ચાલતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગ પર બેન, આ શહેરમાં લાગૂ થશે નિયમ
શહેરના અધિકારીઓનું કહેવું છે કે ચાલતી વખતે સ્માર્ટફોન (Smartphones)ના ઉપયોગના કારણે થનાર દુર્ઘટનાઓની સંખ્યામાં વધારો જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાપાન: પગપાળા ચાલતાં લોકો મોટાભાગે મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે, આવા દ્વશ્યો લગભગ દરેક શહેરમાં સામાન્ય છે. પરંતુ જાપાન (Japan)ના યામોટો શહેરમાં હવે આવો નજારો જોવા મળશે નહી. Yamato city એક બિલ રજૂ કરવા જઇ રહ્યું છે, જેથી શહેરમાં પગપાળા ચાલતી વખતે લોકો મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.
શહેરના અધિકારીઓનું કહેવું છે કે ચાલતી વખતે સ્માર્ટફોન (Smartphones)ના ઉપયોગના કારણે થનાર દુર્ઘટનાઓની સંખ્યામાં વધારો જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ આગામે મહિનાથી લાગૂ થઇ શકે છે. અધિકારીઓએ ભાર મૂકીને તે લોકોને આ અંગે ચેતાવણી આપતાં જાગૃતતા અભિયાન પણ ચલાવશે કે રસ્તા પર કોલ પર રહેવું કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે. જો આ બિલ પસાર થઇ જશે તો આ જાપાનનું આવું પ્રથમ બિલ હશે.
એક અમેરિકી સર્વેક્ષણ અનુસાર દેશમાં દર વર્ષે 1.16 મિલિયન એટલે કે 16 લાખ કાર દુર્ઘટનાઓ થાય છે, જેમાં 25 ટકા દુર્ઘટનાઓ ડ્રાઇવિંગ વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કારણ હોય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના અનુમાન અનુસાર મોબાઇલનો ઉપયોગ દુર્ઘટનાઓની સંખ્યાને ચાર ગણો વધુ કરી દે છે. ઓસ્ટ્રેલિયામાં, અધિકારીએ અનુમાન લગાવ્યું છે કે 9 ટકા ઘાતક કાર અકસ્માત આવા ડ્રાઇવરોના કારણે થઇ, જે ડ્રાઇવિંગ વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હતા. હાર્વર્ડ સેન્ટરના રિસ્ક એનાલિસિસના અનુસાર કાર ચલાવતી વખતે ટેક્સિંગના કારણે દર વર્ષે 3,30,000 લોકો ઘાયલ થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube