જ્યાં એક તરફ દુનિયાભરના દેશો પોતાની સરહદો માટે લડી રહ્યાં છે. રશિયા હોય કે પછી યુક્રેન , ભારત અને ચીન વચ્ચે પણ સીમા વિવાદ છેલ્લા ઘણા સમય ચાલી રહ્યો છે. હાલમાં પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીમા વિવાદને કારણે ભારતે એક વખત ચીન સાથે અને બે વખત પાકિસ્તાન સાથે યુદ્ધ પણ કર્યું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે હજુ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ બીજી તરફ આ દુનિયામાં એક એવો ટાપુ છે જે દર 6 મહિને પોતાનો દેશ બદલે છે. આ કોઈ વાર્તા નથી પરંતુ સંપૂર્ણ સત્ય છે. આ અનોખા ટાપુ પર એક દેશ 6 મહિના અને બીજો દેશ 6 મહિના સુધી શાસન કરે છે. 


જાણો આ ટાપુ વિશે
આ ટાપુનું નામ ફિઝન્ટ આઈલેન્ડ છે અને આ ટાપુ ફ્રાન્સ અને સ્પેનની વચ્ચે આવેલો છે. વર્ષ 1659માં આ ટાપુને લઈને એક સમજૂતી થઈ હતી. જેના હેઠળ તેના પર 6 મહિના માટે ફ્રાન્સ અને 6 મહિના માટે સ્પેનનું શાસન છે. સૌથી મોટી વાત એ છે કે આ ટાપુને લઈને ફ્રાન્સ અને સ્પેન વચ્ચે ક્યારેય કોઈ યુદ્ધ નથી થયું. ફ્રાન્સ અને સ્પેન આ ટાપુ પર દર 6 મહિને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે શાસન કરે છે.


આધાર કાર્ડમાં જન્મતારીખ બદલવા માટે આ ડોક્યુમેન્ટની પડશે જરૂર


ઘરે બેઠા પાસપોર્ટ માટે કરો એપ્લાય, ઝડપથી થઈ જશે તમારું કામ


ગૂગલના કર્મચારીઓને વધુ એક ઝટકો, Google કરશે પ્રમોશનમાં ઘટાડો


શા માટે ટાપુને લઈને કરવામાં આવી ડીલ
વર્ષ 1659માં આ ટાપુ અંગે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે થયેલા કરારને ટ્રીટી ઓફ પાઈન્સ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં આ ટાપુ 200 મીટર લાંબો અને લગભગ 40 મીટર પહોળો છે. નદીની વચ્ચે પડેલો આ ટાપુ સદીઓથી મૂંઝવણમાં હતો કે તેના પર કોણ રાજ કરશે. જે પછી ફ્રાન્સ અને સ્પેને પરસ્પર સહમતિથી આ ટાપુને લઈને એક સમજૂતી કરી અને આ કરારમાં એ વાત પર સહમતિ થઈ કે 6 મહિના સુધી આ ટાપુ ફ્રાન્સ પાસે રહેશે અને 6 મહિના સુધી તેના પર સ્પેનનો કબજો રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube