કોરોનાની આ દવાને લઈને ચીને કર્યો મોટો દાવો
કોરના વાયરસ (Corona Virus) ના કોહરામ વચ્ચે એક બહુ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચીને એક દાવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસના સંક્રમણથી સારા કર્યાનો દાવો કર્યો છે. ખુદ ચીની સરકારે માન્યું છે કે, આ દવા એટલી ઈફેક્ટિવ છે કે, કોઈ પણ કોરોનો વાયરસનો દર્દી માત્ર ચાર દિવસમાં સાજો થઈને ઘરે જઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ચીનમાં અત્યાર સુધી 81,193 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પંરતુ તેમાંથી લગભગ 71,258 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. અત્યાર સુધી ચીનમાં 3252 લોકો આ વાયરસને કારણે મોતના મુખમાં જઈ ચૂક્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોરના વાયરસ (Corona Virus) ના કોહરામ વચ્ચે એક બહુ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચીને એક દાવાથી પોતાના હજારો દર્દીઓને કોરોના વાયરસના સંક્રમણથી સારા કર્યાનો દાવો કર્યો છે. ખુદ ચીની સરકારે માન્યું છે કે, આ દવા એટલી ઈફેક્ટિવ છે કે, કોઈ પણ કોરોનો વાયરસનો દર્દી માત્ર ચાર દિવસમાં સાજો થઈને ઘરે જઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ચીનમાં અત્યાર સુધી 81,193 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પંરતુ તેમાંથી લગભગ 71,258 લોકો સાજા થઈને ઘરે જઈ ચૂક્યા છે. અત્યાર સુધી ચીનમાં 3252 લોકો આ વાયરસને કારણે મોતના મુખમાં જઈ ચૂક્યા છે.
#NirbhayaNyayDivas: દોષિત અક્ષયનો મૃતદેહ લેવા તેના પરિવાર પાસે ખૂંટ્યા રૂપિયા...
આ દવા ચીન માટે બની વરદાન
ચીનના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ઝાંગ શિનમિને પુષ્ટિ કરી છે કે, જાપાની દવા કાવિપિરાવિર (Favipiravir) નામની દવા ચીની કોરોના વાયરસના દર્દીઓ પર બહુ જ અસરકારક સાબિત થઈ છે. ચીની હોસ્પિટલોમાં આવનારા કોરોના વાયરસ પોઝીટિવ દર્દીઓને આ દવા આપવામાં આવી રહી છે. ચીની મંત્રીનું કહેવુ છે કે, આ દવાથી કોઈ પણ દર્દી ચાર દિવસમાં સાજો થઈને ઘરે પરત જઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આ પહેલા કોઈ પણ દર્દીને સાજો કરવામાં 11 દિવસ કે તેનાથી વધુ સમય લાગતો હતો.
નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત
91 ટકા સુધી સારુ થવાનો દાવો
મીડિયા રિપોર્ટસ અનુસાર, ચીનથી મળેલા દર્દીઓનો એક્સરે રિપોર્ટમાં પણ આ સાબિત થયું છે. જે દર્દીઓને કોરોના વાયરસની સારવાર માટે જાપાની દવા ફેવિપિરાવિર આપવામાં આવી, તેમના ફેફસા ફરીથી કાર્યરત થયા હતા. દવા 91 ટકા સુધી સટીક કામ કરી રહી છે. તેથી વિપરિત, જે દર્દીઓની સારવાર અન્ય દવાઓથી કરવામાં આવે, તેમના ફેફસા માત્ર 62 ટકા જ સારા થઈ શક્યા. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સૌથી વધુ ફેફસા પર અસર કરે છે. વાયરસ શ્વાસ લેવામાં તકલીફ પેદા કરે છે, જેને કારણે દર્દીનું મોત થાય છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસથી લગભગ 2.44 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 86,025 લોકો સાજા થઈ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધી કુલ 194 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં આ કારણે 4 લોકોના મોતની પુષ્ટિ પણ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...