ખતરનાક Video: 6 સિંહણ સાથે જંગલમાં ઘૂમી રહી છે આ છોકરી, બીજી જ પળે જે થયું...જોઈને દંગ રહી જશો
સિંહ દુનિયામાં સૌથી ખતરનાક જાનવર ગણાય છે. તેને જોઈને ભલભલા દિગ્ગજોના હાજા ગગડી જતા હોય છે. આ જ કારણે સિંહને જોતા જ જંગલી જાનવરો ભાગમભાગી કરે છે. જો તમારી સામે અચાનક સિંહ આવીને ઊભો રહી જાય તો શું થાય?
Girl Roaming with Lioness: સિંહ દુનિયામાં સૌથી ખતરનાક જાનવર ગણાય છે. તેને જોઈને ભલભલા દિગ્ગજોના હાજા ગગડી જતા હોય છે. આ જ કારણે સિંહને જોતા જ જંગલી જાનવરો ભાગમભાગી કરે છે. જો તમારી સામે અચાનક સિંહ આવીને ઊભો રહી જાય તો શું થાય? દુનિયામાં જો કે એવા પણ કેટલાક લોકો હોય છે જે આ જંગલી પ્રાણીથી ગભરાતા નથી. તેમને જરાય ડર લાગતો નથી.
ઈન્ટરનેટ પર ચોંકાવનારો વીડિયો
એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી 6 સિંહણો સાથે ખુબ મોજથી ફરી રહી છે. વીડિયો જોઈને ભલભલા લોકો દંગ રહી જાય છે. છોકરી એવી રીતે 6 સિંહણો સાથે ફરી રહી છે જાણે તે આ સિંહણોની ખાસ મિત્ર હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરી સિંહણો સાથે ફરી રહી છે. વીડિયો કોઈ જંગલનો હોય તેવું લાગે છે. સિંહણો ખુબ આરામથી છોકરી સાથે ફરી રહી છે. બીજી જ પળે ફ્રેમમાં ચોંકાવનારી વસ્તુ જોવા મળે છે. જુઓ વીડિયો.
પત્નીએ કોર્ટમાં લગાવી ગુહાર, 'મારો પતિ વધારે પડતું સેક્સ કરીને મારો જીવ લઈ લેશે'
સિંહણો સાથે મસ્તી કરી રહી છે બાળા
વાત જાણે એમ છે કે સિંહણોની પાછળ તમે વીડિયોમાં એક છોકરીને પણ જોઈ શકશો. વીડિયોમાં જોવા મળે છે કે છોકરી ખુબ જ મસ્તી કરતા કરતા સિંહણો પાછળ ચાલી રહી છે. છોકરીના ચહેરા પર જરાય ડરની છાયા દેખાતી નથી. સિંહણો પણ છોકરી પર હુમલો કરતી નથી. તેના વર્તનને જોઈને એવું લાગે છે કે જાણે સિંહણો છોકરીની સખી હોય.
વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે છોકરી એક સિંહણની પૂંછડી પકડે છે. અત્રે જણાવવાનું કે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર safarigallery નામના એકાઉન્ટે શેર કર્યો છે. આ વીડિયોમાં સોશિયલ મીડિયા યૂઝર્સને છોકરીને બેખૌફ અંદાજ ખુબ ગમી રહ્યો છે. વીડિયો લાખોવાર જોવાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 4700થી વધુ લાઈક્સ મળ્યા છે.
Dance Video: લટકા ઝટકા કરતી યુવતીઓ અચાનક સ્ટેજ પર ઝઘડવા લાગી, જે વચ્ચે પડ્યા તેને અધમૂઆ કર્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube