાં આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news