ડ્રીમ જોબ ! કામ કરવાના નહીં પણ કામ ન કરવાના લે છે રૂપિયા, યુવક કમાય છે લાખો રૂપિયા
આપણે જ્યારે કોઈ કામ કરીએ તો આપણે તેના બદલામાં રૂપિયા મળે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કામ ન કરીએ અને આપણે રૂપિયા મળે. પરંતુ જાપાનમાં એક એવો યુવક છે જે કોઈ કામ ન કરીને પણ મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે.
ટોક્યોઃ નોકરી હોય કે વ્યવસાય કામ કરો તો રૂપિયા મળે પણ શું તમે ક્યારેય એવી નોકરી કે વ્યવસાય વિશે સાંભળ્યું છે કે જેમાં કામ ન કરવાના રૂપિયા મળે? જીં..હાં..એક યુવક કોઈ કામ ન કરવાનો વ્યવસાય કરીને સારી એવી કમાણી પણ કરી રહ્યો છે. તો આખરે કેવો છે યુવકનો અજીબો ગરીબ વ્યવસાય જુઓ આ રિપોર્ટમાં....
તમે ઘણા લોકોને ઓફિસમાં કામ કરતાં જોયા હશે. સવારથી લઈને સાંજ સુધી લોકો કામ કરે છે અને મહિનાના અંતમાં લોકોને કામ કરવાના રૂપિયા મળે છે. આ તો થઈ સામાન્ય નોકરીની વાત. પણ સોશિયલ મીડિયા પર હાલ એક યુવકની અજીબો ગરીબ નોકરીની ચર્ચા છે જે ઘણા લોકો માટે ડ્રિમ જોબ હોઈ શકે છે. જીં..હાં..અજીબો ગરીબ એટલા માટે કારણ કે એક યુવક કામ કરવાના નહીં પણ કામ ન કરવાની રૂપિયા લઈ રહ્યો છે.
શોજી મોરિમોટો કહે છે કે મારા વ્યવસાયમાં હું કંઈ કરતો નથી.હું મારા ગ્રાહક સાથે લંચ અને ડિનર લઉં છું અને તેમના સામાન્ય સવાલોના જવાબ આપું છું પોતાની આ ડ્રીમ જોબ કરતા પહેલા શોજી જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં તેને કંઈ કામ ન કરવા માટે ફટકાર પડતી હતી અને હવે કામ ન કરવું જ તેનો વ્યવસાય બની ગયો છે..હાલ શોજી દરરોજ 2 થી 3 બુકિંગ લે છે. સોશિયલ મીડિયા પર યુવકના આ અજીબો ગરીબ વ્યવસાયની ચર્ચા છે અને ઘણા લોકો આ જોબ ને તેમની ડ્રીમ જોબ કહી રહ્યા છે સાથે સાથે લોકો આવી જોબ કરવા માટે આતુર પણ થઈ રહ્યા છે. તો જો તમે પણ કોઈ નવો વ્યવસાય કરવાનું વિચાર રહ્યા હોવ તો આ ડુઈંગ નથીંગ વ્યવસાય વિશે વિચારી શકો છો..
આ છે જાપાનમાં રહેતો શોજી મોરિમોટો..
38 વર્ષીય શોજીને કામ ન કરવાના રૂપિયા મળે છે . ઘણા લોકોને થતું હશે કે આખરે કામ ન કરવાની રૂપિયા કેવી રીતે મળી શકે? તો શોજી ખુદને ભાડે આપીને રૂપિયા કમાવે છે. કંઈ કામ ન કરવા માટે શોજીને લોકો બુક કરે છે. એક બુકિંગ માટે શોજી 10 હજાર જાપાની યેન એટલે કે લગભગ છપ્પન સો રૂપિયા ચાર્જ લે છે.
આટલા રૂપિયા લીધા બાદ પણ શોજી કોઈ કામ કરતો નથી અને જે વ્યક્તિ શોજીને બુક કરે છે તે તેની સાથે ફક્ત બેસી રહે છે. ઘણા લોકોને થતું હશે કે આખરે કોઈ કામ ન કરવા અને ફક્ત સાથે બેસી રહેવા માટે લોકો રૂપિયા આપતા પણ હશે કે કેમ? તો તમને જાણીને આશ્રર્ય થશે કે શોજીની ક્લાઈન્ટ લિસ્ટ ખુબ લાંબી છે અને એક ગ્રાહકે તો શોજીને 270 વાર કામ પર રાખ્યો છે. શોજી આ અજીબો ગરીબ વ્યવસાય છેલ્લા 5 વર્ષથી કરી રહ્યો છે અને સારી એવી કમાણી પણ કરી રહ્યો છે.
જો કોઈ વ્યક્તિ શોજીને બુક કરે તો તેઓ ફક્ત તેમની સાથે રહેશે. કામ કંઈ નહીં કરે, જો વ્યક્તિ તેને કોઈ નાનું કામ કરવાનું કહે તો શોજી તુરંત ના પાડી દે છે. શોજી ફ્રિજ ખસેડવાજ જેવા કામ અને કંબોડિયાની ટ્રીપને ના કહી ચુક્યો છે. શોજી લાંબી મુસાફરીની ઓફરને ઠુકરાવી દે છે કારણ કે તેમાં મહેનત કરવી પડે છે. શોજીનું માનવું છે કે જો કંઈ કામ ન કરવાના રૂપિયા મળી રહ્યા છે તો તે શું કામ કોઈ કામ કરે..