આ કરોડપતિ મહિલા લે છે બિલાડીનો આહાર, જાણો આ છે કારણ
આ વિદેશી મહિલાએ જે ખુલાસો કર્યો એ જાણીને તમે પણ ચોંકી જશો. દુનિયામાં અલગ અલગ પ્રકારના લોકો હોય છે આ મહિલા પણ કંઈક એવા જ અલગ સ્વભાવની છે તે વાત તો ચોક્કસ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વનો દરેક વ્યક્તિ રૂપિયા કમાઇ રહ્યો છે. આ માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. દરેક લોકો ઈચ્છે છે કે તેની પાસે એટલી બધી સંપત્તિ છે કે તે સારું ખોરાક ખાય શકે, મોટા મકાનમાં જીવે અને તે જ સમયે લક્ઝરી કારમાં બેસીને ફરી શકે. લોકો આ સપનાને સાકાર કરવા સખત મહેનત પણ કરે છે. આજે આવો જ એક કિસ્સો વાયરલ થઈ રહ્યો છે.
ટીવી શોમાં મહિલાએ ચોંકાવનારા ખુલાસા
અમેરિકાના લાસ વેગાસમાં એમી એલિઝાબેથ નામની સ્ત્રી રહે છે. એમીની પાસે કરોડો રૂપિયા છે. તેણે તાજેતરમાં જ એક ટીવી શોમાં પોતાની જાતને લગતી કેટલીક આવી વાતો જણાવી હતી, જેને સાંભળીને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા
બિલાડીનો ખોરાક અબજોપતિ એમી એલિઝાબેથ ખાય છે
એમી એલિઝાબેથે એક ટીવી શોમાં પોતાની જાતને લગતા ઘણા રહસ્યો જાહેર કર્યા. એમીએ કહ્યું કે તે ક્યારેય પૈસાનો વપરાશ કરતી નથી. આ સિવાય કરિયાણાનું બિલ ઓછું કરવા માટે તેણે ઘણી વખત બિલાડીનો ખોરાક ખાધો છે અને બીજાને પણ ખવડાવ્યો છે. તમે વિચારતા જ હશો કે એમી એક ગરીબ સ્ત્રી હશે, પણ એવું એવું નથી. એમી એલિઝાબેથે ટીવી શોમાં જણાવ્યું હતું કે તે 38 કરોડ રૂપિયાની માલિક છે.
ખર્ચમાં 1 કરોડથી વધુનો ઘટાડો કર્યો
એલિઝાબેથ મહિનામાં 72 હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરતી નથી અને પૈસા બચાવવા માટે નવી વસ્તુઓ પણ ખરીદતી નથી. આ કરવાથી, લગભગ $ 80 ની દૈનિક બચત થાય છે. આ પ્રમાણે, તે એક વર્ષમાં 1 કરોડ 45 લાખ રૂપિયાની બચત કરે છે.
મહેમાનોને પણ ખવડાવે છે બિલાડીનો ખોરાક
50 વર્ષીય એમી એલિઝાબેથે ટીવી શોમાં જણાવ્યું હતું કે તેણે ઘણી વખત હળવા ગ્રેવીમાં મહેમાનોને ચિકન અને ટ્યૂના ખવડાવ્યા હતા. આ જ તેમની બિલાડી પણ ખાય છે. એમીએ કહ્યું કે લોકોને બિલાડીનો ખોરાક ખાવું વિચિત્ર લાગે છે પરંતુ તે મને પરેશાન કરતું નથી કારણ કે આમ કરવાથી પૈસાની બચત થાય છે.
17 વર્ષ જૂની કારમાં મુસાફરી કરે છે આ મહિલા
એમી એલિઝાબેથ કરોડો રૂપિયાની માલિક છે પરંતુ તે હજી પણ 17 વર્ષ જૂની કારમાં મુસાફરી કરે છે. તેઓ કહે છે કે જૂની કાર સાથે મુસાફરી કરવામાં વધુ સમય લાગે છે, પરંતુ આ કરીને તેઓ ઘણા પૈસા બચાવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube